બોલિવૂડના સૌથી પાવર કપલ કહેવાતા આલિયા ભટ્ટ-રણબીર કપૂર આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આ કપલે વાસ્તુમાં સાત ફેરા લીધા છે. લગ્નની વિધિઓ પૂર્ણ થઇ ચુકી છે. ફેન્સ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે લગ્ન આજે પૂર્ણ થઇ ગયા છે. રણબીર સાથે સાત ફેરા લીધા બાદ આલિયા હવે મિસિસ કપૂર બની ગઈ છે.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનાં મેરેજની વિધિ બપોરે રણબીરનાં નિવાસસ્થાન વાસ્તુ એપાર્ટમેંટ ખાતે શરૂ થઇ હતી પછી સાંજે લગ્ન વિધિનાં સમાપન બાદ નવપરણિત યુગલ સિદ્ધિ વિનાયકનાં દર્શને જવાનું જાણવા મળ્યું છે. બોલિવુડની અનેક સેલિબ્રિટી સિદ્ધિ વિનાયકમાં ઊંડી આસ્થા ધરાવે છે.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ લગ્ન પછી સિદ્ધિ વિનાયકનાં દર્શને ગયાં હતાં. અભિનેત્રી શિલ્પા શેટ્ટી અહીં અવારનવાર દર્શને આવે છે. ડાયરેક્ટર મધુર ભંડારકર પણ લગભગ દર ચોથની તિથિએ અહીં દર્શને આવે છે. તમને જણાવી દઈએ કે આ સેલિબ્રિટીના મેરેજ પંજાબી વિધિ પ્રમાણે થઇ રહ્યાં છે.
સાંજે વિધિ બાદ બંને મીડિયા સમક્ષ ઉપસ્થિત થશે અને કપલ ફોટો માટે પોઝ આપશે. આજે સવારથી જ પરિવારજનો અને મિત્રોની અવરજવરથી ઘરમાં ખુશીનો માહોલ હતો. રણબીર કપૂરની માતા નીતુ કપૂર અને તેની બહેન રિદ્ધિમા કપૂર સવારે જ સાથે જોવા મળી હતી. આ બંને સિવાય ફેમિલીના ઘણા મેમ્બર્સ મેરેજમાં સામેલ થયા હતા.
આ લગ્નમાં મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા પણ પહોંચ્યા હતા. આ લગ્નમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સે પણ હાજરી આપી હતી, જેમાં કરણ જોહર, સૈફ, શાહરુખની પત્ની ગૌરી ખાન સિવાય પણ ઘણા લોકો આવ્યા હતા.
આલિયા ભટ્ટના પપ્પા અને બૉલીવુડ ફિલ્મ ડાયરેક્ટર મહેશ ભટ્ટ પણ આ મેરેજમાં પહોંચ્યા હતા. તેમણે પણ મહેંદી લગાવી હતી અને તેમાં પણ રણબીરનું નામ લખ્યું હતું. તેણે પોતાનો હાથ બતાવ્યો જેમાં રણબીરનું નામ સ્પષ્ટ દેખાતું હતું. લગ્નમાં આલિયાની માતા સોની રાઝદાન ઉપરાંત બહેન પૂજા ભટ્ટ પણ આવી હતી.
View this post on Instagram