રણબીર કપૂરને સાસુ સોની રાઝદાને આપી આટલી મોંઘી ગિફ્ટ, તો સાળીઓએ જૂતા છુપાઈ રસ્મમાં માગ્યા આટલા કરોડ રૂપિયા

રણબીર કપૂરને સાસુ સોની રાઝદાને આપી અધધધધધ કરોડની ભેટ, જૂતા છુપાઈમાં સાળીઓએ માંગ્યા અધધધધ કરોડ,પછી…

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે ધામધૂમથી લગ્ન થઇ ગયા છે. આ પ્રાઇવેટ સેરેમનીમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના લોકો જ હાજર રહ્યા હતા. આ ફંક્શન રણબીરના ઘરે ‘વાસ્તુ’માં થયું હતું અને સોશિયલ મીડિયા પર દુલ્હા દુલ્હનની સુંદર તસવીરોનો છવાયેલી છે પરંતુ હવે લગ્નની અંદરના ઘણા સમાચાર પણ સામે આવી રહ્યા છે.

જૂતાની ચોરી વખતે રણબીરે તેની સાળીને કેટલા પૈસા આપ્યા? આલિયાની માતા સોની રાઝદાને જમાઈને શું ભેટ આપી? અને શું તમે જાણો છો કે લગ્ન સમારોહમાં આવેલા મહેમાનોને એક ગિફ્ટ પણ આપવામાં આવી છે, જેને આલિયાએ પોતે પસંદ કરી હતી.

વેડિંગ ફંક્શન્સ બે દિવસના હતી. 13મી એપ્રિલે શરૂ થયેલ ફંક્શન 14મી એપ્રિલે કપલના લગ્ન સાથે પૂરુ થયુ હતુ. આ દરમિયાન મહેંદીથી લઈને સગાઈ સુધીની તમામ વિધિઓ થઈ હતી. જ્યારે રણબીરને બેન્ડ મળ્યો તો આલિયાને બદલામાં હીરાની વીંટી મળી. આ સિવાય આલિયાની માતા સોની રાઝદાને તેના જમાઈને એક મોંઘી ઘડિયાળ ભેટમાં આપી હતી. આ એક એવી બ્રાન્ડની ઘડિયાળ છે, જે નોર્મલ ઘડિયાળની શોપ પર મળવી મુશ્કેલ છે. મીડિયા રિપોર્ટ અનુસાર તેની કિંમત લગભગ 2.50 કરોડ રૂપિયા કહેવામાં આવી રહી છે.

રીત-રિવાજ અને પરંપરા મુજબ લગ્નમાં ઉપસ્થિત મહેમાનોને ગિફ્ટ તરીકે કાશ્મીરી શાલ આપવામાં આવી હતી જે ખાસ કરીને દુલ્હન આલિયાએ પસંદ કરી હતી. મીડિયા રીપોર્ટ્સ અનુસાર શાલની ક્વોલિટી ખુબ સારી હતી અને દરેક તેનાથી ખુશ હતા. ‘જૂતા છુપાઈ’ રસમ દરમ્યાન દુલ્હનની ગર્લ ગેંગે ખૂબ જ મસ્તી કરી હતી. તેમણે આ રસ્મ માટે રણબીર પાસેથી 11.5 કરોડ રૂપિયાની માંગણી કરી પરંતુ ખૂબ હાસ્ય અને મસ્તી બાદ 1 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

આલિયા ભટ્ટની હલ્દી સેરેમની 14 એપ્રિલના રોજ સવારે થઈ હતી પરંતુ તેણે પરંપરાગત ‘ચુડા’ વિધિ કરી ન હતી. આ વિધિ એટલા માટે કરવામાં આવી ન હતી કારણ કે આ માટે કન્યાએ ઓછામાં ઓછા 40 દિવસ સુધી ચૂડો પહેરવાનો હોય છે. આલિયા ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ તેની પહેલી હોલીવુડ ફિલ્મ છે અને તે Gal Gadot સાથે ડેબ્યુ કરશે. આ કારણે તેની ચૂડા સેરેમની કરવામાં આવી ન હતી.

Patel Meet