મનોરંજન

કપૂર પરિવારમાં ફરી એકવાર આવ્યા ખરાબ સમાચાર, ફેન્સ શોક્ડ થયા

બોલિવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરના દીકરા અને બોલિવુડ અભિનેતા રણબીર કપૂરની તબિયત ખરાબ થયાના સમાચાર સામે આવ્યા છે. રણબીર કપૂરના કાકા રણધીર કપૂરે આ વાતની જાણકારી આપી છે. તેમણે કહ્યુ કે, તેમને એવું લાગે છે કે તેમનો ભત્રીજો કોરોના સંક્રમિત થયો છે. જેના કારણે તેને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો છે.

Image source

કપૂર પરિવારની ચિંતા ફરી એકવાર વધી ગઇ છે. બોલિવુડ અભિનેતા રણબીર કપૂર આ દિવસોમાં બીમાર છે. રણબીર હાલ ક્વોરેન્ટાઇનમાં છે અને આરામ કરી રહ્યા છે.

Image source

રણબીરના બીમાર થયાની ખબર સામે આવતા જ કાકા રણધીર કપૂરે આ મામાલે હકિકત જણાવી છે અને તેમણે કહ્યુ કે, રણબીર કપૂર બીમાર છે. આ વાત રણધીર કપૂરે અંગ્રેજી વેબસાઇટ પિંકવિલા સાથે વાતચીતમાં કહી હતી.

Image source

જયારે તેમને પૂછવામાં આવ્યુ કે, શું રણબીર કપૂર કોરોના વાયરસથી સંક્રમિત છે તો તેમને જવાબ હામાં આપ્યો હતો. તે બાદ તેમણે આગળ કહ્યુ કે, મારુ માનવું છે કે, તે ઠીક નથી પરંતુ મને એ વાત પર વિશ્વાસ નથી થતો કે આવું કેવી રીતે થયું. હું શહેરમાં નથી. સોશિયલ મીડિયા પર આ ખબરની ઘણી ચર્ચા થઇ રહી છે.

Image source

રણબીર કપૂરની આ ખબર સામે આવ્યા બાદ ચાહકો તેના માટે જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં નીતૂ કપૂર પણ પોઝિટીવ આવ્યા હતા. “જુજ જુગ જીયો” ફિલ્મની શુટિંગ દરમિયાન તેઓ કોરોના સંક્રમિત થયા હતા.

Image source

રણબીર કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે આલિયા ભટ્ટ સાથે ફિલ્મ “બ્રહ્માસ્ત્ર”માં જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ મહત્વના રોલમાં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન અયાન મુખર્જી કરી રહ્યા છે.