ખુશખબરી: સાત જન્મના બંધનમાં બંધાયા રણબીર-આલિયા, લાખ કોશિશ કરવા છતાંય તસવીરો થઇ ગઈ લીક – જુઓ ક્લિક કરીને

બૉલીવૂડની સૌથી ક્યુટ જોડી તરીકે જાણીતા અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા રણબીર કપૂર ફાઈનલી લગ્નનાં બંધનમાં બંધાઇ ગયા છે. આ મેરેજને લઇને ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. બંનેના મેરેજ પંજાબી વિધિસર કરવામાં આવ્યા હતા. 4 પંડિતોએ આ લગ્ન કરાવ્યા હતા.

ફિલ્મોમાં દુલ્હન અને દુલ્હાનો અભિનય કરનાર આ કપલ હવે રિલમાંથી રિઅલ લાઇફમાં પણ આ કિરદાર નિભાવવશે. રણબીર કપૂર અને આલિયાના લગ્ન હાલ સંપન્ન્ થયા છે. બંને કપલ હવે ઓફિશિયલી હસબન્ડ વાઈફ બની ગયા છે.

આ મોટા સેલિબ્રિટીના મેરેજમાં અંબાણી પરિવારે પણ હાજરી આપી હતી. લગ્નમાં બૉલિવૂડની જોડી કરિના કપૂર ખાન અને નવાબ સેફ અલી ખાન પણ નજરે પડ્યાં હતા. આ સિવાય કરન જૌહર, નવ્યા નંદા, પુજા ભટ્ટ, મહેશ ભટ્ટ, રાહુલ ભટ્ટ પણ લગ્નમાં પહોંચી ગયા છે. આલિયાની માતા પુત્રીના લગ્નને લઇને ઉત્સાહિત જોવા મળી રહ્યાં છે. માતા સોની રાજદાન પોતાની પુત્રીના લગ્નનાં રેડી થઇને ફોટો પણ શેર કર્યો હતો.

સ્ટાર રણબીર કપૂર ક્રિષ્ણા કોટેજથી વાસ્તુ સુધી બારાત લઇને જશે એવું આયોજન અગાઉ વિચારાયું હતું. બારાતમાં રિદ્ધિમા, કરીના, કરિશ્મા ઉપરાંત શ્વેતા નંદા, અયાન મુખજી સહિતની બોલિવુડ સેલિબ્રિટીઓ અને પરિવારના સભ્યો સાજનમાજન તરીકે મ્હાલવાના હતા.

આલિયા અને રણબીરના લગ્નમાં કપૂરને ભટ્ટ પરિવારે ભાગ લીધો હતો. દુલ્હાની દીદી રિદ્ધિમા કપૂર અને માતા નીતૂ કપૂરના લુકની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. નીતૂ કપૂરના લુકની વાત કરીએ તો તેમણે મલ્ટી કલરનો લેંઘો પહેર્યો છે તો બીજી તરફ રિદ્ધિમાએ ગોલ્ડન કલરના આઉટફિટ કૈરી કર્યા છે.

માતા-પુત્રીની જોડી સાથે એકદમ સુંદર લાગી રહી છે. લિયા અને રણબીરના લગ્ન તમામ રિવાઝ ‘વાસ્તુ’ માં સંપન્ન થઇ ચૂક્યા છે. હવે આતુરતા છે તો ફક્ત આ કપલના લગ્નની તસવીરોની. દરેક જણ આલિયાને મિસિસ કપૂર બનેલા જોવા માટે માટે આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

પણ, આ મેરેજમાં સોશિયલ મીડિયામાં ભારે ક્રેઝ ઊભો કર્યો હોવાથી લગ્ન સ્થળ બહાર પાપારાઝી ફોટોગ્રાફર્સ અને અન્ય ચાહકોનાં મોટાં ટોળાં જોવા મળી રહ્યાં છે. એક એક વાહનને અંદર જવા દેવામાં સિક્યોરિટી જવાનોને ભારે મહેનત કરવી પડી રહી છે. આ તમામ ઘટનાક્રમ જોતાં છેલ્લી ઘડીએ બારાત કાઢવાનું માંડી વાળવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Alldatmatterz (@instanews.adm)

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. અહેવાલ છે કે બંનેએ સાત ફેરા લઇ લીધા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આલિયા અને રણબીરના લગ્ન ચાર પંડિત દ્વારા કરાઈ રહ્યાં છે. દંપત્તિના ફેરા શરુ થઇ ગયા છે. આલિયા ભટ્ટને તેની દીકરી માનનારા કરણ જૌહરે ફેરાના બંધનની એક ગાંઠને બાંધી છે. રણધીર કપૂર, બબિતા કપૂર અને કરિશ્મા કપૂર જેવા નજીકના સંબંધી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન માટે વાસ્તુ ભવન પહોંચી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Bombay Times (@bombaytimes)

YC