BREAKING : સાત જન્મના બંધનમાં બંધાયા રણબીર-આલિયા….લગ્નની તસવીરો આવી સામે

બૉલીવૂડની સૌથી ક્યુટ જોડી તરીકે જાણીતા અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા રણબીર કપૂર ફાઈનલી લગ્નનાં બંધનમાં બંધાઇ ગયા છે. આ મેરેજને લઇને ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. બંનેના મેરેજ પંજાબી વિધિસર કરવામાં આવ્યા હતા. 4 પંડિતોએ આ લગ્ન કરાવ્યા હતા. આજે 14 એપ્રિલના રોજ આલિયા તથા રણબીરના લગ્ન થયા છે. ચાર પંડિતોએ આ લગ્ન કરાવ્યા હતા. કપૂર ખાનદાનમાં સૌ પહેલા પિતૃપૂજા કરી હતી. દોસ્તો આજે આજે પંજાબીઓનું નવું વર્ષ પણ છે. આજે વૈશાખી છે. રણબીરની માતા નીતુ સિંહ, આલિયાની માતા સોની તથા બહેન શાહીન વાસ્તુ અપાર્ટમેન્ટમાં પીઠીની વિધિ કરી હતી. પીઠીની વિધિ પૂરી કર્યા બાદ તેઓ પોતાના ઘરે પરત ફર્યા હતા. બપોરના સમયે મહેમાનો આવવાના ચાલુ થયા હતા. વાસ્તુ અપાર્ટમેન્ટના 11મા માળે લગ્ન થઈ રહ્યા છે. આ જ બિલ્ડિંગના સાતમા માળે રણબીર તથા પાંચમા માળે આલિયા રહે છે.

ફિલ્મોમાં દુલ્હન અને દુલ્હાનો અભિનય કરનાર આ કપલ હવે રિલમાંથી રિઅલ લાઇફમાં પણ આ કિરદાર નિભાવવશે. રણબીર કપૂર અને આલિયાના લગ્ન હાલ સંપન્ન્ થયા છે. બંને કપલ હવે ઓફિશિયલી હસબન્ડ વાઈફ બની ગયા છે. લગ્નમાં આવનાર બધા જ ગેસ્ટને રણબીરની મમ્મી નીતુ સિંહ તથા સોની રાઝદાન આવકાર આપ્યો હતો. ગેસ્ટને રિફ્રેશમેન્ટ આપવામાં આવ્યું હતું. આલિયા ભટ્ટને દુલ્હનના કપડાંમાં જોઈને આર્યન મુખર્જી તથા કરન જોહર રડી પડ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ મુકેશ અંબાણીના દીકરાને આકાશ અંબાણીને 14મીએ જ વિદેશ જવાનું હતું, પરંતુ રણબીરે પર્સનલી લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું. આ જ કારણથી આકાશે વિદેશ જવાનો પ્લાન કેન્સલ કર્યો અને પત્ની શ્લોકા સાથે લગ્નમાં હાજરી આપી.

આ મોટા સેલિબ્રિટીના મેરેજમાં અંબાણી પરિવારે પણ હાજરી આપી હતી. લગ્નમાં બૉલિવૂડની જોડી કરિના કપૂર ખાન અને નવાબ સેફ અલી ખાન પણ નજરે પડ્યાં હતા. આ સિવાય કરન જૌહર, નવ્યા નંદા, પુજા ભટ્ટ, મહેશ ભટ્ટ, રાહુલ ભટ્ટ પણ લગ્નમાં પહોંચી ગયા છે. આલિયાની માતા પુત્રીના લગ્નને લઇને ઉત્સાહિત જોવા મળી રહ્યાં છે. માતા સોની રાજદાન પોતાની પુત્રીના લગ્નનાં રેડી થઇને ફોટો પણ શેર કર્યો હતો.

સ્ટાર રણબીર કપૂર ક્રિષ્ણા કોટેજથી વાસ્તુ સુધી બારાત લઇને જશે એવું આયોજન અગાઉ વિચારાયું હતું. બારાતમાં રિદ્ધિમા, કરીના, કરિશ્મા ઉપરાંત શ્વેતા નંદા, અયાન મુખજી સહિતની બોલિવુડ સેલિબ્રિટીઓ અને પરિવારના સભ્યો સાજનમાજન તરીકે મ્હાલવાના હતા.

આલિયા અને રણબીરના લગ્નમાં કપૂરને ભટ્ટ પરિવારે ભાગ લીધો હતો. દુલ્હાની દીદી રિદ્ધિમા કપૂર અને માતા નીતૂ કપૂરના લુકની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. નીતૂ કપૂરના લુકની વાત કરીએ તો તેમણે મલ્ટી કલરનો લેંઘો પહેર્યો છે તો બીજી તરફ રિદ્ધિમાએ ગોલ્ડન કલરના આઉટફિટ કૈરી કર્યા છે.

પણ, આ મેરેજમાં સોશિયલ મીડિયામાં ભારે ક્રેઝ ઊભો કર્યો હોવાથી લગ્ન સ્થળ બહાર પાપારાઝી ફોટોગ્રાફર્સ અને અન્ય ચાહકોનાં મોટાં ટોળાં જોવા મળી રહ્યાં છે. એક એક વાહનને અંદર જવા દેવામાં સિક્યોરિટી જવાનોને ભારે મહેનત કરવી પડી રહી છે. આ તમામ ઘટનાક્રમ જોતાં છેલ્લી ઘડીએ બારાત કાઢવાનું માંડી વાળવામાં આવ્યું હતું.

YC