કપૂર પરિવારની ક્રિસમસ પાર્ટીમાં સામેલ થયા ન્યુ મોમી-ડેડી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ, નીતુ કપૂર સહિત અનેક સભ્યો પણ થયા સામેલ

નવા નવા બનેલા મોમ ડેડ રણબીર-આલિયા હાથોમાં હાથ નાખેલા જોવા મળ્યા, માં નીતૂ કપૂર પણ આવી નજર

બોલિવૂડના સૌથી લોકપ્રિય અને અમીર પરિવારોમાંના એક કપૂર પરિવારે 25 ડિસેમ્બર 2022ના રોજ ક્રિસમસ બ્રંચ કર્યું હતું. આ અવસરે બધા એકજૂટ જોવા મળ્યા હતા. કરીના અને કરિશ્મા કપૂરના પિતા રણધીર કપૂર સાંતાક્લોઝ લુકમાં જોવા મળ્યા હતા. અહીં દિગ્ગજ અભિનેત્રી અને કરીના-કરિશ્માની માતા બબીતા ​​કપૂર રણધીર કપૂરને સંભાળતા જોવા મળ્યા હતા અને તેઓ ટ્વીનિંગ કરતા પણ નજર આવ્યા હતા.

કારમાંથી બહાર નીકળતાની સાથે જ રણધીર કપૂરે પેપરાજીને ગ્રીટ કર્યું અને ફેમિલી બ્રંચ માટે રવાના થઈ ગયા. શમ્મી કપૂરની પત્ની નીલા કપૂરે પણ ક્રિસમસના અવસર પર ફેમિલી ગેટ-ટુગેધરમાં હાજરી આપી હતી.આ બધાની વચ્ચે અભિનેત્રી કરિશ્મા કપૂરે પોતાના સ્ટાઈલિશ અને બોલ્ડ અવતારથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

પ્રિન્ટ ઓરેન્જ-વ્હાઈટ ડ્રેસમાં કરિશ્માની સુંદરતા ચારે બાજુથી ચાર ચાંદ લગાવી હતી. કરિશ્મા સિવાય તેની દીકરી સમાયરા કપૂર સફેદ શર્ટ અને બેંગિંગ જીન્સમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. ત્યારે હાલમાં જ પેરેન્ટ્સ બનેલા આલિયા ભટ્ટ અને તેના પતિ રણબીર કપૂર પણ ક્રિસમસ પાર્ટીમાં પહોંચ્યા હતા. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે જોવા મળ્યા હતા અને બંનેએ એકબીજાનો હાથ પકડી રાખ્યો હતો.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટે પેપરાજીને પોઝ પણ આપ્યા હતા. હસતા હસતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટે બધાના દિલ જીતી લીધા હતા. રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ફોટોઝ ફેન્સને ઘણા પસંદ આવી રહ્યા છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લુકની વાત કરીએ તો રણબીર કપૂરે જીન્સ અને ટી-શર્ટ સાથે જેકેટ પહેર્યું હતું અને તેની પત્ની તેમજ અભિનેત્રી આલિયા ભટ્ટે શોર્ટ ડ્રેસ પહેર્યો હતો.

રણબીર આ લુકમાં ખૂબ જ સ્માર્ટ હતો. જ્યારે આલિયા ઘણી જ ખૂબસુરત લાગી રહી હતી. જણાવી દઇએ કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટે એપ્રિલ 2022માં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. રણબીર અને આલિયા નવેમ્બર 2022માં એક રાજકુમારીના પેરેન્ટ્સ પણ બની ગયા છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટે તેમની દીકરીનું નામ રાહા રાખ્યું છે. રણબીર કપૂરના પ્રોજેક્ટની વાત કરીએ તો તે ફિલ્મ ‘એનિમલ’ અને ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’માં જોવા મળશે. આલિયા ભટ્ટના પ્રોજેક્ટની વાત કરીએ તો તે ફિલ્મ ‘જી લે ઝરા’ અને ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળશે. રણબીર કપૂર અને આલિયા બંને છેલ્લે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina