ખબર ફિલ્મી દુનિયા

જયાથી ઓછો નથી રમોલા બચ્ચનો જલવો , જાણો શું કરે છે બચ્ચન પરિવારની નાની વહુ

જયાથી ઓછો નથી રમોલા બચ્ચનો જલવો, જાણો શું કરે છે બચ્ચન પરિવારની નાની વહુ

બચ્ચન પરિવારની નાની વહુ રમોલા બચ્ચન તેની જેઠાણી જયા બચ્ચની જેમ લાઇમલાઇટમાં ભલે ના રહેતી હોય પરંતુ તેનો જલવો ઓછો નથી. રમોલા એક સફળ ફેશન ડિઝાઈનર છે. અમિતાભના નાના ભાઈ અજિતાભની પત્ની રમોલાએ ઘણી ફિલ્મોમાં કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યા છે. રમોલા ફેશન ઇન્ડસ્ટ્રીઝનું જાણીતું નામ છે. તે મોટી-મોટી ઇવેન્ટને આયોજિત કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Ramola Bachchan (@ramolabachchan) on

મીડિયા રિપોર્ટ અનુસાર, રમોલા જે ઇવેન્ટ આયોજિત કરે છે તેમાં રનવે રાઇઝિંગ એકઝીબીશન, રનવે બ્રાઇડલ એકઝીબીશન, હાઉસફુલ ડેકોર એકઝીબીશન શામેલ છે. રમોલા કોન્સ્પેટ નામથી એક કંપની પણ ચલાવે છે જે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે. વર્ષ 2007માં દિલ્લી સેટલ થતા પહેલા રમોલા લંડનમાં રહેતી હતી. ત્યાંની પાર્ટીમાં રમોલાની હાજરી ચાર ચાંદ લગાડી દેતી હતી. રમોલા પાર્ટીની શાન હતી.

 

View this post on Instagram

 

A post shared by Ramola Bachchan (@ramolabachchan) on

તમને જાણીને હેરાની થશે કે, રમોલા લગ્ન પહેલા અજિતાભ એટલે કે તેના પતિને રાખડી બાંધતી હતી. રમોલા અમિતાભ અને અજિતાભ બંનેને રાખડી બાંધતી હતી. અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાયના પુસ્તક ઈન ધ આફ્ટર નૂન: એન ઓટોબાયોગ્રાફીમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. હરિવંશરાય લખ્યું હતું કે, રમોલા અને અજિતાની પહેલી મુલાકાત કોલકતામાં થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Ramola Bachchan (@ramolabachchan) on

અજિતાભ તે સમયે તેના ભાઈ સાથે ત્યાંની એક કંપનીમાં કામ કરતા હતા. બંનેને કોઈ બહેન ના હતી તેથી રમોલા બંનેને રાખડી બાંધતી હતી. થોડા સમય બાદ રમોલા એર હોસ્ટેસ બની ગઈ હતી અને અજિતાભ પણ ટ્રેનિંગ માટે જર્મની ચાલ્યો ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Ramola Bachchan (@ramolabachchan) on

બંનેની મુલાકાત અઢી વર્ષ પછી થઇ હતી. બંનેની વધતી જતી નજદીકયાએ પ્રેમનું રૂપ લઇ લીધું હતું. અજિતાભે જણાવ્યું હતું કે, તે રમોલા સાથે લગ્ન કરવા માંગતો હતો. બંનેના સંબંધને લગ્ન સુધી પહોંચાડવામાં અમિતાભ બચ્ચનનો મોટો હાથ હતો.

 

View this post on Instagram

 

A post shared by Ramola Bachchan (@ramolabachchan) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.