આલિયાને છોડી આ અભિનેત્રી સાથે ઘૂંટણ પર બેસી રોમાન્સ કરતો જોવા મળ્યો રણબીર કપૂર, ચાહકોએ પત્ની આલિયાને ટેગ કરી વાયરલ કરી દીધો વીડિયો

બોલિવુડ અભિનેતા રણબીર કપૂર આ દિવસોમાં તેની ફિલ્મો બ્રહ્માસ્ત્ર અને શમશેરાને લઇને ઘણો ચર્ચામાં છે. ત્યાં તે લવ રંજનની ફિલ્મનું શુટિંગ પણ કરી રહ્યો છે. જેમાં તે પહેલીવાર શ્રદ્ધા કપૂર સાથે જોવા મળવાનો છે. હવે રણબીર અને શ્રદ્ધાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં બંને સ્ટાર કોઇ ગીતનુ શુટિંગ કરતા જોવા મળી રહ્યા છે. ચાહકોને ફિલ્મ પહેલા જ આ વીડિયોમાં બંનેની કેમેસ્ટ્રી જોવા મળી રહી છે, જેને તેઓ પસંદ કરી રહ્યા છે. જણાવી દઇએ કે, રણબીર અને શ્રદ્ધા આ દિવસોમાં સ્પેનમાં છે.

તેઓ લવ રંજનની અનટાઇટલ્ડ ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે. બંનેના શુટિંગના કેટલાક વીડિયો સામે આવ્યા છે, જે સો.મીડિયા પર ઘણા વાયરલ થઇ રહ્યા છે. જે વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે તેમાં રણબીર અને શ્રદ્ધા સ્પેનના રસ્તા પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. રણબીર ઘૂંટણ પર બેસેલો જોવા મળી રહ્યો છે અને બંને કિસ કરતા પણ જોવા મળે છે. તેમના પાછળ બેકગ્રાઉન્ડ ડાંસર પણ જોવા મળી રહ્યા છે. ચાહકોને આ ફિલ્મ પહેલા જ આ વીડિયોમાં બંનેની કેમેસ્ટ્રી જોવા મળી રહી છે, જે ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા પણ, બંને સ્ટાર્સના ફોટો અને વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયા હતા. ત્યારે હવે ફરી એકવાર તેમનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંને એક ગીતનું શૂટિંગ કરતા જોવા મળે છે. જેમાં બંને રસ્તા પર સાથે ડાન્સ કરી રહ્યાં છે. વીડિયોમાં રણબીર કપૂર શર્ટ અને જીન્સમાં જોવા મળી રહ્યો છે. જ્યારે શ્રદ્ધા યલો ડ્રેસ અને સફેદ સ્નીકરમાં જોવા મળે છે. બંનેનો લૂક ખૂબ જ શાનદાર લાગી રહ્યો છે.

આ વીડિયો સામે આવ્યા બાદ હવે ચાહકો આ બંનેને સાથે જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. ચાહકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એકે લખ્યુ- કૃપા કરીને આ ક્લિપ હટાવી દો. ફિલ્મને બગાડો નહીં,” બીજાએ કહ્યું, “જોવા માટે રાહ નથી જોઈ શકતો.” ગીતના વખાણ કરતાં એક ચાહકે લખ્યું, “પ્લીઝ આ ગીતનું નામ શું છે ? મને તે ખૂબ ગમે છે.” જ્યારે એકે પૂછ્યું, “શું આ અરિજિત સિંહનું ગીત છે ?” અન્ય એકે કહ્યું, “આના પર આલિયાની પ્રતિક્રિયા શું હશે.”

જણાવી દઈએ કે રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની આ ફિલ્મ હોળી 2023 પર રિલીઝ થવાની છે. રણબીર હાલમાં તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ બ્રહ્માસ્ત્રની રિલીઝની પણ રાહ જોઈ રહ્યો છે. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં તે લીડ રોલમાં છે. આ ફિલ્મમાં તેની સાથે પત્ની આલિયા ભટ્ટ જોવા મળશે. આ ફિલ્મ દ્વારા બંને પહેલીવાર સ્ક્રીન શેર કરવા જઇ રહ્યા છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય પણ છે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

Shah Jina