ફિલ્મોથી દૂર રહીને પણ કરોડો કમાય છે આલિયા ભટ્ટની નણંદ રિદ્ધિમા કપૂર, ખૂબસુરતીમાં આપે છે આલિયા-કરીનાને પણ ટક્કર

બોલિવૂડ અભિનેત્રી અને ભટ્ટ પરિવારની પુત્રી આલિયા ભટ્ટ હવે કપૂર પરિવારની વહુ બની ગઇ છે. તેણે પોતાના સાથી તરીકે પ્રખ્યાત અભિનેતા રણબીર કપૂરને પસંદ કર્યો છે. રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહની તેના નાના ભાઈના લગ્નને લઇને ખૂબ જ ઉત્સાહિત હતી. તેણે પોતાના ભાઈના લગ્ન માટે દરેક નાની-નાની બાબતોનું ધ્યાન રાખ્યુ હતુ. રણબીર કપૂરની મોટી બહેન રિદ્ધિમા કપૂર સાહની લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. રિદ્ધિમા કપૂર સાહનીનો જન્મ 15 સપ્ટેમ્બર 1980ના રોજ મુંબઈમાં થયો હતો. તેણે લંડનની અમેરિકન ઇન્ટરકોન્ટિનેન્ટલ યુનિવર્સિટીમાંથી ડિઝાઇનિંગ અને માર્કેટિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

ફિલ્મી પરિવારમાંથી આવતા હોવા છતાં, તેણે ફિલ્મોમાં કારકિર્દી ન બનાવવા અને ફેશન ડિઝાઇનર બનવાનું નક્કી કર્યું. રિદ્ધિમા કપૂર સાહની તેની માતા નીતુ કપૂરની ખૂબ જ નજીક છે. ઋષિ કપૂરે 1980માં નીતુ સિંહ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી બંનેને બે બાળકો છે એક દીકરો અને એક દીકરી. દીકરા રણબીર કપુરને તો તમે જાણો જ છો. પરંતુ તેમની દીકરી રિદ્ધિમા કપૂર વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. કપૂર ખાનદાનની જો કે ઘણી એવી દીકરીઓ જે બોલીવુડમાં રાજ કરી રહી છે, પણ રિદ્ધિમાનું આ બધાથી એકદમ ઉલટું જ ચાલી રહ્યું છે. તે બોલીવુડની દુનિયાથી ખુબ જ દુર રહે.

રિદ્ધિમાએ ફેશન ડીઝાઇનિંગ અને ઇંટીરીયર ડીઝાઇનિંગનો કોર્સ કરેલો છે. રિદ્ધિમા ફેશન ઇન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે.  ફેશન ડિઝાઈનીગ સિવાય તે  જવેલરી ડિઝાઇનિંગ પણ કરે છે. રિદ્ધિમા એકલી જ કરોડો રૂપિયાની માલકીન છે.રિદ્ધિમાએ 25 જાન્યુઆરી 2006નાં રોજ તેના જૂના મિત્ર અને દિલ્લીનાં બિઝનેસમેન ભરત સાહની સાથે લગ્ન કર્યા હતા.આ બંનેની મુલાકાત 1997માં લંડનમાં થઇ હતી. તેના બાદ વર્ષ 2001માં બંને મુંબઈમાં એક લગ્નમાં મળ્યા જ્યાં બંનેની ઓળખ થઇ. 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનએ લગ્ન કર્યા હતા.

