ખબર

AIIMS ના ડાયરેકટર ડોકટોર ગુલેરિયાએ કહ્યું જો દેશમાં લોકડાઉન નહીં લગાવવામાં આવે તો…

દેશમાં કોરોના વાયરસનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ દરમિયાન કોરોનાનો નવો વેરિયન્ટ ખતરનાક હોવાનું સામે આવ્યું છે. એઇમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ દેશવ્યાપી લોકડાઉન લગાવવા પર ભાર મુક્યો છે.

ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યુ, મારુ એ માનવું છે કે, કેટલીક હદ સુધી આપણે આ વિશે વિચારવું જોઇએ, જો એક વ્યક્તિ એક શહેરથી બીજા શહેર, એક જિલ્લાથી બીજા જિલ્લામાં જાય છે તો વાયરસ પણ તેની સાથે જાય. જયાં કેસ ઓછા હશે ત્યાં વધશે. આપણે જાણીએ છે કે, નવો વેરિએન્ટ વધુ સંક્રામક છે. જો સંક્રમણને આપણે નહિ રોકીએ તો ચાર લાખથી વધુ કેસ રોજના આવશે.

તેમણે કહ્યું કે, હાલ કોરોના વાયરસની ચેન નહીં તોડવામાં આવે તો રોજના ચાર લાખથી વધારે કેસ આવવા લાગશે, તેથી લોકડાઉન અંગે વિચારવું જોઈએ. કેમકે નવો કોરોના વેરિયન્ટ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોરોનાના કેસો કે મૃત્યુ અટકાવવા દેશમાં એક કડક લોકડાઉન લગાવવું જરૂરી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,66,161 નવા કોરોનાના કેસ નોંધાયા અને 3754 લોકોના મોત થયા છે. જો કે 3,53,818 લોકો ઠીક પણ થયા છે.