મનોરંજન

શું લગ્ન કરવા માટે જયપુર ગયા છે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ, જાણો શું છે સમગ્ર ખબર

બોલીવુડમાં ભૂકંપ:રણબીર આલિયા આજે રણથંભોરમાં કરવા જઈ રહ્યા છે સગાઈ? જુઓ અનેક સેલેબ્સનો જમાવડો

રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt)ના મેરેજની ચર્ચાઓ ઘણા લાંબા સમયથી ચાલી રહી છે. વર્ષ 2020ની શરૂઆતમાં સમાચાર આવ્યા હતા કે બંને આ વર્ષે લગ્ન કરી લેશે, પણ 2020 વર્ષના અંત સુધીમાં એવું ન થઈ શક્યું. પરંતુ વર્ષના અંતમાં મોટા સેલિબ્રેશન યોજાવાની શક્યતા જોવામાં આવી રહી છે

 

View this post on Instagram

 

A post shared by FilmyDotcom (@filmydotcom)


અને ચર્ચાઓને વેગ મળ્યું છે કે રણબીર અને આલિયા આજે પોતાના રિલેશનશિપને નવું નામ આપીને સગાઈ કરવાના છે.  બોલીવુડના સૌથી ફેવરિટ 2 કપલ આલિયા-રણબીર અને દીપિકા અને રણવીરસિંહ આજકાલ જયપુરમાં છે. ફેન્સ સોશિયલ મીડિયામાં તસ્વીર અને એક જ સવાલ પૂછી રહ્યા છે કે, રણબીર અને આલિયા લગ્ન કરવા માટે જયપુર ગયા છે ?

 

View this post on Instagram

 

A post shared by Ranbir kapoor ⭐ (@ranbirkapoor143_)

ગત કાલે રણબીર અને આલિયાને પુરા પરિવાર સાથે અને દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. તે સમયે લોકોએ વિચાર્યું હતું કે , ન્યુ યર વેકેશન માટે ગયા છે પરંતુ જયારે બધાને એકસાથે જયપુરમાં સ્પોટ કરવામાં આવ્યા હતા. આ તસ્વીરો અને વીડિયોએ સોશિયલ મીડિયા પર સનસની મચાવી દીધી હતી. લોકોએ અનુમાન લગાવી રહ્યા છે કે, ‘બ્રહ્માસ્ત્ર’ સિતારાના લગ્ન માટે ત્યાં ગયા છે.

પરંતુ હાલ તો આ લોકોના જયપુર પ્રવાસનું કારણ સામે આવ્યું નથી પરંતુ આલિયા અને રણબીરના ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે, આ યુગલ સાત જન્મ સુધી લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. જયારે રણબીર કપૂર અને આલિયાને તેના પરિવાર સાથે એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

રણબીર કપૂર સાથે તેની માતા નીતુ, બહેન રીધ્ધીમા અને તેની દીકરી સમારા પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન આ લોકો સુરક્ષાકર્મી અને ફોટોગ્રાફરથી ઘેરાયેલા હતા. આ પહેલા દીપિકા અને રણવીરને પણ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. રણવીરએ જયારે કારનો દરવાજો ખોલ્યો ત્યારે તે મીડિયા સાથે વાતચીત કર્યા વગર જ ચાલ્યો ગયો હતો.

જણાવી દઈએ કે, રણવીર અને દીપિકાને મુંબઈમાં છત્રપતિ શિવાજી એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. તો આલિયા અને રણબીરને કલીના એરપોર્ટ પરથી એક ચાર્ટડમાં ઉડાન ભરી હતી. આ સાથે કપૂર પિરવાર સિવાય આલિયાની માતા સોની રાજદાન અને બહેન શાહીન ભટ્ટ પણ હોવાની ખબર સામે આવી છે.

જયપુરમાં બધાને એક સાથે જોતા ફેન્સ આલિયા અને રણબીરના લગ્નની અટકળો ચલાવે છે. એક યુઝરે લખ્યું હતું કે, આલિયા-રણબીરના લગ્ન છે શું…. જયપુરમાં. રણબીરએ હાલમાં જ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મહામારીને કારણે બંનેના લગ્ન અટકી ગયા નહીં તો તે અને આલિયા જીવનસાથી બની ચુક્યા હોત.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s)

જણાવી દઈએ કે, આલિયા અને રણબીર છેલ્લા 2 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. રણબીરએ મેં 2018માં પોતાના સંબંધ પર પહેલીવાર વાત કરી હતી. રણબીર અને આલિયા પહેલીવાર અયાન મુખર્જી નિર્દેર્શિત બ્રહ્માસ્ત્રમાં મોટા પડદે સાથે નજરે આવશે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)