આજે અમે તમને કોઈ બૉલીવુડ સ્ટાર નહિ પણ એવા અભિનેતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે હિંદી અને સાઉથ સિનેમામાં ખૂંખાર વિલેનના નામે ઓળખવામાં આવતા હતા. અમે વાત કરી રહ્યા છીએ વિલેનના નામથી પ્રખ્યાત એવા અભિનેતા ‘રામી રેડ્ડી’ ની.

ફિલ્મોમાં ખૌફ અને ભયાનકતાના પ્રતીક બની ચૂકેલા રામી રેડ્ડીએ વિલેનના સ્વરૂપે પોતાની એક અલગ જ ઓળખ બનાવી હતી. અમુક લોકો તો તેનાથી અસલ જીવનમાં પણ ડરવા લાગ્યા હતા. રામી રેડ્ડીએ વર્ષ 1990 માં આવેલી ફિલ્મ પ્રતિબંધ માં દમદાર વિલેનનો કિરદાર નિભાવ્યો નિભાવ્યો હતો.

જણાવી દઈએ કે રામી રેડ્ડીનું પૂરું નામ ‘ગંગાસાની રામી રેડ્ડી’ હતું. રામી રેડ્ડીનો જન્મ આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં સ્થિત વાલ્મીકિપુરમ ગામમાં થયો હતો. હૈદરાબાદની ફેમસ ઉસ્માનિયા યુનિવર્સીટીથી તેમણે અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને જર્નલિઝમની ડિગ્રી મેળવી હતી. એટલે કે ફિલ્મી દુનિયાનમાં લોકોના જીવનને નર્ક બનાવરના આ વ્યક્તિ અસલ જીવનમાં એક પત્રકાર હતા. તેમણે હૈદરાબાદની એક ન્યુઝપેપર કંપની માટે પણ ઘણું કામ કર્યું હતું અને પછી ફિલ્મી દુનિયા તરફ વણાંક લીધો.

1990 માં આવેલી ફિલ્મ પ્રિતબંધમાં વિલેનના રૂપમાં રામી રેડ્ડીને ખુબ પસંદ કરવામાં આવ્યા હતા, અને તેના આ કિરદારે તેનું ભાગ્ય ખોલી નાખ્યું હતું, તેના પછી તેને લગાતાર ઘણી ફિલ્મો મળવા લાગી. દર્શકો પણ રામી રેડ્ડીને વિલેનના સ્વરૂપે જોવાની માંગ કરતા હતા.

દરેક ફિલ્મોમાં તેનો કિરદાર અને લુક એટલો ભયાનક અને ક્રૂર રહેતો હતો કે તેનું નામ સાંભળતા જ ધ્રુજારી છુંટી જતી હતી.પણ ફિલ્મોમાં ખૌફનાક એવા રામી રેડ્ડીનું અસલ જીવન ખુબ દર્દનાક રહ્યું હતું.

રામી રેડ્ડીએ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મો દ્વારા કરી હતી પણ બૉલીવુડથી પણ ઓફર આવવાને લીધે તે પોતાને રોકી ન શક્યા અને બૉલીવુડ ફિલ્મોમાં કામ કરવા લાગ્યા. તે સમયે તેની પાસે બોલીવુડના ઘણા પ્રોજેક્ટ હાથ લાગ્યા હતા, પણ ધીમે ધીમે બોલીવુડમાં કામ ઓછું મળવાને લીધે તેને ફરીથી સાઉથ ફિલ્મોમાં કામ કરવું પડ્યું.
અભિનયના સિવાય રામી રેડ્ડીએ ડાયરેક્શન અને પ્રોડક્શનના સ્વરૂપે પણ કામ કર્યું પણ તેમાં તેને કઈ ખાસ સફળતા મળી ન હતી. જેના પછી એક ગંભીર બીમારીને લીધે તેના લીવરમાં સમસ્યા આવી ગઈ અને તે બીમાર રહેવા લાગ્યા અને લાઇમલાઈટથી પણ દૂર રહેવા લાગ્યા.

વર્ષો પછી જયારે રામી રેડ્ડી એક ઇવેન્ટમાં જોવા મળ્યા તો તેને જોઈને દરેક કોઈ હેરાન જ રહી ગયા હતા કેમ કે બિમારીને લીધે તેને ઓળખવા પણ મુશ્કિલ બની ગયા હતા. રામી રેડ્ડીએ હિન્દી સિનેમામાં ફિલ્મ પ્રતિબંધમાં સ્પૉટ નાના, ફિલ્મ વક્ત હમારા હૈં માં કર્નલ ચિકારા, ફિલ્મ આંદોલનમાં બાબા નાયક જેવા અનેક પાત્ર ભજવ્યા હતા.

લાંબી બીમારી પછી રામી રેડ્ડીનું વર્ષ 2011 માં 14 એપ્રિલના રોજ નિધન થયું હતું અને બોલીવુડના આ ખૂંખાર વિલેન દુનિયાને હંમેશાને માટે છોડી ચાલ્યા ગયા.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks