ખબર મનોરંજન

તો આ કારણથી રણધીર કપૂરના જન્મદિવસની પાર્ટી કરવા પહોંચ્યો હતો સમગ્ર કપૂર પરિવાર, વાંચો વિગત

કરીના કપૂરના પિતા રણધીર કપૂર તેમનો 74મો જન્મદિવસ મનાવી રહ્યા છે. રણધીર કપૂરનો જન્મ 15 ફેબ્રુઆરી 1947ના રોજ મુંબઇમાં થયો હતો. 14 ફેબ્રુઆરીની મોડી રાત્રે રણધીર કપૂરને જન્મદિવસની શુભકામનાઓ આપવા માટે અને રાજીવ કપૂરના દુ:ખમાંથી બહાર આવવા માટે કપૂર પરિવાર તેમના ઘરે પહોંચ્યો હતો.

Image source

પ્રેગ્નેંસીના છેલ્લા દિવસોમાં કરીના કપૂર ખાન તેના પિતાને જન્મદિવસની શુભકામના આપવા પહોંચી હતી. આ અવસર પર કરીનાએ પીળા રંગનો પ્રિન્ટેડ ડ્રેસ પહેર્યો હતો. તેમના વાળ ખુલ્લા હતા અને તેમના મોં પર ઉદાસી દેખાઇ રહી હતી. કરીના કપૂર પાર્ટીમાં પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમુર સાથે પહોંચી હતી.

Image source

આ પાર્ટીમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નીતૂ સિંહ, તેમની દીકરી રિદ્ધિ મા પણ જોવા મળ્યા હતા. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એકસાથે જોવા મળ્યા હતા. તેઓએ મેચિંગ કપડા પહેર્યા હતા.

Image source

રણધીર કપૂરની દીકરી કરિશ્મા કપૂર પણ તેમના બાળકો સાથે પિતાને જન્મદિવસની શુભકામના આપવા પહોંચી હતી. રણધીર કપૂર આજે તેમનો 74મો જન્મદિવસ મનાવી રહ્યા છે. આ ખાસ અવસર પર 14 જાન્યુઆરીની મોડી રાત્રે કપૂર પરિવાર જોવા મળ્યો હતો

image source

આ ખાસ અવસર પર રણધીર કપૂરની પત્નિ બબીતા કપૂર પણ પહોંચી હતી. તેમજ પાર્ટીમાં સમગ્ર કપૂર પરિવાર જોવા મળ્યો હતો. આલિયા ભટ્ટ, રણબીર કપૂર, કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન, બબીતા કપૂર, કરિશ્મા કપૂર તેના બંને બાળકો સાથે, નીતૂ કપૂર તેમની દીકરી રિદ્ધિમા સાથે જોવા મળ્યા હતા.

Image source

રણધીર કપૂરની બહેન રીમા જૈન, આદર જૈન, તારા સુતારિયા, સંજય કપૂર, તેમની પત્નિ મહીપ કપૂર, કરણ જોહર પણ ઉપસ્થિત રહ્યા હતા. રણધીર કપૂરના ઘરે બર્થ ડે પાર્ટીમાં કપૂર પરવાર જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર આ તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે.

Image source

અરમાન જૈન પણ પત્નિ અનીષા સાથે મામા રણધીર કપૂરના જન્મદિવસની પાર્ટીમાં સામેલ થયા હતા. આ પાર્ટીમાં કરીના કપૂર ખાન બેબી બંપ સાથે જોવા મળી હતી ગાડીમાંથી ઉતરતી વખતે જ એવું લાગી રહ્યુ હતુ કે તેમને ચાલવામાં તકલીફ પડી રહી છે.

Image source

રણધીર કપૂરના જન્મદિવસની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. પાર્ટીમાં સામેલ થયેલ બધા સભ્યોની તસવીર ખૂબ જ વાયરલ થઇ રહી છે. તમને જણાવી દઇએ કે, આ પાર્ટીને કારણે કપૂર પરિવાર ટ્રોલ થયો છે.

Image source

ઉલ્લેખનીય છે કે, 9 ફેબ્રઆરીના રોજ રણધીર કપૂરના સૌથી નાના ભાઇ અને કપૂર પરિવારના સભ્ય રાજીવ કપૂરનું હાર્ટ અટેકને કારણે નિધન થયું હતું. સમગ્ર પરિવાર આ ઘટનાને લઇને ઘણો દુખી હતો.

Image source

રણધીર કપૂરના મોં પર તેમના ભાઇને ગુમાવવાનું દુ:ખ ઘણું છલકાઇ રહ્યુ હતું. આવામાં રાજીવ કપૂરના નિધનના 6-7 દિવસ બાદ રણધીર કપૂરના જન્મદિવસની પાર્ટીના સમાચાર સાંભળી લોકો ગુસ્સે થઇ ગયા હતા અને કપૂર પરિવાર આ પાર્ટીને કારણે ટ્રોલ થયો હતો.

Image source

જો કે, રણધીર કપૂરને જન્મદિવસની શુભકામનાઓ આપવા માટે અને રાજીવ કપૂરના નિધનના દુ:ખમાંથી બહાર આવવા માટે કપૂર પરિવાર તેમના ઘરે પહોંચ્યો હતો. કરીના કપૂર પતિ સૈફ સાથે ગાડીમાંથી ઉતરતી જોવા મળી હતી. આ દરમિયાન કરીના પીળા અને લીલા કલરના ડ્રેસમાં જોવા મળી હતી. તમને જણાવી દઇએ કે, કરીના કપૂર ખાન જલ્દી જ તેના બીજા બાળકને જન્મ આપવાની છે.