ફિલ્મી દુનિયા

કરોડો લોકોના દિલમાં રાજ કરનાર આ બોલિવૂડના એક્ટર હોસ્પિટલમાં દાખલ, જાણો સમગ્ર મામલો

રણદીપ હુડ્ડાની થોડા દિવસ પહેલા તેના પગની સર્જરી કરવામાં આવી હતી. આ વાત તેના પિતા રણબીર હુડ્ડાએ જણાવી હતી. બુધવારે રણદીપ હુડ્ડા બ્રીચ કેન્ડી હોસ્પિટલ ગયો હતો. જ્યાં તેને દાખલ કરવામાં આવ્યો હતો. આજ દિવસે તે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો.આ બાદ તેના પગની સર્જરી કરાવી હતી. હાલ તો હોસ્પિટલમાં દાખલ છે.

 

View this post on Instagram

 

A post shared by Randeep Hooda (@randeephooda) on

જણાવી દઈએ કે, રણદીપને આ ઇજા અચાનક થઇ ના હતી જેની સર્જરી કરવામાં આવી છે. રણદીપ સલમાનની ફિલ્મ રાધેનું શૂટિંગ કરી રહ્યો તે સમયે એક દુર્ઘટનાને કારણે ઇજા થઇ હતી.ડિસેમ્બર મહિનામાં સ્ટંટ સીન દરમિયાન તેના ઘૂંટણમાં ઇજા થઇ હતી. આ બાદ તેને કોકિલાબેન હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ સ્ટંટ સીન એક કોરિયાઈ ટિમ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. તેના 18 ટેક થયા બાદ તેના ઘૂંટણમાં ઇજા હતી.

 

View this post on Instagram

 

A post shared by Randeep Hooda (@randeephooda) on

રણદીપના પિતા રણબીર હુડ્ડા જે એક ડોક્ટર છે. રણબીર હુડ્ડા હોસ્પિટલમાં રણદીપની સાથે જ ખડેપગે હતા. રણબીરએ આ વાતની પૃષ્ટિ કરતા કહ્યું હતું કે, કે ઠીક થઇ રહ્યો છે. અમે તેને જલ્દી જ ઘરે લઇ જવાની ઈચ્છા ધરાવીએ છીએ. પગની ઇજા થોડા સમય પહેલા જ થઇ હતી. જે અચાનક જ વધી ગઈ હતી. જેનાથી વધુ દર્દ થાય છે. તેથી તેને સર્જરી કરાવવી પડી હતી.

 

View this post on Instagram

 

A post shared by Randeep Hooda (@randeephooda) on

રણદીપ હુડ્ડાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે નેટફ્લિક્સની ફિલ્મ એક્સ્ટ્રેક્શનમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ ઘણી હિટ રહી હતી. જે દુનિયાભરમાં પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મની સાથે-સાથે તે ‘રાધે- યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ માં પણ જોવા મળશે. જેમાં તે એક્ટર સલમાન ખાન સાથે જોવા મળશે. તો બીજી તરફ ખબર આવી હતી કે, તે હોલીવુડ પર પણ ધ્યાન આપી રહ્યો છે. રણદીપ જલ્દી જ હોલીવુડની ફિલ્મોમાં જોવા મળશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.