રણબીર કપૂર અને અયાન મુખરજીએ સોમનાથ મહાદેવના ચરણોમાં ઝૂકાવ્યું શીશ, જુઓ PHOTOS

હાલમાં જ રણબીર આલિયા ભટ્ટની ૫૦૦ કરોડથી વધુ ઉપરની બનેલી બ્રહ્માસ્ત્ર ફિલ્મ રિલીઝ થઈ ચુકી છે. ત્યારે તે પોતાની સિનેમેટોગ્રાફી કરતા વધુ વિવાદોને કારણે ચર્ચામાં રહી છે. થોડા દિવસો પહેલા અભિનેતા રણવીર મહાકાલેશ્વર ઉજ્જૈન ખાતે દર્શન કરવા ગયો ત્યારે હિન્દુ યુવાનો દ્વારા વિરોધ કરીને મંદિરમાં પ્રવેશવા દેવામાં નહોતો આવ્યો. ત્યારે તેના પરથી શીખ લઈને રણબીર કપૂર અને બ્રહ્માસ્ત્રનો ડિરેક્ટર અયાન મુખર્જી ગુપ્ત રીતે સોમનાથ દર્શને આવ્યા હતા. અને સોમનાથ મહાદેવના દર્શન કરીને રવાના થયા હતા.

બૉલીવુડ સ્ટાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર બ્રહ્માસ્ત્રને ભલે બાયકોટ કરવાની માગણી કરવામાં આવી હતી, પણ તે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. મેકર્સ બ્રહ્માસ્ત્રની સફળતાથી ઘણા ખુશ છે. આ ફિલ્મ રિલીઝના પહેલાના વીકમાં જ 100 કરોડથી વધુની કમાણી કરી ચુકી છે.આ વિશે રણબીર અને આલિયા સહિત ડાયરેક્ટર અયાન મુખર્જી પણ ખુશ છે.

તેથી તેઓ ભગવાન મહાદેવના દર્શન કરવા માટે આલિયા, રણબીર, અને અયાન મુખર્જી મુંબઈના સોમનાથ મંદિર પહોંચ્યા. તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે ફિલ્મની સફળતા બાદ રણબીર કપૂર અને અયાન મુખર્જીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. સોમનાથ મંદિરના પૂજારીએ રણબીરને સોમનાથ ભગવાનનો ફોટો ગીફ્ટ આપ્યો હતો.

ડાયરેક્ટર અયાન મુખર્જી અને રણબીર કપૂરે શિવલિંગ પર જળ અભિષેક કર્યો હતો. આ સમયે અયાન અને રણબીર દેશી લુકમાં જોવા મળ્યા હતા. અયાને લાઈટ ગ્રીન કલરનો કૂર્તો પહેર્યો હતો જ્યારે રણબીરે વ્હાઈ કલરના કૂર્તા પાયજામામાં જોવા મળ્યો હતો.

આજે અમદાવાદમાં ફિલ્મ સ્ટારે પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. આ કલાકાર દંપતીએ સવારે સોમનાથ ગયું હતું. રણબીર અને ‘બ્રહ્માસ્ત્ર’ના દિગ્દર્શક અયાન મુખરજીએ સોમનાથ મહાદેવ મંદિરમાં જઈને દર્શન કર્યાં હતાં.આ મુવીને લાખો ફેન્સ તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે અને તેના VFX માટે પ્રશંસા થઈ રહી છે અને તેના બોક્સ ઓફિસ કલેક્શનથી બોલિવૂડનો દુષ્કાળ ખતમ થઈ ગયો છે તેવું દેખાઈ રહ્યું છે.

રિલીઝના માત્ર બે દિવસમાં જ વિશ્વભરમાં રૂ. 160 કરોડનો આંકડો પાર કરી ગયો. ફિલ્મમાં મૌની રોય, અમિતાભ બચ્ચન અને નાગાર્જુન અક્કીનેનીના દમદાર કેરેક્ટરે ફિલ્મની વાર્તામાં કઈક નવી જ ઉર્જા એડ કરી છે. ફિલ્મમાં શાહરૂખ ખાન પણ કેમિયો રોલમાં છે. બ્રહ્માસ્ત્ર હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એમ ૫ ભાષાઓમાં રિલીઝ થઈ છે.

આ બોલીવુડના કપલે ભર ઉનાળામાં 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા અને 27 જૂને આલિયાએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને પ્રેગ્નેન્સીની ખુશખબર ફેન્સ સાથે શેર કરી હતી. આ કપલની રિસન્ટ રિલીઝ બ્રહ્માસ્ત્ર સફળ રહી છે અને મેકર્સની સાથે આ કપલ પણ ખુશી માનવી રહ્યા છે. ટૂંક સમયમાં પ્રેગ્નેન્ટ આલિયાની ગોદભરાઈ ઈવેન્ટ યોજાવાની છે અને તે માટે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. અભિનેત્રીની માતા સોની રાઝદાન અને સાસુમા નીતુ કપૂર સ્પેશિયલ ગોદભરાઈ ફંક્શનની તૈયારી કરી રહ્યા છે.

જેમાં ફક્ત મહિલાઓને જ આમંત્રણ આપવામાં આવશે. આલિયાના બોલિવૂડ મિત્રો શાહિન ભટ્ટ, કરિના કપૂર, કરિશ્મા કપૂર, આકાંશા રંજન, અનુષ્કા રંજન, નવ્યા નંદા, શ્વેતા બચ્ચન, આરતી શેટ્ટીને ઈન્વિટેશન મોકલવામાં આવ્યું છે. આ સાથે જ, આલિયાની બાળપણની મહિલા મિત્રોને પણ આ પાર્ટીમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પાર્ટીનું થીમ બેઝડ ડેકોરેશન પણ કરવામાં આવશે અને તેની બધી જ જવાબદારી નીતુ કપૂર અને સોની રઝાદાને ઉઠાવી લીધી છે. આ પાર્ટી ક્યાં અને ક્યારે યોજાશે તેની માહિતી હજુ સુધી સામે આવી નથી.

YC