23 માર્ચ 2011ના રોજ બંને એક દીકરીના માં-બાપ બન્યા. એક દીકરીની માં હોવા છતાં પણ રિદ્ધિમાએ પોતાનો બીઝનેસને ન છોડ્યો અને દીકરીને સંભાળવાની સાથે સાથે તે પોતાના બીઝનેસને પણ સંભાળતી આવી છે.રિદ્ધિમાએ આર જ્વેલરી નામની એક જ્વેલરી બ્રાંડ બનાવી છે. આજે તેનુ ફેશન ઇન્ડસ્ટ્રીમાં ખુબ નામ છે. જણાવી દઈએ કે દિલ્લીમાં રિદ્ધિમાનું નામ ટોપ 25 બીસનેસમેનમાં થોડા સમય પહેલા શામિલ કરવામાં આવ્યુ હતુ. રિદ્ધિમાએ પોતાની મહેનત અને પોતાના કામ પ્રતિ લગનથી આજે કરોડોનો બીઝનેસ ઉભો કરી નાખ્યો છે અને તે મોટાભાગે બોલીવુડની પાર્ટીસ અને એવોર્ડ ફંકશનમાં પણ જોવા મળે છે.

રિદ્ધિમાની લોકપ્રિયતા કોઈ અભિનેત્રીથી ઓછી નથી. સુંદરતામાં રિદ્ધિમા આલિયા ભટ્ટને પણ ટક્કર આપે છે. રિદ્ધિમા કપૂરે ભાઈ રણબીર કપૂરના વેડિંગ ફંક્શનમાંથી પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો હતો, જે ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તે સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. રિદ્ધિમા સુંદરતામાં આલિયા ભટ્ટ સાથે સ્પર્ધા કરે છે.રિદ્ધિમા કપૂર સાહની દરેક લુકમાં પાયમાલ કરે છે. વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ આઉટફિટ, તે દરેક ડ્રેસમાં સુંદર દેખાય છે.રણબીરની બહેન રિદ્ધિમા તેની ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે.

તે ઘણીવાર ઈન્સ્ટા એકાઉન્ટ પર યોગ કરતી વખતે તેની તસવીરો શેર કરતી રહે છે. રિદ્ધિમા કપૂર સાહની એ સ્ટાર કિડ્સમાંથી એક છે જે ફિલ્મ લાઇનમાં ન હોવા છતાં સોશિયલ મીડિયા પર ખૂબ પ્રખ્યાત છે. તેના લાખો ફોલોઅર્સ છે. રિદ્ધિમા પોતાની ફિટનેસને લઇને પણ ખૂબ સજાગ છે. લાગે છે કે લગ્ન બાદ ફિટનેસમાં નણંદ રિદ્ધિમા કપૂર સાહની ભાભી આલિયાને ટક્કર આપતી જોવા મળશે. રિદ્ધિમા કપૂર અવારનવાર સોશિયલ મીડિયા પર યોગ કરતી પોતાની તસવીરો પોસ્ટ કરતી જોવા મળે છે.

રિદ્ધિમાનું બેલેન્સ ઘણું સારું છે. તે મુશ્કેલ યોગ પોઝ ખૂબ જ સરળતાથી કરી શકે છે. નીતુ કપૂર ફિટનેસને લઈને પણ ઘણી સભાન છે. જ્યારે પણ રિદ્ધિમા તેની માતા સાથે યોગ કરે છે, ત્યારે તે તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરવાનું ભૂલતી નથી. રિદ્ધિમા કપૂર હંમેશા યોગમાં રસ ધરાવતી હતી અને કદાચ આ જ કારણ છે કે તે પોતાના યોગના વીડિયોને આટલા ઉત્સાહથી શેર કરતી રહે છે. યોગમાં જ રિદ્ધિમા કપૂર પોતાના માટે નવા નવા પડકારો પસંદ કરતી રહે છે.

આ સિવાય કિક બોક્સિંગ માત્ર આપણા શરીરને ફિટ રાખવા માટે જ જરૂરી નથી, પરંતુ તે સ્વ-રક્ષણની એક પદ્ધતિ પણ છે જે મહિલાઓને જોખમનો સામનો કરવાની તક આપે છે. રિદ્ધિમા કિક બોક્સિંગની તાલીમ પણ ખૂબ સારી રીતે લે છે. રિદ્ધિમાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો તે ડિઝાઈનર ન હોત તો કદાચ યોગ પ્રશિક્ષક અથવા રસોઈયા હોત. તેણે કુકિંગ ક્લાસ પણ લીધા છે.

Shah Jina