પોતાના લગ્નના મંડપમાં જ પત્નીને ખુલ્લેઆમ કિસ કરવા લાગ્યો “બાહુબલી”નો ભલ્લાલદેવ, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

સિનેમા જગતની સૌથી ખ્યાતનામ ફિલ્મોમાંથી એક “બાહુબલી”ની ચાહના દુનિયાભરમાં ફેલાયેલી છે. આ ફિલ્મે સારી કમાણી કરવાની સાથે સાથે દર્શકોને ખુબ જ મનોરંજન પણ કરાવ્યું. આ ફિલ્મમાં કામ કરનારા પાત્રો પણ દર્શકોને ખુબ જ પસંદ આવ્યા. ત્યારે આ ફિલ્મમાં ભલ્લાલદેવનું પાત્ર નિભાવનારા અભિનેતા રાણા દગ્ગુબાતીના લગ્નને એક વર્ષ કરતા વધારે સમય થઇ ગયો છે.

રાણા દગ્ગુબાતી અને મિહિકા બજાજનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ગયા વર્ષે કોરોના કાળમાં રાણા દગ્ગુબાતી અને મિહિકા બજાજે એક બીજા સાથે લગ્નના ફેરા ફરી અને જીવનમાં એક નવું કદમ આગળ વધાર્યું હતું. આ લગ્નની અંદર પરિવાર અને નજીક મિત્રો જ હાજર રહ્યા હતા. હવે એક વર્ષ બાદ આ કપલનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે બંને એકબીજાને કિસ કરતા નજર આવી રહ્યા છે.

ભલે રાણા દગ્ગુબાતી અને મિહિકા બજાજના લગ્નમાં ઓછા લોકો હાજર રહ્યા હોય. પરંતુ લગ્ન ખુબ જ શાહી રીતે કરવામાં આવ્યા હતા. મિહિકાએ સોશિયલ મીડિયા ઉપર થોડી મિનિટનો લગ્નનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેમના પ્રેમાળ પળ અને તેમના જીવનની નવી શરૂઆતની ઝલક જોવા મળી રહી છે. લગ્નના મંડપમાં આ કપલે પોતાની ખાસ પળને કિસ કરીને ઉજવી હતી.

રાણા દગ્ગુબાતી અને મિહિકા બજાજના પ્રેમ ઉપર ફિલ્માવવામાં આવેલો આ વીડિયો પહેલી નજરમાં જ કોઈ ફિલ્મના ટ્રેલર કરતા જરા પણ કમ નથી લાગી રહ્યો. વીડિયોની અંદર લગ્નના બધા જ કાર્યક્રમની પળોને કેદ કરવામાં આવી છે. મિહિકા બજાજ કોઈ રાજકુમારીની જેમ રાણા દગ્ગુબાતીના જીવનમાં પ્રવેશ કરે છે અને પછી એક દિવસ તેમની દુલ્હનિયા બની જાય છે.

 

View this post on Instagram

 

A post shared by miheeka (@miheeka)


સોશિયલ મીડિયા ઉપર બંનેનો આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ચાહકો પણ તેમના આ વીડિયો ઉપર ખુબ જ પ્રેમ લૂંટાવી રહ્યા છે. તેની પાછળનું કારણ છે રાણા દગ્ગુબાતીના ચાહકો. તે સાઉથની સિનેમાના ખ્યાતનામ અભિનેતા છે. જેમને બાહુબલીમાં ભલ્લાદેવનું પાત્ર નિભાવીને આખા ભારતના ચાહકોના દિલમાં એક અનેરી જગ્યા બનાવી હતી.

Niraj Patel