દીપિકાના બેશરમ રંગ ગીતના સપોર્ટમાં ઉતરી કોંગ્રેસની પૂર્વ લોકસભા સભ્ય , કહ્યુ- આ મહિલાઓ વિરૂદ્ધ…

કોંગ્રેસની આ પૂર્વ લોકસભા સભ્યએ આપ્યો દીપિકા-શાહરૂખની ફિલ્મના ગીત બેશરમ રંગના ટ્રોલર્સને કરારો જવાબ, કહ્યુ- આ દીપિકાનો નહિ પણ બધી મહિલાઓનો…

પઠાણ ફિલ્મના ગીત બેશરમ રંગને લઈને વિવાદ સતત વધી રહ્યો છે, જે થમવાનું નામ નથી લઇ રહ્યો. અત્યાર સુધી અનેક હિન્દુ સંગઠનોએ આ ગીતમાં દીપિકાના ભગવા રંગની બિકી પહેરવા પર અને બોલ્ડ એક્ટ્સ કરવા પર વાંધો ઉઠાવ્યો છે. દીપિકાની ભગવા રંગની બિકીથી દરેકને સમસ્યા થઈ રહી છે. પહેલા હિન્દુ મહાસભા, પછી વીર શિવાજી ગ્રુપ, પછી વિશ્વ હિન્દુ પરિષદ અને આર.એસ.એસ. બધાએ ગીતમાં દીપિકાના લુક પર સવાલ ઉઠાવ્યા છે. દરેકની માંગ છે કે તેમાં ફેરફાર કરવામાં આવે નહીંતર ફિલ્મને રિલીઝ થવા દેવામાં આવશે નહીં.

ત્યારે આ વિવાદ વચ્ચે પૂર્વ લોકસભા સભ્ય રામ્યા દીપિકાના સમર્થનમાં આવ્યા છે. તેમણે ટ્વિટ કરી લખ્યુ- સામંથા તેના છૂટાછેડા માટે ટ્રોલ થઈ હતી. દીપિકા તેના કપડાં માટે, સાઈ પલ્લવી તેના અભિપ્રાય માટે, જ્યારે રશ્મિકા તેના સેપરેશન માટે અને બીજી ઘણી સ્ત્રીઓ તેમની દરેક પસંદગી માટે. પસંદગી કરવાનો અધિકાર આપણો મૂળભૂત અધિકાર છે. સ્ત્રીઓને મા દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે. પરંતુ આપણે આ ખરાબ લાગણી સામે લડવું પડશે.

રામ્યાના આ નિવેદન પર ઘણા લોકોએ પોતાની સંમતિ વ્યક્ત કરી હતી, જ્યારે ઘણા લોકોએ તેને ટ્રોલ કરીને આ ટ્વિટને રાજકીય ગણાવી હતી. અત્યાર સુધી ઘણા લોકોએ દીપિકાની ભગવા રંગની બિકી વિવાદ સામે વાંધો ઉઠાવી ચૂક્યા છે. ગઈકાલના રોજ કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં શાહરૂખ ખાને ફિલ્મ ‘પઠાણ’ને લઈને ચાલી રહેલા વિવાદ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “દુનિયા સામાન્ય છે.

દરેક જણ ખુશ છે. હું સૌથી ખુશ છું અને બસ મને બિલકુલ વાંધો નથી. દુનિયા ગમે તે કરે, હું અને તમે અને વિશ્વના તમામ સકારાત્મક લોકો જીવંત છીએ. અભિનેતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો, પરંતુ તેમ છતાં તેની ફિલ્મ અંગેનો વિવાદ ગરમ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે પઠાણ 25 જાન્યુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Shah Jina