પતિ બેવફા અને સાસરાવાળાનો અત્યાચાર, પિતા બેંડ બાજા સાથે લઇ આવ્યા દીકરીને પાછા પિયર…પપ્પા હોય તો આવા
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
ઘણી વાર તમે સાંભળ્યું હશે કે કોઈ પિતા તેની દીકરીને બેંડ બાજા સાથે સાસરે વળાવે છે. પરંતુ રાંચીમાંથી વિપરીત કિસ્સો સામે આવ્યો. જ્યાં એક પિતા તેની પુત્રીને સાસરેથી પિયર બેંડ બાજા સાથે લઇ આવ્યા. રાંચીમાં એક પિતા બેન્ડ બાજા સાથે અને ફટાકડા ફોડી પરિણીત પુત્રીને પિયર લઇ આવ્યા, કારણ કે તેને સાસરિયાઓ દ્વારા પ્રતાડિત કરવામાં આવી રહી હતી.જેણે પણ આ જોયું કે તેઓ આશ્ચર્યચકિત રહી ગયા.
રાંચીના કૈલાશ નગર કુમ્હારટોલીમાં રહેતા પ્રેમ ગુપ્તાએ તેમની પુત્રી સાક્ષી ગુપ્તાના લગ્ન 28 એપ્રિલ 2022ના રોજ સચિન કુમાર નામના યુવક સાથે ખૂબ ધામધૂમથી કર્યા હતા. સચિન ઝારખંડ વીજળી વિતરણ નિગમમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે કામ કરે છે અને રાંચીના સર્વેશ્વરી નગરમાં રહે છે.
પ્રેમ ગુપ્તાનો આરોપ છે કે લગ્નની શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું હતું પરંતુ થોડા દિવસો પછી સાસરિયામાં દીકરીને હેરાન કરવાનું શરૂ થઈ ગયું. તેનો પતિ તેને રોજ મારતો અને ઘરની બહાર કાઢી મૂકતો હતો. લગ્નના લગભગ એક વર્ષ પછી સાક્ષીને ખબર પડી કે જે વ્યક્તિ સાથે તેના લગ્ન થયા હતા તે વ્યક્તિ અગાઉ બે વાર લગ્ન કરી ચૂક્યો છે. આ ખબર સાક્ષી માટે આંચકાથી ઓછા નહોતા.
આ સત્ય જાણ્યા પછી પણ સાક્ષીએ પોતાના લગ્ન બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ સાક્ષીને તેના પતિ અને સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. જ્યારે હેરાનગતિ અને શોષણ સહન કરવું મુશ્કેલ બન્યું ત્યારે તેણે સંબંધમાંથી બહાર નીકળવું વધુ સારું માન્યું. સાક્ષીએ તેના પિતાને ઘરે પાછા આવવા કહ્યું. તેના માતા-પિતાએ પણ સાક્ષીના નિર્ણયને આવકાર્યો અને પછી પ્રેમ ગુપ્તા પુત્રીને સાસરેથી બેંડ બાજા અને ફટાકડા સાથે જાન કાઢી પિયર લઇ આવ્યા.
આ 15 ઓક્ટોબરની ઘટના છે. પ્રેમ ગુપ્તાનું કહેવું છે કે તેમની પુત્રીના શોષણથી મુક્ત થવાની ખુશીમાં તેમણે આ પગલું ભર્યું હતું. સાક્ષીએ છૂટાછેડા માટે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. છોકરાએ ભરણપોષણ ભથ્થું ચૂકવવાનું કહ્યું છે. એવી અપેક્ષા છે કે છૂટાછેડાને કાયદાકીય રીતે ટૂંક સમયમાં મંજૂર કરવામાં આવશે.
View this post on Instagram
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં