પપ્પા બનવાની ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યો છે રણબીર કપૂર, બેબી માટે પહેલાથી જ કરી લીધું આ મોટું કામ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ટૂંક સમયમાં જ પેરેન્ટ્સ બનવાના છે. સોમવારે એટલે કે 27 જૂનના રોજ આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે તેની પ્રેગ્નેંસીના સમાચાર શેર કર્યા હતા. આ પછી ભટ્ટ અને કપૂર પરિવાર સહિત ચાહકો અને નજીકના લોકોમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે.આ દરમિયાન એવા અહેવાલો છે કે રણબીરે તેના બેબી માટે પહેલેથી જ ખરીદી શરૂ કરી દીધી હતી. ફિલ્મફેરના અહેવાલ મુજબ, જ્યારે રણબીર સ્પેનમાં હતો ત્યારે તેણે તેના આવનારા બેબી માટે કપડાની ખરીદી કરી હતી.

રણબીર અહીં દિગ્દર્શક લવ રંજનની ફિલ્મના શૂટિંગમાં હતો. આ સમય દરમિયાન તેણે બેબીના કપડાની ખરીદી માટે સમય કાઢ્યો હતો. અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો એવું લાગે છે કે કપલે તેમના આવનારા બાળક માટે તૈયારી કરવાનું શરૂ કરી દીધું છે. આલિયા ભટ્ટના પ્રેગ્નન્સી એનાઉન્સમેન્ટ પછી તેની બહેન શાહીન ભટ્ટ, માતા સોની રાઝદાન અને સાસુ નીતુ કપૂર અને નણંદ રિદ્ધિમા કપૂરે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને તેને અભિનંદન પાઠવ્યા હતા.

મહેશ ભટ્ટે કહ્યું કે તે નાના બનવાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તે ઈચ્છે છે કે તેનો પરિવાર આ રીતે જ આગળ વધે. આ સિવાય સોની રાઝદાને કહ્યું હતું કે, ‘દુનિયામાં નવું જીવન લાવવું એ બે લોકો માટે સૌથી મહત્વપૂર્ણ અને સુંદર ક્ષણ છે. હું રણબીર અને આલિયા માટે ખૂબ જ ખુશ છું.’ જણાવી દઇએ કે, રણબીર કપૂરે ભૂતકાળમાં બાળક વિશે ઘણા સંકેતો આપ્યા હતા. ઇટાઇમ્સ સાથેની વાતચીતમાં રણબીર કપૂરે કહ્યું હતું કે તે પોતાના બાળકના નામનું ટેટૂ કરાવી શકે છે.

આ સિવાય શમશેરાની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રણબીરે કહ્યું હતું કે તે તેના પરિવારને આગળ લઈ જવા માંગે છે. આ માટે તેને ઘણું કામ કરવું પડશે. આલિયા હાલમાં યુકેમાં તેના હોલીવુડ ડેબ્યુ પ્રોજેક્ટ ‘હાર્ટ ઓફ સ્ટોન’ માટે શૂટિંગ કરી રહી છે. આલિયાની ડેબ્યુ હોલીવુડ ફિલ્મ ગેલ ગેડોટ અને જેમી ડોર્નન માટે ખૂબ જ ખાસ છે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મનું શૂટિંગ શેડ્યૂલ ઓગસ્ટમાં પૂર્ણ થશે. સાથે જ તેની ટીમે આલિયાનું વર્ક શેડ્યૂલ કેવું રહેશે તેની માહિતી આપી છે.

તેની ટીમે જણાવ્યું કે આલિયાએ તેના બોલિવૂડ પ્રોજેક્ટ્સનું શૂટિંગ પૂર્ણ કર્યું છે અને થોડા દિવસોમાં તે તેના હોલીવુડ પ્રોજેક્ટ ‘હાર્ટ ઓફ સ્ટોન’નું શૂટિંગ પણ પૂર્ણ કરશે. આ પછી આલિયા તેની હોમ પ્રોડક્શન ફિલ્મ ‘ડાર્લિંગ’ પર પ્રોડક્શન સંબંધિત કામ પૂર્ણ કરશે. આ પ્રોજેક્ટ્સ પૂરા થયા બાદ તે થોડો સમય બ્રેક લેશે. આલિયા અને રણબીર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, રણબીર અને આલિયાએ 14 એપ્રિલ 2022ના રોજ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. લગ્નના ત્રણ મહિના બાદ આલિયાએ તેની પ્રેગ્નેંસીના સમાચાર શેર કરી ચાહકોને મોટી ટ્રીટ આપી છે.

Shah Jina