નર્સ અને ડોક્ટરની મારામારીનો વીડિયો વાયરલ થયો હતો એ ડોક્ટરની સંદિગ્ધ હાલતમાં મળી લાશ, જાણો વિગત

ઉત્તર પ્રદેશના રામપુરમાં એક સરકારી ડોક્ટરનો મૃતદેહ સંદિગ્ધ હાલતમાં મળી આવ્યો છે. આ એ જ ડોક્ટર બીએમ નાગર છે, જેેમનો વીડિયો  સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં એક નર્સે પહેલા તેેમનેે થપ્પડ માર્યો હતો અને બાદમાં તેઓ પણ નર્સને મારતા જોવા મળ્યા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ ડીએમએ ડોક્ટર સેવા સમાપ્ત કરી દીધી હતી. પરંતુ બાદમાં તેમની તૈનાતી પાછી આપવામાં આવી હતી.

ડોક્ટર નાગર સિવિલ લાઇન વિસ્તારમાં બનેલા સરકારી ક્વાર્ટરમાં એકલા રહેતા હતા. તેમનો પરિવાર મેરઠમાં રહેતો હતો. પરિવારજનોએ ડોક્ટરને ઘણા સમય સુધી ફોન કર્યો પરંતુ ફોન ના ઉઠાવવા પર તેની જાણકારી સરકારી હોસ્પિટલને આપવામાં આવી.

ટીઓઆઇની રીપોર્ટ અનુસાર, રામપુર જિલ્લા હોસ્પિટલના સીએમએસ ડો.રાકેશ મિત્તલે જણાવ્યુ કે, હોસ્પિટલના એક કર્મચારીને મંગળવારે બપોર બાદ ડોક્ટરની પત્નીનો ફોન આવ્યો. પત્ની ડોક્ટર સાથે ફોન પર વાત કરવા ઇચ્છતી હતી પરંતુ તેમણે ફોન ઉઠાવ્યો ન હતો.

તેમણે આગળ કહ્યુ કે, મેં ઘણીવાર ડોક્ટરને ફોન કર્યો પરંતુ કોઇ જવાબ મળ્યો નહિ, તે બાદ હોસ્પિટલના એક કર્મચારીને તેમના ઘરે મોકલવામાં આવ્યા. ડોક્ટર અચેત અવસ્થામાં તેમના ઘરમાં પડ્યા હતા. જાણકારી મળવા પર એક ડોક્ટર પહોંચ્યા પરંતુ તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા. તમને જણાવી દઇએ કે, પોલિસ અને પરિવારને 63 વર્ષિય ડોક્ટરની મોત સ્વાભાવિક લાગી છે.

Shah Jina