આલિયા અને રણબીર છે કરોડોની સંપત્તિના માલિક, જાણો બંનેમાંથી કોની પાસે છે વધારે સંપત્તિ

બોલિવૂડમાં આ સમયે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન ખૂબ જ ચર્ચામાં છે. આલિયા અને રણબીરના લગ્નના ફંક્શનો શરૂ થઇ ગયા છે. આ ફંક્શનમાં સૌથી પહેલા પૂજા કરવામાં આવી હતી અને તે બાદ હવે બંનેની મહેંદી સેરેમની શરૂ થઇ છે. રણબીર અને આલિયાના લગ્નને લઇને બંનેના ઘરને પણ જોરદાર સજાવવામાં આવ્યા છે. બંને આ અઠવાડિયાના અંત સુધીમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે. ચાહકો પણ લાંબા સમયથી બંનેના લગ્નની રાહ જોઈ રહ્યા હતા.

તેમના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી હતી અને આખરે લગ્નની તૈયારીઓ પૂર્ણ થતા જ તેમની પ્રી વેડિંગ સેરેમની શરૂ થઇ ગઇ છે. આ લગ્નમાં ખૂબ જ ગણતરીના મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યુ છે. જો કે આ બધાની વચ્ચે બંનેના લગ્ન વિશે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. તમને જણાવી દઈએ કે બંને કલાકારો બોલિવૂડના ટોચના કલાકારોમાંથી એક છે. બંને ખૂબ કમાણી પણ કરે છે, તો આજે અમે તમને બંનેની નેટવર્થ વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

Canknowledgeના રિપોર્ટ અનુસાર આલિયા એક ફિલ્મ માટે 9-10 કરોડ રૂપિયા લે છે. તે માત્ર ફિલ્મોમાં અભિનય કરીને જ નહીં પરંતુ પર્ફોર્મન્સ, ગીતો અને જાહેરાતોમાં કામ કરીને પણ કમાણી કરે છે. આલિયાના ઘરની વાત કરીએ તો તે 205, સિલ્વર બીચ એપાર્ટમેન્ટ, જુહુમાં રહે છે. આ સિવાય તેનું બીજું ઘર પણ છે જેમાં તે બહેન શાહીન ભટ્ટ સાથે રહે છે. આલિયાના આ ઘર લક્ઝરી છે જેને મોટા ડિઝાઈનરોએ ડિઝાઈન કર્યા છે.

આલિયા પાસે ઘણા લક્ઝરી વાહનો છે જેમાં Audi Q7, Audi Q5, Audi Q6, BMW 7 સિરીઝ, લેન્ડ રોવર, રેન્જ રોવર અને વોગનો સમાવેશ થાય છે. કેટલાક રીપોર્ટ અનુસાર આલિયા ભટ્ની કુલ સંપત્તિ 162 કરોડ છે. આલિયા ભટ્ટ બેક ટુ બેક હિટ ફિલ્મોમાં કામ કરી રહી છે પરંતુ તેમ છતાં રણબીર કપૂર તેની ગર્લફ્રેન્ડ કરતાં વધુ અમીર છે. અહેવાલો અનુસાર રણબીરની કુલ સંપત્તિ 322 કરોડ છે. રણબીર એક ફિલ્મ માટે 18-20 કરોડ રૂપિયા લે છે.

આ સાથે તે ફિલ્મનો નફો પણ શેર કરે છે. રણબીર બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે રૂપિયા 5 કરોડ સુધી ચાર્જ કરે છે. રણબીર પાસે મુંબઈમાં લક્ઝરી હાઉસ છે જેની કિંમત લગભગ 16 કરોડ છે. આ સિવાય રણબીર પાસે ઘણી પ્રોપર્ટી છે, પરંતુ તેના વિશે વધુ જાણકારી નથી.રણબીર પાસે Rolls Royce, Mercedes Benz GL Class, Range Rosver, Lexus, BMW X6, Audi RS 7, Toyota Land Cruiser જેવા વાહનો છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના હાથમાં ઘણી ફિલ્મો છે. 9 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહેલી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં બંને પહેલીવાર સાથે જોવા મળશે. આ સિવાય આલિયા ભટ્ટ પાસે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’, ‘તખ્ત’, ‘ડાર્લિંગ’ જેવી ફિલ્મો છે. ત્યાં, રણબીર કપૂર ‘એનિમલ’, ‘શમશેરા’ અને લવ રંજનની અનટાઈટલ ફિલ્મમાં જોવા મળશે.

Shah Jina