પહેલા રણબીર સાથે શાંતિથી સેલ્ફી લીધી અને પછી કરી નાખી એવી હરકત કે આલિયાને પણ આવી જશે ગુસ્સો.. જુઓ વીડિયો
બોલીવુડના સેલિબ્રિટીઓના ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે અને તેમની એક ઝલક જોવા માટે પણ ચાહકો પડાપડી કરી મુકતા હોય છે. ત્યારે આ સેલેબ્સ જયારે પબ્લિકની વચ્ચે આવે છે ત્યારે તેમની સાથે સેલ્ફી લેવા માટે પણ લોકોના ટોળા ઉમટતા હોય છે. પરંતુ ઘણીવાર આ દરમિયાન કેટલીક એવી ઘટનાઓ બને છે જેના કારણે તેમને મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે.
ત્યારે હાલ અભિનેતા રણબીર કપૂર સાથે પણ કંઈક એવું જ થયેલું જોવા મળ્યું. આ દિવસોમાં રણબીર કપૂર તેની આગામી ફિલ્મ “તુ જૂઠી મેં મક્કાર”ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે શ્રદ્ધા કપૂરની સાથે જોવા મળવાનો છે. આ ફિલ્મમાં ઈમોશન, ડ્રામા, રોમાન્સ બધું જ છે. એકંદરે, આ ફિલ્મ મનોરંજનનો સંપૂર્ણ ડોઝ છે. શ્રદ્ધા અને રણબીર બંને આ ફિલ્મનું સતત પ્રમોશન કરી રહ્યા છે કારણ કે તેમની ફિલ્મ થોડા દિવસોમાં રિલીઝ થવાની છે.
હાલમાં જ રણબીર કપૂરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અભિનેતા સાથે આવી ઘટના બની છે, જેને જોઈને તેના ફેન્સ ખૂબ જ નારાજ છે. થોડા સમય પહેલા આદિત્ય રોય કપૂરનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં એક મહિલા ફેન તેને કિસ કરવાનો પ્રયાસ કરી રહી હતી. આ મામલો હજુ અટક્યો ન હતો કે હાલમાં જ વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક ફેને રણબીર કપૂર સાથે આવું કૃત્ય કર્યું, ફરી એકવાર ફેન્સનો પારો સાતમા આસમાને પહોંચી ગયો છે.
આ મામલો શનિવારનો છે, રણબીર કપૂર “તુ જૂઠી મેં મક્કાર”ના પ્રમોશન દરમિયાન એક ઈવેન્ટમાં પહોંચ્યો હતો. ત્યારે એક ફિમેલ ફેન રણબીર સાથે સેલ્ફી લેવા પહોંચી ગઈ હતી. પહેલા તો તેણે શાંતિથી રણબીર સાથે સેલ્ફી લીધી, પરંતુ પછી અભિનેતા આગળ વધતા જ તેણે રણબીરને પકડીને કિસ કરવાનો પ્રયાસ કર્યો. જેના કારણે રણબીર એક ક્ષણ માટે થોડો અસહજ બની ગયો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
વીડિયો સામે આવ્યા બાદ ફેન્સ સોશિયલ મીડિયા પર યુવતી પ્રત્યે પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘વિશ્વાસ નથી આવી શકતો કે તે આ કેવી રીતે કરી શકે..કોઈની સંમતિ વિના સ્પર્શ’. અન્ય એક વ્યક્તિએ કહ્યું, ‘રણબીરની જગ્યાએ કોઈ મહિલા સ્ટાર હોત તો કેવું રિએક્શન હોતું ?’ લવ રંજન દ્વારા નિર્દેશિત “તુ જૂઠી મેં મક્કાર” માર્ચમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન કેમિયો કરતો જોવા મળશે.