પટેલ ચોકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, બેકાબુ બનેલા ટ્રેલરે 5 વાહનોને લીધા અડફેટમાં, 4 લોકોના મોત, ઘટનાનો લાઈવ વીડિયો આવ્યો સામે

દેશભરમાં અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. આવા ગમખ્વાર અકસ્માતમાં ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. ક્યારેક કોઈની બેદરકારી જીવલેણ પણ સાબિત થાય છે. આવા ઘણા અકસ્માતની ઘટનાઓ સીસીટીવીમાં કેદ થઇ જતા હોય છે અને તેના વીડિયો જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય. હાલ એવા જ એક અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ ભીષણ દુર્ઘટના ઘટી છે મંગળવારના રોજ રામગઢ જિલ્લા હેઠળના રાંચી-પટના મુખ્ય માર્ગ પર પટેલ ચોક પર. આ માર્ગ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બાદ ઘટનાસ્થળે અરેરાટીનો માહોલ સર્જાયો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

રાંચી તરફ આવી રહેલા એક અનિયંત્રિત ટ્રેલરે રામગઢના પટેલ ચોક ખાતે શક્તિ ફ્યુઅલ પાસે બે મોટરસાઇકલ અને ત્રણ નાના વાહનોને ટક્કર મારી હતી. રાંચી તરફ જઈ રહેલી મહિન્દ્રા XUVપર તેજ ગતિએ આવી રહેલા ટ્રેલરનું 10-વ્હીલ એન્જિન અને કેબિન બેકાબૂ થઈને પલટી ગઈ હતી. આનાથી એસયુવીના પરખચ્ચા ઉડી ગયા હતા. એસયુવીમાં માત્ર એક ડ્રાઈવર હતો. જેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

ટ્રેલર પલટી જાય તે પહેલા એન્જિન અને કેબિન એક સ્વિફ્ટ કાર, એક બલેનો, એક મોટરસાઇકલ અને અન્ય બાઇકને ટક્કર મારી હતી. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતની માહિતી તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને આપવામાં આવી હતી. પોલીસના આગમન બાદ સ્થાનિક લોકોની મદદથી અકસ્માતમાં સામેલ લોકોને પહેલા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

આ ઘટના બાદ રાંચી-હઝારીબાગા રોડ લગભગ ત્રણ કલાક સુધી જામ થઈ ગયો હતો. પાંચ ક્રેઈન અને પોકલેનની મદદથી લગભગ ત્રણ કલાક બાદ વન-વે ટ્રાફિક શરૂ કરાયો હતો. એસડીઓ મોહમ્મદ જાવેદ હુસૈન સહિત પોલીસ અધિકારીઓ અને પોલીસ દળો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનામાં 4 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એક મહિલા અને બાળકી સહિત 5 લોકો ઘાયલ થયા હતા.

Niraj Patel