દુબઈમાં વેકેશન મનાવી રહેલા રણબીર કપૂરની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ
કોરોના વાયરસના કારણે લગાવવામાં આવેલા લોકડાઉન બાદ હવે અનલોકમાં છૂટછાટ મળવાની સાથે ઘણા લોકો વેકેશન માણવા માટે નીકળી ગયા છે. તો હાલ ફિલ્મી સિતારાઓ પણ વિદેશમાં વેકેશન માણી રહ્યા છે. ત્યારે આ દરમિયાન જ અભિનેતા રણબીર કપૂરની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
રણબીર પોતાની રજાઓ દુબઈની અંદર મનાવી રહ્યો છે. રણબીર પોતે તો સોશિયલ મીડિયા ઉપર નથી છતાં પણ તેની તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે. જેમાં તેની સાથે એક છોકરી જોવા મળી રહી છે. હવે ચર્ચાનો વિષય એ બન્યો છે કે તેની સાથે જોવા મળેલી છોકરી કોણ છે? કારણ કે આલિયા ભટ્ટ તેની સાથે આ વેકેશનમાં સાથે નથી.
View this post on Instagram
હાલમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ડેટિંગની ખબરો જગ જાહેર છે. ત્યારે આ બધા વચ્ચે દુબઈની અંદર રણબીર સાથે જોવા મળેલી છોકરી ચર્ચાનો વિષય છે.
View this post on Instagram
રણબીરને લગભગ 1 અઠવાડિયા પહેલા એરપોર્ટ ઉપર જોવામાં આવ્યો હતો અને ત્યારે જ તે પોતાના દુબઈના વેકેશન ઉપર નીકળ્યો હતો. જોકે રણબીર દુબઈની અંદર વેકેશન માનવવા ગયો કે પછી કોઈ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયો છે તે હજુ સ્પષ્ટ નથી થઇ શક્યું. પરંતુ પોતાના આ વેકેશન માટે રણબીરે ફિલ્મ “બ્રહ્માસ્ત્ર”ના બધા જ પોસ્ટ પ્રોડક્શનના કામથી બ્રેક લીધો છે.
View this post on Instagram
જોકે અઠવાડિયાથી દુબઈમાં ગયેલા રણબીરની વધારે તસવીરો સામે તો નથી આવી પરંતુ હાલમાં જ તેની બે તસવીરો સોશિયલ મીડિયામાં છવાઈ રહી છે. પોતાની આ તસ્વીરોમાં રણબીર પોતાની એક મહિલા પ્રસંશક સાથે જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
રણબીરની વાયરલ થઇ રહેલી તસ્વીરોમાં તે ખુબ જ ફિટ અને સ્લિમ દેખાઈ રહ્યો છે. આ તસ્વીરોમાં રણબીરે બ્રાઉન રંગની અંદર આર્મર ટી-શર્ટ અને બેજ કલરનું પેન્ટ પહેર્યું છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાય મહિનાઓથી રણબીર સતત નિર્દેશક અયાન મુખર્જી અને પ્રોડ્યુસર કરણ જોહરની ફિલ્મ “બ્રહ્માસ્ત્ર”ના કામમાં લાગેલો હતો.આ ફિલ્મ આ વર્ષના અંતમાં રિલીઝ થવાની હતી પરંતુ લોકડાઉનના કારણે આ ફિલ્મના રિલીઝને આગળ વધારી દેવામાં આવ્યું છે.