મનોરંજન

દુષ્કાળનો સામનો કરી રહેલા આ ગામ માટે આ અભિનેતાએ જે કર્યું છે, એ મોટા-મોટા અબજોપતિ હીરો-હિરોઈન પણ નથી કરી શકતા

આખો ડેશન હાલના સમયે કડકડતી ગરમીને સહન કરી રહ્યો છે.એવામાં દેશના ઘણા વિસ્તારમાં લોકો પાણી માટે તડપી રહ્યા છે.રિપોર્ટ પ્રમાણે દેશનો લગભગ 42 ટકા હિસ્સો અસામાન્ય રૂપથી ગરમીને લીધે પાણી સુકાઈ જાવાની સમસ્યાને સહન કરી રહ્યો છે,જે આગળના વર્ષની તુલનામાં છ ટકા વધારે છે.

Image Source

એવામાં મહારાષ્ટ્રમાં પાણીની ખુબ સમસ્યા આવી રહી છે. ઘણા વિસ્તારોમાં બિલકુલ પણ પાણી નથી. ખેતી કરવાની તો દૂરની વાત રહી લોકો ખુબ મુશ્કિલ પરિસ્થિતિમાં પોતાનો ગુજારો પાણી વગર કરી રહ્યા છે.એવામાં બૉલીવુડ અભિનેતા રણદીપ હુડ્ડા બ્રિટેનના આંતરરાષ્ટ્રીય માનવીય રાહત સંગઠન ખાલસા એડની સાથે જોડાયા છે. રણદીપે પાણીની સમસ્યા ધરાવતા ગામના લોકોને સંગઠનની સાથે મળીને પાણી ઉપલબ્ધ કરાવડાવ્યું.હાલના દિવસોમાં તેલંગાણા,આંધ્ર પ્રદેશ,કર્ણાટક,ગુજરાત અને રાજસ્થાનના સિવાય મહારાષ્ટ્ર પણ સૂકાપણા(પાણીની તંગી)થી પ્રભાવિત છે.

Image Source

જો આંકડાના હિસાબે જોવા જઈએ તો મહારાષ્ટ્ર સરકારે 2015 માં જણાવ્યું હતું કે રાજ્યના 60 ટકા ગામ પાણી વગરની સમસ્યાની હાલતમાં છે.એટલે કે મહારાષ્ટ્રના 39,453 ગામોમાંથી 23,811 ગામ આવી હાલતમાં છે,એવામાં જેનાથી જે કાંઈ પણ બની શકે,તેઓ મદદ કરતા રહે.અભિનેતા આમિર ખાનની એનજીઓ પાણી ફાઉન્ડેશન લગાતાર આવી જગ્યાઓ પર જઈને કામ કરતી રહે છે.આમિર ખાન પોતે પણ આવી બાબતો પર ગંભીર રહે છે.

Image Source

બે ત્રણ દિવસ પહેલા રણદીપ નાસિકના એક ગામ ‘વેલે’માં પહોંચ્યા હતા. અહીંના લોકો પાણી માટે ખુબ દુઃખી હતા,રણદીપ આ ગામમાં ખાલસા એડની સાથે પહોંચ્યા હતા. ખાલસા એડ એક સંસ્થાન છે, જે કોઈપણ પ્રકારની આપત્તિને ભોગવી રહેલા દુનિયાભરમાં તમામ લોકોની મદદ કરે છે. આ સંસ્થા પોતાની સાથે અહીં પાણીના ટેન્કરો લઈને આવ્યા હતા.રણદીપ હુડ્ડાએ અહીંથી જ લાઈવ વિડીયો શેયર કર્યો હતો જેમાં તે કહી રહ્યા છે કે આ જગ્યાની હાલત કેવી છે અને તેને યોગ્ય કેવી રીતે કરવું’.

Image Source

રણદીપે પોતાના વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેમાં તે સરકારને પાણી પીડિત લોકો માટે સ્થાયી સમાધાન શોધવાની અપીલ કરતા દેખાઈ રહ્યા છે. રણદીપ કહે છે કે,”હું વેલે ગામમાં છું.અહીં પાણીની ખુબ જ અછત છે, ખાસ કરીને પીવાના પાણીની. દરેક કુવા સુકાઈ ગયા છે,અહીં ગરમીની ખુબ ગંભીર સમસ્યા છે”.

Image Source

રણદીપ આગળ કહે છે કે,”ખાલસા એડ(Khalsa Aid)ની ટિમ પણ અહીં છે. દરેક દિવસ 25 થી 30 પાણીના ટેન્કરો ઉપલબ્ધ કરાવીને આ લોકો દેશ માટે ખુબ સારું કામ કરી રહ્યા છે.હું સરકારને આગ્રહ કરું છું કે તેઓ આ સમસ્યા પર નજર કરે અને આ લોકોની મદદ માટે કોઈ સમાધાન કાઢે. અહીં ઘણા ડેમ પણ છે પણ તેનાથી લોકોને કોઈ મદદ મળી રહી નથી”.

મોટાભાગે રાણીપ હુડ્ડા લોકોની મદદ અને ભલાઈ માટે પોતાનું યોગદાન આપતા રહે છે.પછી તે જાનવરોની સુરક્ષા હોય કે પછી મુંબઈના દરિયાકિનારાની સાફ સફાઈ કરવાની હોય કે પછી મહારાષ્ટ્રના કોઈ ગામમાં પાણી પહોંચાડવાનું હોય.

Image Source

અભિનેતા રણદીપ હુડ્ડા આગળના વર્ષ 2018 માં આવેલી ટાઇગર શ્રોફની ફિલ્મ બાગી-2 માં નજરમાં આવ્યા હતા.આવનારા સમયમાં રણદીપ હુડ્ડા ઈમ્તિયાઝ અલીની ફિલ્મમાં નજરમાં આવી શકે તેમ છે. ફિલ્મમાં કાર્તિક આર્યન અને સારા અલી ખાન પણ લીડ રોલમાં નજરમાં આવી શકે તેમ છે.

જુઓ વિડીયો…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks