મનોરંજન

શરૂ થઇ ગઈ રાણા દગ્ગુબતી અને મિહિકા બજાજના લગ્નની રસમો, હલ્દી-મહેંદીની તસ્વીર આવી સામે

બાહુબલી ફિલ્મના ભલ્લાલદેવ, એટલે કે એક્ટર રાણા દગ્ગુબતીએ જ્યારથી તેના લગ્નની જાહેરાત કરી ત્યારથી જ તેમના ફેન્સમાં ખુશીઈ લાગણી છવાઈ ગઈ છે. હવે દગ્ગુબતી અને તેની મંગેતર મિહિકા બજાજ ટૂંક સમયમાં લગ્નગ્રંથિથી બંધાઈ જશે.

Image source

આ બંનેના લગ્નની વિધિઓ પણ શરૂ થઈ ગઈ છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. રાણા દગ્ગુબતી અને મિહિકા બજાજ આજે લગ્નના બંધનમાં બંધાશે. તાજેતરમાં જ બંનેમાં હલ્દી અને મહેંદીનો સમારોહ હતો જની તસવીરો સામે આવી છે.

Image source

હલ્દીની તસવીરો જે સામે આવી છે તેમાં મિહિકાએ પીળો રંગનો લહેંગા પહેરેલો છે. તેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ લહેંગા સાથે, મિહિકાએ કોડી બનેલા ઘરેણાંથી પહેરીને લુકને પૂર્ણ કર્યો છે. તો રાણા દુગ્ગુબતી વ્હાઇટ શર્ટ અને પરંપરાગત દક્ષિણ ભારતીય ધોતીમાં જોવા મળ્યો છે. આ સિવાય બંને મેહંદીની તસ્વીર પણ સામે આવી છે.બંને આ તસવીરોમાં પણ ખૂબ જ સુંદર છે. મહેંદીની તસવીરમાં મિહિકા બજાજ સેરેમની માટે તૈયાર જોવા મળી રહી છે. તેણે ગુલાબી રંગની લહેંગા પહેર્યો છે. આ સાથે તેણે મેચિંગ મોતી અને કુંદન જ્વેલરી પહેરી છે.

Image source

રાણા દગ્ગુબાતી અને મિહિકા બજાજે નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં 21 મેના રોજ સગાઈ કરી હતી. સગાઈ બાદ આ બંનેના લગ્નની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા મિહિકાએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા તેના લગ્ન પહેલાના સમારોહની કેટલીક તસવીરો શેર કરી હતી.

Image source

નોંધપાત્ર વાત એ છે કે આ બંનેની સગાઈ દરમિયાન તેમની તસવીરોને પણ પસંદ કરવામાં આવી હતી. સગાઈમાં મિહિકા પણ ખૂબ જ સુંદર હતી. સગાઈ સમારોહમાં મિહિકા બજાજે પીળી અને ગુલાબી કાંજીવરામ સાડી પહેરી હતી. તે જ સમયે, રાણાએ આ દિવસ માટે સફેદ શર્ટ અને ધોતી પસંદ કરી હતી.

Image source

જણાવી દઈએ કે રાણા દગ્ગુબતી અને મિહિકા બજાજના લગ્નની તમામ વિધિ તેમના નિવાસ સ્થાને કરવામાં આવશે.આટલું જ જ નહીં, કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને, લગ્નમાં મહેમાનોની સંખ્યા 30 સુધી રાખવામાં આવી છે, જેમાં બંને પરિવારના નજીકના લોકો શામેલ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.