આલિયા ભટ્ટ પતિ રણબીરને મળવાની ખુશી ના કરી શકી કંટ્રોલ, થવાવાળી મમ્મીએ બેબી કહી લગાડ્યો ગળે
પ્રેગ્નેન્સીની જાહેરાત બાદ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ તેની હોલિવૂડ ફિલ્મ ‘હાર્ટ ઓફ થ્રોન્સ’નું શૂટિંગ પૂરું કરીને મોડી રાત્રે લંડનથી મુંબઈ પરત ફરી હતી. આવી સ્થિતિમાં અભિનેતા રણબીર કપૂર તેની પત્નીને લેવા એરપોર્ટ પહોંચ્યો હતો. આ દરમિયાન રણબીર-આલિયા વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ જોવા મળ્યું હતું. સોશિયલ મીડિયા પર રણબીર આલિયાની આ દરમિયાનની ઘણી બધી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. રણબીર કપૂરને જોઈને આલિયા ભટ્ટ ખૂબ જ ઉત્સાહિત થઈ ગઈ.
આલિયાએ રણબીર કપૂરને જોયો કે તરત જ તેણે ‘બેબી’ કહીને બૂમ પાડી અને દોડતી તેને કારમાં જઇ ગળે લગાડ્યો. આલિયા-રણબીરનો આ ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર સૌથી વધુ વાયરલ થઈ રહ્યો છે અને નેટીઝન્સ આ વીડિયોને વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે. આલિયાને એરપોર્ટ પર જોઈને બધા તેને ઉત્સાહથી અભિનંદન આપવા લાગ્યા, આવી સ્થિતિમાં આલિયાએ સુંદર સ્મિત અને હાથ જોડીને સૌનો આભાર માન્યો. એટલું જ નહીં આ દરમિયાન બધાની નજર આલિયા ભટ્ટના બેબી બમ્પ પર ટકેલી હતી.
આલિયાના લગ્નને ત્રણ મહિના પણ પૂરા થયા નથી અને આવી સ્થિતિમાં આટલા મોટા બેબી બમ્પને જોઈને બધા લગ્ન પહેલા તેની પ્રેગ્નન્સીની ચર્ચા કરી રહ્યા છે. લુકની વાત કરીએ તો, રણબીરે શર્ટ અને જીન્સ પહેર્યુ હતુ અને આલિયા વ્હાઇટ ઓપન શર્ટમાં જોવા મળી હતી. આ દરમિયાન આલિયાએ ચહેરા પર માસ્ક પહેર્યુ હતુ અને આલિયાના ચહેરા પર પ્રેગ્નેંસીની ચમક પણ જોવા મળી હતી. આલિયા પોતાના પતિને કારમાં બેઠેલો જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. રણબીરે તેની પત્ની આલિયાને સરપ્રાઇઝ આપ્યુ હતુ.
એક તરફ રણબીર કપૂરના રોમેન્ટિક સ્ટાઈલ પર ચાહકો દિલ ગુમાવી રહ્યા છે, તો બીજી તરફ ઘણા યુઝર્સ રણબીરને ટ્રોલ કરી રહ્યા છે. રણબીર કપૂર ચેકર્ડ શર્ટ અને જીન્સ પહેરીને એરપોર્ટ પર પહોંચ્યો હતો. આલિયા બહાર આવે તે પહેલા તે પોતાના ફોનમાં વ્યસ્ત જોવા મળ્યો હતો. રણબીર તેની પત્નીની રાહ જોતો હતો ત્યારે તે પગ ઉંચા કરીને કારમાં બેઠેલો જોવા મળ્યો હતો. તેના વાળ પણ વિખરાયેલા હતા.
આ સ્ટાઈલ જોઈને કેટલાક ટ્રોલર્સે તેને નશેડી અને ચરસી કહ્યુ. કેટલાક યુઝર્સને રણબીરનો લુક અને તેની બેસવાની સ્ટાઈલ બિલકુલ પસંદ ન આવ્યો. રણબીર કપૂરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તે વિખરાયેલા વાળ સાથે ખુલ્લા પગે કારમાં બેઠેલો જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. જૂનમાં આલિયાએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.
View this post on Instagram
શનિવારે આલિયાની ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’ના સેટ પરથી કેટલીક તસવીરો પણ વાયરલ થઈ હતી. જેમાં તે એક્શન અવતારમાં જોવા મળી હતી. આ દરમિયાન બધાની નજર આલિયાના બેબી બંપ પર હતી. આલિયા અને રણબીરે એપ્રિલ મહિનામાં લગ્ન કર્યા હતા અને જૂનમાં આલિયાએ તેની પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી. ત્યારે આટલો મોટો બેબી બંપ દેખાતા સૌ કોઇ તેની પ્રેગ્નેસીની ચર્ચા કરી રહ્યા છે.