રણબીરે ‘અનુપમા’ પાસેથી ટ્રેનિંગ લીધી, બાળકને સંભાળવવાની ટિપ્સ લેતો નજરે ચડ્યો મહેશ ભટ્ટનો જમાઈ…જુઓ વીડિયો

બેબી કપૂરના આવ્યા પહેલા જ ટીવીની અનુપમા પાસે રણબીર કપૂર લઇ રહ્યો છે બાળકો સંભાળવાની ટ્રેનિંગ, જુઓ વીડિયો

રણબીર કપૂર શીખી રહ્યો હતો બેબીને દૂઘ પીવડાવવાનું, અનુપમા ફેમ રૂપાલી ગાંગુલીએ શીખવાડ્યુ ડાયપર બદલવાનું

અનુપમા પાસે ટ્રેનિંગ લઇ રહ્યો છે રણબીર કપૂર, આલિયાની ડિલીવરી પહેલા જ શીખી રહ્યો છે એવી એવી વસ્તુ કે…જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર ટૂંક સમયમાં ઝ પપ્પા બનવા જઈ રહ્યો છે. તે આ અંગે ખૂબ જ ઉત્સાહિત છે. અભિનેતાએ તાજેતરમાં સ્ટાર પરિવાર સાથે સ્ટાર પ્લસ વીકએન્ડ શોમાં હાજરી આપી હતી. ત્યારે રણબીર કપૂરે લોકપ્રિય ટીવી શો અનુપમાનું પાત્ર નિભાવતી રૂપાલી ગાંગુલી પાસેથી પેરેન્ટિંગ ટીપ્સ લીધી હતી. આ શોના રણબીર કપૂરના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. એક વીડિયોમાં રણબીર કપૂર ગાંગુલીને પૂછતા સાંભળી શકાય છે કે, દુનિયાનો સૌથી શ્રેષ્ઠ પિતા બનવુ છે તો તમે મને મદદ કરશો કે હું શું કરી શકું ?

આના પર રૂપાલીએ જવાબ આપ્યો કે, તમારુ બાળક તમારા દિલ જેવું છે, જે તમારી છાતીની બહાર ધડકે છે. તે બાદ તેણે રણબીરને બાળકોને પકડવાનું, સંભાળવાનું, ખોળામાં યોગ્ય રીતે લેવાનું શીખવ્યું હતુ. આ સાથે જ અનુપમાએ રણબીર કપૂરને નવજાત બાળકનું ડાયપર બદલવાની ટિપ્સ પણ આપી. શોના સેટ પરથી રણબીર કપૂરનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં તે એક બાળકને પોતાના હાથમાં પકડેલો જોવા મળે છે.

જણાવી દઈએ કે રણબીર કપૂર તેની આગામી ફિલ્મ શમશેરાની કો-સ્ટાર વાણી કપૂર સાથે શોમાં તેની ફિલ્મના પ્રમોશન માટે આવ્યો હતો. ઇમલી અને અનુપમા જેવા ટીવી શોના ઘણા કલાકારોએ રણબીર કપૂર સાથેની તેમની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ઇમલીમાં આર્યન સિંહ રાઠોડનું પાત્ર ભજવતા અભિનેતાએ એક તસવીર શેર કરીને લખ્યું કે, મારી પાસે લખવા માટે શબ્દો નથી. મેં કદાચ તેને જે કહેવું હતું તે બધું કહ્યું. તેથી હવે, હું ખુશ છું…

રણબીર કપૂરની ફિલ્મની વાત કરીએ તો, શમશેરા 22 જુલાઇએ થિયેચરોમાં રીલિઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે વાણી કપૂર પણ જોવા મળશે. આ ફિલ્મને લઇને ફિલ્મની સ્ટાર કાસ્ટ સિવાય ચાહકો અને રણબીરની માતા નીતૂ કપૂર ઘણી જ ઉત્સાહિત છે. વાત કરીએ રણબીરના અંગત જીવનની તો, રણબીર કપૂર ટૂંક સમયમાં જ પિતા બનવાનો છે. તેની પત્ની આલિયા ભટ્ટે ગયા મહિને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા તેની પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી. હૉસ્પિટલમાંથી પોતાની અને રણબીરની એક તસવીર શેર કરતાં તેણે કેપશનમાં લખ્યુ હતુ કે, “અમારું બાળક…ટૂંક સમયમાં આવી રહ્યું છે.

Shah Jina