14 એપ્રિલના રોજ લગ્ન કર્યા પછી રણબીર કપૂર અને આલિયા ભટ્ટે 16 એપ્રિલના રોજ તેમના ‘વાસ્તુ’માં એક ભવ્ય પાર્ટી યોજી હતી, જેમાં ઘણા બોલિવૂડ સેલેબ્સે હાજરી આપી હતી. તમને જણાવી દઈએ કે રણબીર-આલિયાની રિસેપ્શન પાર્ટીમાં અર્જુન-મલાઈકા, આદર જૈન-તારા સુતારિયા, ગૌરી સહિત ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ રિસેપ્શન કરશે કે કેમ તે અંગે ઘણા સવાલો હતા. જો કે, રિસેપ્શનને બદલે, નવ પરિણીત યુગલે તેમના ઘરે એક પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં પરિવાર અને મિત્રોએ હાજરી આપી હતી.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની લગ્ન બાદની પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. 16 એપ્રિલે આયોજિત આ રિસેપ્શન પાર્ટીમાં બોલિવૂડના મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. ગૌરી ખાન સહિત અનેક સેલેબ્સ આ પાર્ટીમાં હાજર રહ્યા હતા. એક તસવીરમાં ગૌરી સ્ટાર કપલ આલિયા અને રણબીર સાથે બ્લેક આઉટફિટમાં પોઝ આપી રહી છે. તેમાં કરણ જોહર અને અયાન મુખર્જી પણ છે. ગૌરી ખાન સિવાય મલાઈકા અરોરા પણ બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે આ પાર્ટીમાં પહોંચી હતી.
મલાઈકાએ બેસ્ટ ફ્રેન્ડ કરિશ્મા કપૂર સાથે ફોટો પડાવ્યો હતો. એક ફોટોમાં બંને બેસ્ટ ફ્રેન્ડ પોઝ આપતા જોવા મળ્યા હતા. કરણ જોહરે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર પાર્ટીની ઘણી તસવીરો શેર કરી છે. તેમાંથી એક વરરાજાની માતા નીતુ કપૂર સાથે પણ છે. ફોટોમાં કરણ અને નીતુની સ્માઈલ જોવા જેવી છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે પણ પાર્ટીમાં સાથે પોઝ આપ્યા હતા. બંનેનો એક ફોટો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. તેમાં મલાઈકા અને અર્જુન સાથે કરિશ્મા કપૂર અને નીતુ કપૂર છે. નતાશા નંદા પણ સાથે જોવા મળી શકે છે.
આ પાર્ટીમાં કરણ જોહર સ્ટાઇલિશ અંદાજમાં પહોંચ્યો હતો. આ જ સ્ટાઈલિશ સ્ટાઈલ સાથે તેણે કરિશ્મા કપૂર સાથે ફોટોઝ પણ આપ્યા હતા. બંને મિત્રો એકસાથે ખૂબ જ સારા દેખાઈ રહ્યા છે. રિદ્ધિમા કપૂર સાહની અને નીતુ કપૂરની પણ પાર્ટીની તસવીરો વાયરલ થઇ રહી છે. ફોટોમાં નીતુ અને રિદ્ધિમાની કેમેસ્ટ્રી જોવા જેવી છે. આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ અનુષ્કા રંજને પણ ઈન્સ્ટાગ્રામ પર ઘણા ફોટા શેર કર્યા છે. અનુષ્કાએ બેસ્ટ ફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથેનો ફોટો પણ શેર કર્યો છે. આમાં આલિયાની ગર્લ સ્ક્વોડ જોવા મળી હતી.
ફોટામાં બધા મિત્રો આલિયા સાથે ખુશ દેખાઈ રહ્યા હતા. જો કે, રિસેપ્શન પાર્ટીની સાથે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન અને મહેંદી સેરેમનીના ઘણા અનસીન ફોટોઝ સામે આવી રહ્યા છે. જોકે, એ કહેવામાં કોઈ સંકોચ નથી કે આ પાર્ટીમાં કરિશ્મા કપૂરનો લુક છવાઇ ગયો હતો. કરિશ્માએ આ પાર્ટી માટે બ્લેક એન્ડ વ્હાઇટ કોમ્બિનેશન ડ્રેસ પસંદ કર્યો હતો, જે ખૂબ જ સરસ હતો. અભિનેત્રીએ સફેદ લેપલ આઉટફિટ સાથે ડાયમંડ જ્વેલરીની જોડી બનાવી હતી અને પાર્ટી મેકઅપ કરતી વખતે લાલ લિપસ્ટિક લગાવી હતી.
આ તેના લુકને સંપૂર્ણ કિલર બનાવી રહ્યુ હતુ. મલાઈકાએ પોતાના માટે પફ્ડ સ્લીવ્ઝ સાથે ગુલાબી ડ્રેસ પસંદ કર્યો. પાર્ટીમાં તેની સાથે તેનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર પણ હતો. કરિશ્માની જેમ ગૌરી ખાન પણ બ્લેઝર ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. આમાં તેનો લુક ખૂબ જ દમદાર લાગી રહ્યો હતો. સુહાના ખાન ઘણીવાર ટૂંકા કપડામાં પગ ફ્લોન્ટ કરતી જોવા મળે છે, જો કે આ વખતે તેની મમ્મી પણ ટોન્ડ લેગ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
જ્યારે નીતુ કપૂરે તેના પુત્રની પાર્ટી માટે શિમરી ગ્રીન આઉટફિટ પહેર્યો હતો, ત્યારે રિદ્ધિમા બ્લેક સ્લિટ ડ્રેસમાં ગ્લેમર ઉમેરી રહી હતી. શ્વેતા બચ્ચન નંદાએ પ્રસંગ માટે ઑફ-વ્હાઇટ શેડનો મિડી ડ્રેસ પસંદ કર્યો હતો. પાર્ટીમાં તારા સુતરિયાએ પણ ગ્લેમર ઉમેર્યુ હતુ, તેણે ગોલ્ડન ડ્રેસ પહેર્યો હતો, જે બોડીકોન હતો. આ આઉટફિટ તેના પર આકર્ષક લાગતો હતો.