બોલિવૂડના પાવર કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટે પાંચ વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી આખરે 14 એપ્રિલે મુંબઈના બાંદ્રા સ્થિત નિવાસસ્થાન વાસ્તુ ખાતે લગ્ન કર્યાં. બંનેના લગ્ન તેમના નજીકના પરિવાર અને મિત્રોની હાજરીમાં થયા હતા. જ્યારથી બોલિવૂડના સ્ટાર કપલના લગ્નના સમાચાર સામે આવ્યા ત્યારથી લવબર્ડ્સના ચાહકો તેમના લગ્ન સહિત બધા ફંક્શનની તસવીરોની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. આલિયા ભટ્ટે લગ્ન બાદ ઘણી તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. તે બાદ તેણે મહેંદીની તસવીરો પણ શેર કરી હતી, જેમાં રણબીર સાથેની તેની ક્યુટ કેમેસ્ટ્રી જોવા મળી રહી હતી.
ત્યારે હવે આલિયાની BFF તાન્યા સાહા ગુપ્તાએ આલિયા અને રણબીરના લગ્નની ઘણી સુંદર તસવીરોની સીરીઝ શેર કરી છે, જેમાં આલિયાની બેસ્ટફ્રેન્ડ્સ વર વધુ સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. એક ફોટામાં, રણબીરે તેની દુલ્હનિયાની બ્રાઇડ્સમેઇડ્સ સાથે એક સ્વીટ હાવભાવ કરી હતી, તેણે એક ખાસ પ્રતિજ્ઞા પર હસ્તાક્ષર કર્યા હતા. રણબીરના હાથમાં આ ફોટોમાં એક કાગળ જોવા મળ્યુ હતુ, જેમાં લખવાાં આવ્યુ હતુ કે “હું, રણબીર, આલિયાનો પતિ. હું તમામ બ્રાઇડ્સમેઇડ્સને વચન આપું છું.”
ફોટા શેર કરતાં, તાન્યાએ એક સ્વીટ કેપ્શન લખ્યું હતું: “આના જેવા આનંદદાયક દિવસો છે કે જેના માટે હું જીવું છું. ઘણા ખુશીના આંસુ છે, મારી મીઠી મીઠી આલિયાની લવ સ્ટોરી સેલિબ્રેટ કરીએ છે. અમારું અવિભાજ્ય કુટુંબ થોડું મોટું થયું” નવ-પરિણીત યુગલનું ત્રણ દિવસનું જાદુઈ અફેર હતું. તેની શરૂઆત 13 એપ્રિલે એક સ્વપ્નશીલ મહેંદી ફંક્શનથી થઈ હતી, જે પછી 14 એપ્રિલે લગ્ન અને પછી 15 એપ્રિલના રોજ વેડિંગ રિસેપ્શન યોજાયું હતું. રણબીર અને આલિયા અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રના સેટ પર પ્રેમમાં પડ્યા હતા.
આ ફિલ્મ 9 સપ્ટેમ્બર 2022ના રોજ રીલિઝ થશે. જેમાં પહેલીવાર બંને એકસાથે સ્ક્રીન શેર કરવા જઇ રહ્યા છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નના રિસેપ્શનમાં બોલિવુડના ઘણા સેલેબ્સ ઉમટી પડ્યા હતા. શાહરૂખ ખાન, ગૌરી ખાન, અર્જુન કપૂર, મલાઈકા અરોરા ખાન, કરણ જોહર, પત્ની સાથે લવ રંજન, પ્રીતમ, પત્ની સાથે રોહિત ધવન અને અન્ય ઘણા નજીકના મિત્રો પાર્ટીમાં સામેલ થયા હતા. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે બાંદ્રા સ્થિત ‘વાસ્તુ’ ઘરમાં સાદગીથી લગ્ન કર્યા હતા.