પ્રેગ્નેન્સી દરમ્યાન શૂટિંગ કરી રહી છે આલિયા તો પતિ રણબીર શર્ટલેસ થઈને વાણી કપૂર સાથે કરાવી રહ્યો છે સિઝલિંગ ફોટોશૂટ, જુઓ વીડિયો

આલિયા ભાભીને છોડીને રણબીર આ કોની સાથે લટ્ટુ થઈને બોલ્ડ ફોટોશૂટ કરી રહ્યો છે? જુઓ PHOTOS

બી ટાઉનમાં આ દિવસોમાં સૌથી હોટ ટોપિક રણબીર કપૂર અને આલિયા ભટ્ટની પ્રેગ્નેન્સીનો છે. દરેક લોકોને આ મોસ્ટ અવીટેડ બાળકનો ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લગ્નના 2 મહિના બાદ જ રણબીર આલિયાએ તેના આવનારા બાળકનું એલાન કરી દીધું હતું. ત્યારબાદ આ કપલ વર્ક કમિટમેન્ટના કારણે વ્યસ્ત છે અને જલ્દી બધા પ્રોજેક્ટનું શૂટિંગ પૂરું કરીને એક બીજાની સાથે પ્રેગ્નેન્સી ફેઝ એન્જોય કરશે.

આલિયા ભટ્ટ હાલ આ દિવસોમાં લંડનમાં તેની આવનારી હોલિવુડ ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’ની શૂટિંગ કરી રહી છે તો તેવામાં સોશિયલ મીડિયા પર રણબીર કપૂરનું એક લેટેસ્ટ ફોટોશૂટ ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યું છે. રણબીર કપૂર વીડિયોમાં અભિનેત્રી વાણી કપૂરની સાથે ખુબ જ સિઝલિંગ અંદાજમાં નજર આવી રહ્યા છે.

રણબીર કપૂર અને વાણી કપૂરની જોડી આવનારી ફિલ્મ ‘શમશેરા’માં નજર આવવાની છે. તેવામાં આ ફિલ્મને પ્રમોટ કરવા માટે રણબીર અને વાણી એક બીજાની સાથે એકથી એક જોરદાર રોમેન્ટિક શૂટ કરતા નજર આવી રહ્યા છે. સામે આવેલ આ લેટેસ્ટ વીડિયોમાં રણબીર કપૂર જ્યાં શર્ટલેસ થઈને ખુબ જ હોટ લાગી રહ્યા છે તો વાણી કપૂર પણ બ્રાલેસ લુકમાં તેની ટોન્ડ બોડી ફ્લોન્ટ કરતી ખુબ બોલ્ડ નજર આવી રહી છે.

રણબીર કપૂર અને વાણી કપૂરે આ ફોટોશૂટ હાર્પર બાઝાર માટે કરાવ્યું છે. કરણ મલ્હોત્રાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘શમશેરા’ની વાત કરીએ તો આ ફિલ્મ 1800ના અંત પર આધારિત છે. તેમાં રણબીરને પિતા અને પુત્રના ડબલ રોલમાં નજર આવશે. ફિલ્મમાં રણબીર કપૂર અને વાણી કપૂરની સાથે સંજય દત્ત પણ લીડ રોલમાં નજર આવશે. શમશેરા આ વર્ષે 22 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.

આલિયા ભટ્ટ ભલે કપૂર પરિવારની વહુ બની ગઈ હોય પરંતુ તેની સાસુ નીતુ કપૂરે તેની સાથે સારી મિત્રની જેમ રહે છે. અભિનેત્રી માટે નીતુ કપૂર એક સારી મિત્ર જેવી છે જે બીજી વહુઓ અને સાસુ માટે પ્રેરણા બની શકે છે. જોકે ખુદ નીતુ કપૂર પણ આ વાતને કહી ચુકી છે કે તે આલિયાની મિત્ર બનીને રહેવા માંગે છે.

Patel Meet