‘બાહુબલી’ માં અમરેન્દ્ર બાહુબલીની મા શિવગામી દેવી અસલ જીવનમાં છે ખુબ જ સ્ટાઈલિશ, લેટેસ્ટ તસવીરો જોઈને ચાહકો બોલ્યા-વાહ જી વાહ

બ્લોકબસ્ટર ફિલ્મ ‘બાહુબલી’ લોકોને ખુબ પસંદ આવી હતી, ફિલ્મની સાથે સાથે તેના દરેક કલાકારો પણ લોકોના દિલોમાં વસી ગયા છે, ફિલ્મે કરોડોની કમાણી કરી હતી. આ ફિલ્મ પછી ફિલ્મના કલાકારો પણ ખુબ ફેમસ થઇ ગયા હતા. એવો જ એક કિરદાર બાહુબલી ની માં શિવગામી દેવી એટલે કે અભિનેત્રી રામ્યા કૃષ્ણનનો છે. રામ્યાએ આ કિરદાર નીભાવવામાં કઈ બાકી નથી રાખ્યું, અને આ કિરદાર દ્વારા તે ખુબ લોકપ્રિય બની ગઈ છે.

25 સપ્ટેમ્બર 1970 ના રોજ જન્મેલી રામ્યા બૉલીવુડમાં પણ કામ કરી ચુકી છે. જણાવી દઈએ કે ફિલ્મમાં મોટા ભાગે માતાનો કિરદાર કરનારી રામ્યા અસલ જીવનમાં એકદમ યુવાન અને સ્ટાઈલિશ દેખાય છે. રામ્યા સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને અવાર નવાર પોતાની દિલકશ અને લાજવાબ તસવીરો અને વિડીયો પોસ્ટ કરતી રહે છે. રામ્યાની ફેન ફોલોઈંગ પણ લાખોમાં છે.

ખુબ ઓછા લોકો જાણતા હશે કે ફિલ્મ બાહુબલી પહેલા પણ રામ્યા ચર્ચામાં આવી ગઈ હતી અને ખુબ લોકપ્રિય બની ગઈ હતી. રામ્યા બોલીવુડના જાણીતા કલાકારો સાથે કામ કરીને લોકપ્રિય બની હતી. એક સમયે રામ્યા પોતાનાથી 25 વર્ષ મોટા અભિનેતા વિનોદ ખન્ના સાથે ઇન્ટીમેન્ટ સીન આપીને ચર્ચાનો વિષય બની ચુકી હતી.

ફિલ્મ પરમ્પરામાં રામ્યાએ વિનોદ ખન્ના સાથે કામ કર્યું હતું, અને ફિલ્મના ગીતમાં બે ઇન્ટીમેન્ટ સીન દેખાડવામાં આવ્યા હતા, જે ખુબ ચર્ચાનો વિષય બન્યા હતા. આ ફિલ્મ વર્ષ 1993 માં રિલીઝ થઇ હતી.આ સિવાય રામ્યા અભિનેતા શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન, અનિલ કપૂર, નાના પાટેકર સાથે પણ ફિલ્મોમાં રોમાન્સ કરી ચુકી છે. ફિલ્મ બાહુબલી પછી ‘કવિન’ સિરીઝ દ્વારા પણ તે લોકપ્રિય બની હતી, જે તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિક હતી.

રામ્યાની સોશિયલ મીડિયા પરની હાલની તસવીરો જોશો તો તમને પણ વિશ્વાસ નહિ આવે કે માતાનો કિરદાર નિભાવતી રામ્યા અસલ જીવનમાં આટલી સ્ટાઈલિશ અને યુવાન દેખાય છે. તેનું એકાઉન્ટ આકર્ષક તસવીરોથી ભર્યું પડ્યું છે. રામ્યાએ તેલુગુ ફિલ્મમેકર કૃષ્ણા વામસી સાથે લગ્ન કર્યા છે, બંન્નેનો એક ક્યૂટ દીકરો પણ છે.

90ના દાયકામાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીની કેટલીક મુઠ્ઠીભર ફિલ્મો કરી હતી, પરંતુ ખૂબ લાંબા સમયથી દર્શકોને તેમને હિંદી ફિલ્મમાં જોવા મળી નથી. આ અભિનેત્રીએ ‘ખલનાયક’, ‘ક્રિમિનલ’, ‘શપથ’ અને ‘બડે મિયા છોડે મિયા’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આટલી સારી ફિલ્મો કર્યા બાદ પણ તમે બોલીવુડમાંથી કેમ બ્રેક લીધો?

રામ્યાએ આઇએએનએસને જણાવ્યું કે ‘મેં બ્રેક લીધો નથી. Actually મારી મુવીઝ સારી પ્રદર્શન કરી રહી ન હતી અને મેં ઓફરમાં કોઇ રસ દાખવ્યો નહી. આ દરમિયાન મેં સાઉથની મુવીઝ ખૂબ સારું કામ કરી રહી હતી.

તે દિગ્ગજ અમિતાભ બચ્ચન દ્વારા અભિનીત એક હિંદી તમિળ ફિલ્મમાં કામ કરવાની હતી પરંતુ તે પ્રોજેક્ટ ન થયું. તેમણે કહ્યું આ પ્રોજેક્ટ ફ્લોર પર નહી આવે. મને લાગે છે કે તેમાં કોઇ સમસ્યા નથી, જેના વિશે મને જાણકારી નથી. મેં અત્યાર સુધી તેના માટે શૂટિંગ શરૂ કર્યું નથી. પરંતુ તેમની એક તેલુગુ-હિંદી ફિલ્મ આવી રહી છે. જેમાં વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે છે. તે તેને લઇને ઘણી ઉત્સાહિત છે.

Shah Jina