“બ્રહ્માસ્ત્ર” ફિલ્મની સફળતા માટે લાલ બાગ ચા રાજાના ચરણોમાં માથું ટેકવવા પહોંચ્યો અભિનેતા રણબીર કપૂર, સોનુ સુદ સાથે પણ થઇ મુલાકાત, જુઓ વીડિયો

રણબીર કપૂર અને તેની પત્ની આલિયા ભટ્ટની નવી ફિલ્મ “બ્રહ્માસ્ત્ર” આજથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ ઘણા વિવાદોથી ઘેરાયેલી છે અને તેના વિશે લોકોના અલગ-અલગ મંતવ્યો છે. જ્યાં એક તરફ ફિલ્મનું એડવાન્સ બુકિંગ રેકોર્ડ તોડી રહ્યું છે તો બીજી તરફ ફિલ્મમાં બોયકોટ બ્રહ્માસ્ત્રનો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે ફિલ્મના કલાકાર રણબીર કપૂર ગણપતિ બાપ્પાના દર્શન કરવા લાલબાગચા રાજા પહોંચ્યો હતો.

મોટા બજેટની ફિલ્મ “બ્રહ્માસ્ત્ર” આજે રિલીઝ થઇ છે ત્યારે આ ફિલ્મના કલાકારોમાં ખુશી પણ છે સાથે જ નર્વસનેસ પણ જોવા મળી રહી છે. ત્યારે આવી સ્થિતિમાં ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર રણબીર કપૂર બાપ્પાના આશીર્વાદ લેવા માટે ફિલ્મના નિર્દેશક અયાન મુખર્જી સાથે લાલબાગચા રાજા પહોંચ્યા હતા.

લોકોની ભીડમાંથી પસાર થઈને, અયાન અને રણબીર બાપ્પા પાસે પહોંચ્યા હતા અને તેમની આગામી ફિલ્મની સફળતા માટે બાપ્પાના આશીર્વાદ લીધા હતા. રણબીરની જે તસવીરો વાયરલ થઈ રહી છે તેમાં રણબીર ગણપતિ બાપ્પાના ચરણોમાં માથું નમાવતો જોવા મળી રહ્યો છે અને લાગે છે કે તે ફિલ્મ સુપરહિટ બને તે માટે આશીર્વાદ માંગી રહ્યો છે.

રણબીર કપૂર મુંબઈના પંડાલમાં લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્યો હતો, તે એથનિક વેરમાં એકદમ હેન્ડસમ લાગતો હતો. આ દરમિયાન બોલિવૂડ એક્ટર સોનુ સૂદ પણ ત્યાં હાજર હતો, સોનુ સૂદ રણબીર કપૂરને મળ્યો હતો અને બંનેએ હાથ મિલાવ્યો હતો. આ સાથે સોનુ સૂદ પણ અયાન મુખર્જીને ગળે લગાવતો જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તમને જણાવી દઈએ કે તેની કો-એક્ટર અને પત્ની આલિયા ભટ્ટ રણબીર સાથે જોવા મળી ન હતી. થોડા સમય પહેલા જ્યારે અયાન, આલિયા અને રણબીર મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન ગયા હતા, ત્યારે રણબીરના જૂના ઈન્ટરવ્યુના કારણે વિરોધીઓએ તેને અને આલિયાને મંદિરમાં પ્રવેશવા દીધો નહોતો. તમને જણાવી દઈએ કે મુંબઈના લાલબાગચામાં આવું કંઈ બન્યું નથી.

Niraj Patel