આખરે સામે આવી જ ગયું રણબીર કપૂર-આલિયા ભટ્ટના લગ્નનું ગેસ્ટ લિસ્ટ ? AAPએ કેમ કર્યુ ટ્વીટ ? જાણો

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન હાલ બોલિવુડના ગલિયારામાં સૌથી ચર્ચામાં છે. આ દરમિયાન, આમ આદમી પાર્ટીની મુંબઈ વિંગે આ લગ્નને લઈને એક અનોખું ટ્વીટ કર્યું છે. AAP મુંબઈએ ટ્વિટ કરીને એક લિંક શેર કરી છે કે અહીં તમે રણબીર અને આલિયાના લગ્નની ગેસ્ટ લિસ્ટ જોઈ શકો છો. જો કે, પાર્ટી દ્વારા કરવામાં આવેલ આ ટ્વિટ કોઈ અન્ય હેતુ માટે છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે એટલે કે આજે 10 એપ્રિલના રોજ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ કાયમ માટે એક થઇ રહ્યા છે. આ પહેલા આમ આદમી પાર્ટી મુંબઈએ ટ્વિટ કર્યું હતું કે, ‘વેડિંગ ગેસ્ટ લિસ્ટમાં કોણ સામેલ થયું તે જોવા માટે આ લિંક પર ક્લિક કરો’.

પરંતુ જ્યારે આ લિંક ખોલવામાં આવે છે, ત્યારે તે ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટ પર રીડાયરેક્ટ થાય છે. ઈન્સ્ટાગ્રામની આ પોસ્ટમાં લખ્યું છે – ‘ગેસ્ટ લિસ્ટ લીક..’ ચેક કરવા માટે ફોટો સ્વાઈપ કરો. પરંતુ ફોટો સ્વાઇપ કરવા પર રણબીર-આલિયાના લગ્નના ગેસ્ટ લિસ્ટની જગ્યાએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેની તસવીર જોવા મળે છે. આ તસવીરોમાં AAP મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેને નિશાન બનાવતી જોવા મળી રહી છે.

ઉદ્ધવ સરકાર પર નિશાન સાધતા આમ આદમી પાર્ટીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું છે કે 1500 કરોડ ખર્ચ્યા પછી પણ BMC મીઠી નદીની સફાઈથી દૂર છે. આ સિવાય AAPએ દાવો કર્યો છે કે મહારાષ્ટ્રમાં સૌથી વધુ વીજળી બિલ આવે છે. અહીં 9.76 પ્રતિ યુનિટ વીજળી મળે છે. પેટ્રોલના ભાવને લઈને ઉદ્ધવ સરકાર પર નિશાન સાધતા AAPએ કહ્યું કે મુંબઈમાં તેની કિંમત સૌથી વધુ છે. AAPએ આરોપ લગાવ્યો હતો કે મુંબઈની બેસ્ટ બસો પાસે એક હજાર કરોડ રૂપિયા બાકી છે. અંતમાં પાર્ટીએ લખ્યું- ‘મુંબઈને આમ આદમી પાર્ટીની જરૂર છે.’

 

View this post on Instagram

 

A post shared by AAP Mumbai (@aap4mumbai)

આમ આદમી પાર્ટીના આ ટ્વીટ પર યુઝર્સે પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું કે લોકોને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરાવવાની ટ્રીક શાનદાર છે. જેના પર AAP મુંબઈએ જવાબ આપ્યો- ‘હવે તમે ગેસ્ટ લિસ્ટ જોઈ લીધું છે, તો અમને ઈન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરો’. ઘણા યુઝર્સે શરૂઆતમાં વિચાર્યું કે ગેસ્ટ લિસ્ટ ખરેખર લીક થઈ ગયું છે, પરંતુ જ્યારે તેઓએ ઇન્સ્ટાગ્રામ લિંક પર ક્લિક કર્યું, ત્યારે સત્ય કંઈક બીજું જ બહાર આવ્યું. આ ટ્વીટ માટે ઘણા લોકોએ AAP મુંબઈની ટીકા પણ કરી છે.

Shah Jina