મહાઠગ કિરણ પટેલની પત્ની માલિનીની છેતરપીંડીના મામલામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ જગ્યાએથી કરી ધરપકડ, કરોડોનું મકાન પચાવી પાડવાનો આરોપ

મહાઠગ કિરણ પટેલની પત્ની પણ નીકળી ઠગ? અધધધ કરોડનો બંગલો પચાવી પાડવાના આરોપમાં ક્રાઇમ બ્રાન્ચે આ જગ્યાએથી દબોચી લીધી..

અમદાવાદનો મહાઠગ કિરણ પટેલ હવે નેશનલ ન્યુઝ બની ચુક્યો છે. PMOના નકલી અધિકારી તરીકે પોતાને દર્શાવીને કાશ્મીરમાં VVIP ટ્રીટમેન્ટ લેનારા કિરણ પટેલની પોલીસે ધરપકડ કરી લીધી હતી. ત્યારે આ મામલામાં હવે તેની પત્ની માલિની પટેલની પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી છે. માલિનીની સિંધુભવન રોડ પરના જગદીશપુરમ બંગલો પચાવી પાડવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

માલિની તેના એક સંબંધીના ઘરે જંબુસરમાં હતી ત્યારે જ તેની ધરપકડ કરવામાં આવી છે.  જગદીશ ચાવડાએ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. જેમાં ચાવડાએ આક્ષેપ કર્યો છે કે પટેલ દંપતીએ તેમના રૂ. 15 કરોડના બંગલા પર કબ્જો કરી લીધો છે. ત્યારે ઠગ કિરણ પટેલની પત્ની માલિનીએ આ કેસમાં ધરપકડથી બચવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી છે.

જગદીશ ચાવડાએ જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે પટેલ દંપતીએ પોતાને પીએમઓના અધિકારી ગણાવીને છેતરપિંડી અને ધમકીઓ આપી હતી. ચાવડાની ફરિયાદ પરથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો હતો. ચાવડાએ ઓગસ્ટ 2022માં કિરણ પટેલને આ મામલે કોર્ટ નોટિસ મોકલી હતી અને પોલીસમાં ફરિયાદ પણ કરી હતી, પરંતુ તે સમયે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

ચાવડાએ કહ્યું કે જો પોલીસે તે સમયે કાર્યવાહી કરી હોત તો ઘણા લોકો છેતરપિંડીમાંથી બચી શક્યા હોત. પ્રોપર્ટી બ્રોકર તરીકે કામ કરતા જગદીશ ચાવડાએ પટેલ દંપતીને બંગલો રિનોવેશન માટે આપ્યો હતો. આ માટે કેટલીક રકમ પણ ચૂકવવામાં આવી હતી. એક દિવસ તેમને ખબર પડી કે આ બંગલા પર કિરણ પટેલે પોતાનું બોર્ડ લગાવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે માલિની પટેલની ધરપકડ કરવામાં આવી.

Niraj Patel