મનોરંજન

કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શને પહોંચ્યા રણબીર કપૂર-આલિયા ભટ્ટ, વાઇરલ થઇ ગઈ તસ્વીરો…

રિયલ લાઈફ લવબર્ડ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં પહેલી વાર એક સાથે નજરમાં આવવાના છે. આ બંનેને ફિલ્મમાં એકસાથે સાથે જોવા માટે બૉલીવુડ ફૈન્સ ખુબ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનો ક્લાઈમેક્સ શૂટ હજી ચાલી રહ્યો છે.

Image Source

ફિલ્મને લીધે તથા રિયલ લાઈફ કપલને લીધે આ જોડી આજે ખુબ છવાઈ ગઈ છે. હાલના સમયે બંને એવોર્ડ ફંક્શન કે પાર્ટી કે ઇવેન્ટમાં પણ એકસાથે દેખાઈ રહ્યા છે. બંને પોતાની ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શૂટિંગ વારાણસીમાં કરી રહ્યા છે.ફિલ્મની શુટિંગથી થોડો સમય કાઢીને આ જોડી કાશીમાં બાબા વિશ્વનાથ ના દરબારમાં દર્શને પહોંચ્યા હતા.બંનેની તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઈ રહી છે. તસ્વીર જોઈને લાગી રહ્યું છે કે બંને મંદિરમાં પૂજા કરવા માટે પહોંચ્યા છે.

Image Source

ફિલ્મ બ્રહ્માસ્ત્રની શૂટિંગને લીધે રણબીર-આલિયા ઘણા સમયથી વારાણસી માં જ છે, આ બંને જ્યારથી શુટિંગને લીધે વારાણસીમાં ગયા છે ત્યારથી લગાતાર તેઓની તસ્વીરો ફૈન્સ દ્વારા વાઇરલ થાતી રહી છે.હવે એકવાર ફરીથી આ તસ્વીર વાઇરલ થઇ છે જેમાં બંને ભોળાનાથના રંગમાં રંગાયેલા નજરમાં આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

[New Picture] Ranbir Kapoor and Alia Bhatt clicked at Kashi Vishwanath Temple Today. #RanbirKapoor #Ranbir #AliaaBhatt #Bollywood

A post shared by Ranbir Kapoor Universe (@ranbirkapooruniverse) on

તસ્વીરને ઇન્સ્ટાગ્રામ પર રણબીર કપૂરના ફૈન્સ પેજ પર અપલોડ કરવામાં આવી છે.આ તસ્વીરમાં રણબીરના માથા પર ચંદનનું ત્રિપુંડ તિલક કરેલું નજરે પડે છે આ સિવાય ભોળાનાથની પ્રિય રુદ્રાક્ષની માળા પણ ગળામાં પહેરી રાખેલી દેખાઈ રહી છે. તેની સાથે આલિયા પણ ખુબ જ સાદગી ભરેલા અવતારમાં દેખાઈ રહી છે.

આલિયાએ પીળા રંગનો સિમ્પલ ડ્રેસ પહેરી રાખ્યો છે જયારે રણવીર સફેદ રંગના શર્ટમાં નજરમાં આવી રહ્યા છે.સોશિયલ મીડિયા પર બંનેની આ તસ્વીરને ખુબ પસંદ કરવામાં આવી રહી છે. પોતાના ફિલ્મના વ્યસ્ત શેડ્યુલ માંથી સમય કાઢીને બંને ભગવાના આશીર્વાદ માટે પહોંચ્યા છે.

Image Source

જણાવી દઈએ કે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટના સિવાય અમિતાભ બચ્ચન,મૌની રૉય પણ મુખ્ય ભૂમિકામાં છે.આ ફિલ્મનું નિર્દેશન અયાન મુખર્જી કરી રહ્યા છે. આ ફિલ્મ ત્રણ ભાગોમાં રિલીઝ કરવામાં આવશે.ફિલ્મમાં રણબીર અને આલિયા સુપર પાવરની સાથે એક નવા જ અવતારમાં નજરમાં આવવાના છે.

Image Source

આ વચ્ચે અયાન મુખર્જીએ પણ આ ફિલ્મની વારાણસીના શૂટિંગ દરમિયાન એક વિડીયો પણ શેયર કર્યો છે.આ વીડિયોના કૈપ્શનથી એ અંદાજો લગાવી શકાય છે કે ફિલ્મનું ક્લાઈમેક્સ શૂટ કરવામાં આવી રહ્યું છે.

જુઓ વિડીયો….

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks