મનોરંજન

કરીના કપૂરના લાડલા પપ્પા રણધીર કપૂરને લઈને આવ્યા ખરાબ સમાચાર

દેશભરમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ રહી છે, રોજ લાખો લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે અને હજારો લોકોના કોરોનાને કારણે મોત થઇ રહ્યા છે. સામાન્ય જનતા જ નહિ પરંતુ બોલિવુડ સેલેબ્સ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે, ત્યારે આ વચ્ચે કપૂર ખાનદાનથી કરીના કપૂર અને કરિશ્મા કપૂરના પિતા તેમજ બોલિવુડના દિગ્ગજ અભિનેતા રણધીર કપૂર પણ કોરોના સંક્રમિત થયા છે.

બોલિવુડ અભિનેતા રણધીર કપૂરને મુંબઇની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોકિલાબેન હોસ્પિટલના CEO ડોક્ટર સંતોષ શેટ્ટીએ જણાવ્યુ કે, ગત રાત્રે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જે બાદ તેમની હાલત સ્થિર છે.

કપૂર પરિવાર આ દિવસોમાં દિવંગત રાજીવ કપૂરની પ્રોપર્ટીને લઇને પણ ચર્ચામાં છે. જો કે, રાજીવ કપૂરને કોઇ બાળક નથી અને તેમની પ્રોપર્ટીનો કેસ કોર્ટમાં છે. સોમવારે બોમ્બે હાઇકોર્ટે રણધીર કપૂર અને રીમા જૈનથી અંડરટેકિંગ માંગી, જેમાં રાજીવની ડાઇવોર્સ ડિક્રી શોધી તેને જમા કરાવવા કહેવામાં આવ્યુ.

તમને જણાવી દઇએ કે, રણધીર કપૂર છેલ્લા 1-1.5 વર્ષમાં તેમના બંને ભાઇઓને ખોઇ ચૂક્યા છે. ગત વર્ષે બોલિવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું નિધન થયુ હતુ અને થોડા સમય પહેલા જ રણધીર કપૂરના નાના ભાઇ રાજીવ કપૂરનું પણ નિધન થયુ હતુ.

Image source

રણધીર કપૂરના ભાઈ રાજીવ કપૂરનું 9 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું હતું. તેઓ ડિવોર્સી પરસન હતા તેથી તેમને કોઈ સંતાન નહોતું. આવા સમયે તેમની કરોડોની પ્રોપર્ટી કોની ગણાય? આ બાબતનો કેસ કોર્ટમાં છે. બોમ્બે હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી થઈ હતી, જ્યાં કોર્ટે રણધીર કપૂર અને રીમા જૈન પાસેથી અન્ડરટેકિંગ માગ્યા છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ રાજીવના ડિવોર્સ ડિક્રીને શોધે અને તેને કોર્ટની સમક્ષ રજૂ કરે.

તમને જણાવી દઈએ કે રાજીવ કપૂરનું નિધન 9 ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ હૃદય હુમલાને લીધે થયું હતું. રાજીવ બે ભાઈઓ (રણધીર, રિશી) તથા બે બહેનો (રિતુ નંદા તથા રિમા જૈન)માં સૌથી નાના હતા. મોટી બહેન રિતુ તથા ભાઈ રિશી કપૂરનું ગયા વર્ષે જાન્યુઆરી તથા એપ્રિલમાં નિધન થયું હતું.