અભિનેતા પ્રભાસની સુપરહિટ ફિલ્મ ‘બાહુબલી’માં વિલેન એટલે કે ભલ્લાલદેવની ભૂમિકા નિભાવેલા ‘રાણા દગ્ગુબાતી’ હાલના દિવસોમાં પોતાના સ્વાથ્યને લીધે ચર્ચામાં આવી ગયા છે.
રાણાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર પોસ્ટ કરી છે, જેમાં તે એક બ્રાન્ડની જાહેરાત કરતા દેખાઈ રહ્યા છે. એક સમયે ભારે ભરખમ બોડી ધરાવનારા રાણા તસ્વીરમાં એકદમ સ્લિમ અને દુબળા-પાતળા, કમજોર દેખાઈ રહ્યા છે. આ તસ્વીર સામે આવતા જ તેના ચાહકો ચિંતામાં આવી ગયા છે.
એવામાં એક યુઝરે તેની આ તસ્વીર પર કમેન્ટ કરતા લખ્યું કે તે ખુબ જ કમજોર દેખાઈ રહ્યા છે. જ્યારે અન્ય એકે લખ્યું કે તમે ખુબ જ દુબળા દેખાઈ રહયા છો, અને ક્યૂટ પણ લાગી રહ્યા છો. જયારે અમુક લોકોને આ તસ્વીરને જોઈને બિલકુલ પણ વિશ્વાસ જ નથી આવી રહ્યો.
જણાવી દઈએ કે અમુક દિસવો પહેલા એવી ખબર સામે આવી હતી કે રાણા દગ્ગુબાતીની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે, રાણાની માં એ જ તેને પોતાની કિડની આપી આપી હતી. જો કે આ વાત રાણાએ એકદમ અફવાહ જણાવી હતી.
આ અફવાહ પર રાણાએ પોતાનું મંતવ્ય આપતા કહ્યું હતું કે,”તેનું સ્વાસ્થ્ય એકદમ ઠીક જ છે. આ ન્યુઝ પુરી રીતે અફવાહ છે. હું બધાને હવે કહી કહીને થાકી ગયો છું. હું એકદમ ફિટ અને ફાઈન છું.” રાણાએ આગળ કહ્યું કે,”મને ખુબ જ ખુશી છે કે લોકો મને આટલો પ્રેમ કરે છે અને મારી આટલી ચિંતા કરે છે.
રાણાએ એ પણ કહ્યું હતું કે હાલ તે મોટા બજેટની ફિલ્મના પ્રી પ્રોડક્શનનું કામ કરી રહ્યા છે. ફિલ્મનું નામ ‘હિરણ્યકશ્યપ’ છે. આ એક ધાર્મિક ફિલ્મ છે. આ ફિલ્મને મોટા સ્તર પર બનાવવામાં આવેલી છે. આ સિવાય રાણા દગ્ગુબાતી વીએફએક્સ કંપની સાથે મળીને પ્રી પ્રોડક્શનનું કામ કરવામાં વ્યસ્ત છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.