બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની બધા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હાલ લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. એવામાં સૌથી પહેલા પુજાની સાથે શરૂઆત કરવામાં આવી છે. લગ્નની રસ્મો પહેલા રાખવામાં આવેલી પુજામાં દિગ્ગજ અભિનેત્રી નીતૂ કપૂર પોતાની પુત્રી રિદ્ધિમા કપૂર અને ગ્રેંડ ડોટરની સાથે હાજરી આપવા પહોંચી. આ દરમિયાન પાપારાઝીએ તેમને જોયો અને તેમની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે.
મહેંદી ફંક્શનમાં ઢોલક અને લોક ગાયકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સમારોહમાં ફક્ત પરિવારના સભ્યો, કરણ જોહર, અયાન મુખર્જી, મિત્ર આરતી શેટ્ટી હાજર હતા. મહેંદી સેરેમની માટે ખાસ લાલ અને પીળા રંગના મેરીગોલ્ડ ફૂલ ડેકોરેશન રાખવામાં આવ્યા હતા. મહેંદી વિધિ પૂર્ણ થયા બાદ મહેમાનોને ગણેશ પૂજાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.
મહેંદી સેરેમનીમાં કરણ જોહર હોસ્ટ બન્યો હતો, જ્યારે અયાન આલિયાની પડખે ઊભો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ એક્ટ્રેસ આલિયા તથા એક્ટર રણબીરના લગ્નમાં માત્ર 28 મહેમાન હાજર રહેશે. અભિનેતા રણબીર તથા આલિયાએ આટલા જ મહેમાનોને બોલાવવાનો આગ્રહ રાખ્યો હતો, આથી જ બહુ જ ઓછા મહેમાનોને બોલાવવામાં આવ્યા છે.
View this post on Instagram
મહેંદી ફંક્શનની તસવીરો તો આવી નથી, પરંતુ તેની ડિટેલ્સ જરૂરથી આવી ગઈ છે. રિપોર્ટસના મતે ફંક્શનમાં કરીના અને કરિશ્મા કપૂર, પોતાની થનાર નણંદ આલિયાની સાથે બેઠી છે. મહેંદી સેરેમનીમાં પંજાબી ટ્રેડિશનલ સોંગ અને બોલિવુડ મિક્સ સોંગ વાગી રહ્યા છે. દીકરાના પ્રી-વેડિંગ પ્રોગ્રામમાં માતા નીતૂ કપૂર મલ્ટીરંગની સાડીમાં જોવા મળ્યા હતા.
View this post on Instagram
જ્યારે રણબીરની બહેન રિદ્ધિમા કપૂર આઈવરી રંગના આઉટફિટમાં જોવા મળી હતી. રિદ્ધિમાની દીકરી સમારા પણ મામાના પ્રી-વેડિંગ ફંક્શન માટે આઈવરી રંગનો આઉટફિટ પહેર્યો હતો. રણબીરની બહેનના પતિ ભરત સહાની બ્લૂ રંગના આઉટફિટમાં જોવા મળ્યા હતા. જ્યારે અનિસા મલ્હોત્રા પેસ્ટલ રંગના લહેંગામાં જોવા મળી હતી. અયાન મુખર્જી કુર્તો પહેરીને પહોંચ્યો હતો. રણબીરના ફોઈ રીમા જૈન પણ પેસ્ટલ રંગનો આઉટફિટ પહેરીને આવ્યા હતા.
View this post on Instagram
આલિયા ભટ્ટની મહેંદી સેરેમની થઈ ચુકી છે. તેની મહેંદી ડિઝાઈન ખાસ છે. આલિયાની મહેંદી ડિઝાઈનમાં નંબર 8નું કનેક્શન છે. તેની મહેંદી ઓર્ગેનિક મહેંદી છે. એક સૂત્ર એ જણાવ્યું છે કે આલિયાએ પોતાની મહેંદી માટે મહેંદી આર્ટિસ્ટને ખાસ ઈસ્ટ્રક્શન આપી છે. તેની મહેંદીમાં ઈનફિનિટી ડિઝાઈન હશે જે નંબર 8 હશે. નંબર 8ને તેની મહેંદીમાં યોગ્ય જગ્યાએ ફિટ કરવામાં આવે.
View this post on Instagram
મીડિયા રિપોર્ટ અનુસાર, ફેમસ સેલિબ્રિટી આલિયા અને રણબીરની મહેંદી સેરેમનીમાં નીતૂ કપૂર આંખો ભરાઈ આવી હતી અને તેમને પોતાનાં લગ્ન દરમિયાન રિશી કપૂર સાથે પોતાની મહેંદી સેરેમનીની યાદ આવી ગઈ હતી.
હાલમાં જ સામે આવેલા મીડિયા રિપોર્ટ્સ મુજબ, રણબીર કપૂરની મા નીતૂ કપૂર અને રિદ્ધિમા કપૂર રણબીર-આલિયાનાં લગ્નના વેન્યૂ પર પહોંચી ગયા છે તેમ જાણવા મળ્યું છે. નીતૂ કપૂર પીળા કલરનાં ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે અને તેમને જોઇને ખ્યાલ આવી જાય છે કે તેઓ પોતાના પુત્ર રણબીરનાં લગ્નને લઈને કેટલા ઉત્સુક છે.
એક્ટ્રેસ આલિયા ભટ્ટની મોમ સોની રાઝદાન અને તેની બહેન શાહીન ભટ્ટ પણ પોતાની પુત્રીનાં લગ્ન માટે બાંદ્રા જવા માટે રવાના થઇ ગયા છે. સોની રાઝદાન તેમના વાદળી રંગનાં ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. તમને જણાવી દઈએ કે એકત્ર રણબીર કપૂર અને એક્ટ્રેસ આલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શૂટિંગ હાલમાં જ પૂરું થયું છે,
View this post on Instagram
તેની માહિતી અભિનેત્રીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા આપી છે. અયાન મુખર્જીની આ ફિલ્મ 9 સપ્ટેમ્બર 2022નાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનાં માડ્યામથી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પ્રથમ વખત એકબીજા સાથે સ્ક્રીન શેર કરશે. બોલિવૂડ એક્ટ્રેસ આલિયા અને રણબીરના મેરેજની વિધિઓ આજથી શરૂ થઈ ગઈ છે.
View this post on Instagram
રણબીરની માતા નીતુ કપૂર અને બહેન રિદ્ધિમા કપૂરની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તેઓ કારમાંથી વેન્યુ એટલે કે આરકે હાઉસ તરફ જતા જોવા મળે છે. આ કપલના લગ્નની વિધિઓ આજથી શરૂ થઈ ગઈ છે. મહેમાનો પણ આવવા લાગ્યા છે. દરમિયાન ઘરની અંદર જતા કર્મચારીઓના મોબાઈલ ફોનના કેમેરા પર સ્ટીકર લગાવવામાં આવી રહ્યા છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં સુરક્ષામાં તૈનાત બાઉન્સર મોબાઈલના આગળ અને પાછળના કેમેરા પર સ્ટીકર લગાવતા જોવા મળે છે.