સુરતમાં આવેલા આ મંદિરની છે અનોખી માન્યતા, શિવલિંગ પર ચઢાવવામાં આવે છે જીવતા કરચલા, જુઓ તેની પાછળનું કારણ

ના દૂધ.. ના બીલીપત્ર, ના પાણી, ના ધતુરો.. શિવજીના આ અનોખા મંદિરમાં છે જીવતા કરચલા ચઢાવવાની માન્યતા, જાણો મંદિરનો રોચક ઇતિહાસ, જુઓ વીડિયો

આપણા દેશમાં ઘણા બધા એવા મંદિરો આવેલા છે જેનો અનેરો મહિમા છે. આજે પણ ઘણા મંદિરોમાં કેટલીક ચમત્કારિક ઘટનાઓ જોવા મળે છે, જેની પાછળનું કારણ વિજ્ઞાન પણ સમજી નથી શક્યું. તો ઘણા મંદિરોમાં કેટલીક માન્યતાઓ વર્ષોથી ચાલી આવે છે, આજે અમે તમને એક એવા જ શિવજીના મંદિર વિશે જણાવવાના છીએ, જેમાં શિવલિંગ પર જીવતા કરચલા ચઢાવવામાં આવે છે.

તમે અત્યાર સુધી ઘણા બધા શિવ મંદિરમાં ગયા હશો અને ત્યાં તમે મંદિરમાં ભગવાન શિવજીનો દૂધ, ઘી, ધતુરો, ભષ્મ કે બીલીપત્રઠ્ઠી અભિષેક થતો જોયો હશે. પરંતુ શિવજીનું એક એવું મંદિર પણ છે જ્યાં ભોલેનાથના શિવલિંગ પર જીવતા કરચલા ચઢાવવામાં આવે છે.

આ મંદિર આવેલું છે સુરતના ઉમરા ગામમાં. લોકવાયકા અનુસાર આ મન્દીર સેંકડો વર્ષથી પણ વધારે પૌરાણિક છે. આ મંદિરમાં ભગવાન શ્રી રામે બાણ મારીને શિવલિંગ પ્રગટ કર્યું હોવાનું પણ કહેવાય છે. ત્યારે આ મંદિરમાં વર્ષમાં એક જ દિવસ એટલે કે ષડતિલા એકાદશીના દિવસે જીવતા કરચલા ચઢાવવામાં આવે છે.

આ મંદિર વિશેની લોકમાન્યતા એવી પણ છે કે જે જગ્યાએ આજે રામનાથ- ઘેલા મંદિર ઉભું છે ત્યાં વર્ષો પહેલા ગાઢ જંગલ હતું. ભગવાન શ્રી રામ જયારે વનવાસ પર હતા ત્યારે તે આ જગ્યાએ પધાર્યા અને તેમને પોતાના પિતા રાજા દશરથના નિધનના સમાચાર મળ્યા. જેના બાદ ભગવાન શ્રી રામે તાપી નદીમાં જ પોતાના પિતાની તર્પણ વિધિ કરવાનો નિર્ણય કર્યો હતો.

ભગવાન શ્રી રામે દરિયા દેવને પ્રાર્થના કરી અને ત્યારબાદ દરિયા દેવ પોતે બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આવ્યા અને તર્પણની વિધિ પૂર્ણ કરાવી. જેના બાદ ભગવાન શ્રી રામે બાણ મારીને અહીંયા શિવલિંગ પ્રગટ કર્યું. જેના કારણે આ મંદિરને રામનાથ- ઘેલા મંદિર કહેવામાં આવે છે. જ્યાં લોકોએ રાખેલી બધા પૂર્ણ થતા જ શિવજીને જીવતા કરચલા અપર્ણ કરવાનો અનેરો મહિમા છે.

જો કોઈ વ્યક્તિને કાનની કોઈ બીમારી હોય, તો આ મંદિરમાં આવીને ભોળાનાથને વિનંતી કરીને કરચલા ચઢાવવાની બાધા રાખે છે. જે પૂર્ણ થતા જ પોષ સુદી અગિયારસ એટલે કે ષડતિલા એકાદશીના દિવસે વહેલી સવારથી જ મંદિરમાં આવી શિવલિંગ પર જીવતા કરચલા ચઢાવીને પોતાની બધામાંથી મુક્તિ મેળવે છે.

આ મહાદેવના મંદિરમાં ઉમરા અને તેની આસપાસના લોકો મોટી સંખ્યામાં ષડતિલા એકાદશીના દિવસે પહોંચે છે. વહેલી સવારથી મંદિરની બહાર ભાવિક ભક્તોની મોટી ભીડ પણ જોવા મળે છે. આ પરંપરા આજથી નહીં પરંતુ વર્ષોથી ચાલી આવે છે અને વર્ષોથી ભક્તો જીવતા કરચલા ષડતિલા એકાદશીના દિવસે શિવજીને અર્પણ કરે છે. આ મંદિરની ખાસ વાત છે કે ભગવાન શિવજીને જે જીવતા કરચલા ચઢાવવામાં આવે છે તેને મંદિર ટ્રસ્ટ દ્વારા સલામત રીતે તાપી નદીમાં છોડી દેવામાં આવે છે.

Niraj Patel