“બ્રહ્માસ્ત્ર” ફિલ્મના પ્રમોશન માટે વિશાખાપટ્ટનમ પહોંચેલા રણબીર કપૂરનું થયું ભવ્ય સ્વાગત, ક્રેનથી પહેરાવી ફૂલોની માળા, જુઓ વીડિયો

રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ છે. રણબીર પોતાની ફિલ્મના પ્રમોશન માટે વિશાખાપટ્ટનમ ગયો છે. અહીં ચાહકોએ તેનું જોરદાર સ્વાગત કર્યું. ચાહકો તેમના મનપસંદ અભિનેતાને તેમના શહેરમાં જોઈને ખુબ જ ખુશ થયા હતા. આ દરમિયાન રણબીરની સાથે દિગ્દર્શક અયાન મુખર્જી અને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા એસ.એસ. રાજામૌલી પણ હાજર હતા. ચાહકોએ ત્રણેયનું ભવ્ય સ્વાગત કર્યું.

રણબીર કપૂર, અયાન મુખર્જી અને એસ.એસ. રાજામૌલી એરપોર્ટની બહાર આવતાની સાથે જ બહાર ચાહકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. બધાએ રણબીરનું ગુલાબ અને ફૂલોથી સ્વાગત કર્યું. પોતાના સુપરસ્ટારને જોઈને ચાહકો એટલા ખુશ થયા કે તેઓ તેના નામને લઈને જોર જોરથી બૂમો પાડવા લાગ્યા. તમને જણાવી દઈએ કે રણબીર સફેદ રંગના કુર્તા પાયજામામાં અહીં પહોંચ્યો હતો. તેનો લુક શાનદાર લાગી રહ્યો છે.

રણબીર કપૂર, રાજામૌલી અને અયાન મુખર્જી ખુલ્લી કારમાં શહેરના રસ્તાઓ પર ફરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં ચાહકો પણ તેમની સાથે રહ્યા હતા. આટલું જ નહીં, રોડ શો દરમિયાન રણબીરનું ભવ્ય ફૂલોની માળા પહેરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ફૂલ માળા ક્રેન દ્વારા અદભૂત ફેશનમાં પહેરાવવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Rajesh Kumar Reddy (@rajeshreddyega)

રણબીરનો ઉત્સાહ પણ જોવા જેવો હતો. તેણે ચાહકોને પણ નિરાશ કર્યા ન હતા અને તેમને ખુલ્લેઆમ મળતો જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે ‘બ્રહ્માસ્ત્ર’ના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરતી વખતે લખવામાં આવ્યું છે કે, ‘આજે ‘બ્રહ્માસ્ત્ર’ વિશે એક ખાસ જાહેરાત થવા જઈ રહી છે. સંપર્કમાં રહો.

 

View this post on Instagram

 

A post shared by CineRiser (@cineriserofficial)

તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે જોવા મળશે. બંનેની જોડીને જોવા માટે ચાહકો આતુર છે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ઉપરાંત, અયાન મુખર્જીની ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન, મૌની રોય અને ડિમ્પલ કાપડિયા પણ મુખ્ય ભૂમિકામાં છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું ટ્રેલર 15 જૂને રિલીઝ થશે. હાલમાં જ અયાન મુખર્જીએ આની જાહેરાત કરી છે.

Niraj Patel