49 વર્ષની થઇ બાહુબલીની માતા શિવગામી, જુઓ ક્યારેય ન જોયેલી 10 તસ્વીરો

0
233

ફિલ્મ ‘બાહુબલી’ ભારતીય સિનેમાની સૌથી મોટી હિટ ફિલ્મ હોવાની સાથે સાથે ફિલ્મે ઘણા કિરદારોને હંમેશા માટે યાદગાર બનાવી દીધા. પછી તે મહેન્દ્ર બાહુબલી હોય, કટપ્પા, શિવગામી કે દેવસેના હોય. એવામાં આજે અમે તમને આજ ફિલ્મના એક ખાસ કિરદાર બાહુબલીની માતા શિવગામી એટલે કે અભિનેત્રી રામ્યા કૃષ્ણન વિશે અમુક ખાસ વાતો જણાવીશું.

 

View this post on Instagram

 

#ramyakrishnan ❤

A post shared by Ramya Krishnan (@queenramyakrishnan) on

વર્ષ 1970 માં 15 સપ્ટેમ્બરના રોજ ચેન્નાઇમાં જન્મેલી રામ્યાએ અમુક દિવસો પહેલા જ પોતાના 49 માં જન્મદિવસની ઉજવણી કરી છે. માત્ર 13 વર્ષની ઉંમરમાં જ રામ્યાએ તમિલ ફિલ્મ ‘વેલ્લઇ મનસુ’થી બાળ કલાકારના સ્વરૂપે ડેબ્યુ કર્યું હતું.

 

View this post on Instagram

 

#ramyakrishnan ❤ PC – @sd_surya_photography

A post shared by Ramya Krishnan (@queenramyakrishnan) on

બાહુબલી ફિલ્મમાં ગુસ્સેલ ચેહરો, માથા પર ચનમક અને વીરાંગના જેવી શિવગામીએ એટલે કે રામ્યાએ પોતાના 33 વર્ષના ફિલ્મી કેરિયેરમાં બોલીવુડની સાથે સાથે તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ ભાષાની 200 થી પણ વધારે ફિલ્મોમાં કામ કર્યું છે.

 

View this post on Instagram

 

#ramyakrishnan ❤ PC – @inandoutcinema

A post shared by Ramya Krishnan (@queenramyakrishnan) on

ફિલ્મોમાં પોતાની ગ્લેમરસ અદાઓથી દીવાના બનાવનારી રામ્યા અસલ જીવનમાં પણ એકદમ ગ્લેમરસ અને સુંદર છે. ફિલ્મ બાહુબલી રામ્યા માટે ખુબ જ લકી સાબિત થઇ હતી. ફિલ્મામાં રાજમાતા શિવગામીનો કિરદાર તેણે ખુબ સારી રીતે નિભાવ્યો છે.

 

View this post on Instagram

 

#happybirthdayprabhas #ramyakrishnan ❤ #prabhas #baahubali2 #baahubalitheconclusion #baahubali #sivagami #sivagamidevi

A post shared by Ramya Krishnan (@queenramyakrishnan) on

જણાવી દઈએ કે શિવગામીનો રોલ પહેલા અભિનેત્રી શ્રીદેવીને ઓફર કરવામાં આવ્યો હતો પણ અમુક કારણોને લીધે શ્રીદેવીએ આ ઓફર સ્વીકારી ન હતી.

 

View this post on Instagram

 

THAT LOOK!💯🔥 #ramyakrishnan ❤ #sivagamidevi #baahubali2 #baahubalitheconclusion #aivagami #baahubali

A post shared by Ramya Krishnan (@queenramyakrishnan) on

એક સમયે રામ્યા બોલીવુડના જાણીતા અભિનેતાઓ સાથે ફિલ્મોમાં રોમાન્સ પણ કરી ચુકી છે. જેમાં શાહરુખ ખાન, વિનોદ  ખન્ના, અમિતાભ બચ્ચન, જૈકી શ્રોફ, અનિલ કપૂર, ગોવિંદા વગેરે જેવા અભિનેતાઓ શામિલ છે.

 

View this post on Instagram

 

😍🔥💯 #ramyakrishnan ❤ #nagarjuna #nagarjunaakkineni

A post shared by Ramya Krishnan (@queenramyakrishnan) on

રામ્યાએ ફિલ્મ ‘ચાહત’માં શાહરુખ ખાન સાથે રોમાન્સ કર્યો હતો, ફિલ્મમાં તેની સાથે પૂજા ભટ્ટ પણ હતી. ફિલ્મમાં રામ્યાના કિરદારને ખુબ પસંદ કરવામાં આવ્યો હતો.

Image Source

રામ્યાએ વર્ષ 1998 માં ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મમાં અમિતાભ અને ગોવિંદા સાથે કામ કર્યું હતું. ફિલ્મમાં રવીના ટંડન મુખ્ય કિરદાર જોવા મળી હતી.

Image Source

રામ્યાએ વિનોદ ખન્ના સાથે વર્ષ 1993 માં ‘પરંપરા’ ફિલ્મમાં કામ કર્યું હતું, 1997 માં જૈકી શ્રોફ સાથે કામ કર્યું હતું અને વર્ષ 1997 માં ડેવિડ ધવનની ફિલ્મ ‘બનારસી બાબુ’ માં રામ્યા ગોવિંદાની સાથે ઠુમકા લગાવતી જોવા મળી હતી.

Image Source

રામ્યાએ 12 જૂન 2003 ના રોજ તેલુગુ ફિલ્મમેકર કૃષ્ણા વામસી સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2004 માં તેણે દીકરા ઋત્વીકને જન્મ આપ્યો હતો જે 15 વર્ષનો થઇ ચુક્યો છે.  ફિલ્મ બાહુબલી માટે 2.5 કરોડ ચાર્જ લેનારી રામ્યાની પાસે 32 કરોડની પ્રોપર્ટી છે.