રમેશ તુરાનીની દિવાળી પાર્ટીમાં લાગ્યો સેલેબ્સનો જમાવડો, ભાઇજાનથી લઇ મોટી મોટી હસ્તીઓ ઉમટી પડી
Ramesh Turani’s Diwali party : દેશભરમાં દિવાળીના તહેવારને લઈને ભારે ધૂમ જોવા મળી રહી છે. સામાન્ય માણસથી લઈને સેલેબ્રિટીઓ પણ આ તહેવારને ખુબ જ ધામધૂમથી ઉજવતા હોય છે. સાથે જ દિવાળી આવતા જ બોલીવુડમાં પાર્ટીઓનો માહોલ પણ જામતો હોય છે. થોડા દિવસ પહેલા બૉલીવુડના સૌથી મોટા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરે પણ ખાસ દિવાળી પાર્ટીનું આયોજન થયું હતું, જેમાં પણ બોલીવુડના મોટા મોટા સેલેબ્સનો જમાવડો જોવા મળ્યો હતો.
કેટરીનાએ લૂંટી લાઇમ લાઈટ :
ત્યારે હવે કેટરિના કૈફ, સિદ્ધાર્થ મલ્હોત્રા સહિત ઘણા સેલેબ્સ ગઈકાલે સાંજે યોજાયેલ રમેશ તુરાનીની દિવાળી પાર્ટીમાં સામેલ થયા હતા. તો એક ઈવેન્ટમાં સુષ્મિતા સેન તેના એક્સ બોયફ્રેન્ડ રોહમન શાલનો હાથ પકડીને કેમેરા સામે પોઝ આપતી જોવા મળી હતી. કેટરિના કૈફનું સ્મિત રમેશ તુરાનીની દિવાળી પાર્ટીમાં ચાર ચાંદ લગાવી દીધા.
આકર્ષક હતો લુક :
ટાઇગર 3 અભિનેત્રી કેટરિના કૈફ ગઈકાલે સાંજે યોજાયેલ દિવાળીની પાર્ટીમાં બ્રાઉન કલરની ચોલી અને લહેંગા પહેરીને સુંદરતાના વિવિધ શેડ્સ ફેલાવતી જોવા મળી હતી. કેટરિના કૈફે તેના લહેંગા અને ચોલી સાથે લાંબી ઇયરિંગ્સ પહેરી હતી. અભિનેત્રીએ તેના કપાળ પર નાની બિંદી લગાવીને પોતાનો સુંદર દેખાવ પૂર્ણ કર્યો.
સલમાન ખાન :
બોલીવુડના દિગ્ગજ અભિનેતા અને રમેશ તુરાનીના ખાસ મિત્ર એવા સલમાન ખાન પણ આ પાર્ટીમાં હાજરી આપવા માટે પહોંચી ગયો હતો. સલમાને પણ કેમેરા સામે પોઝ આપ્યો હતો.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવનનું ટ્યુનીંગ :
દિવાળી પાર્ટીમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવને પણ પોતાની ડેશિંગ સ્ટાઈલ બતાવી હતી. સિદ્ધાર્થ જ્યાં બ્લેક બેઝ પર મલ્ટીકલર્ડ પ્રિન્ટ જેકેટ સાથે બ્લેક કલરના કુર્તા-પાયજામામાં સજ્જ હતો. તો વરુણ ધવને કેઝ્યુઅલ શૂઝ સાથે હળવા વાદળી કુર્તા અને પાયજામી પહેરીને પોતાનો લુક પૂર્ણ કર્યો.
શ્રિયા સરન થઇ સ્પોટ :
શ્રિયા સરને રમેશ તુરાનીની દિવાળી પાર્ટીમાં પણ પોતાની સુંદરતા દેખાડી હતી. અભિનેત્રી સ્ટેરી કટ-સ્લીવ ડીપનેક બ્લાઉઝ સાથે પારદર્શક સાડી પહેરીને તેની શૈલીને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
રિતેશ અને જેનેલિયાની જોડી :
જેનેલિયા ડિસોઝા અને રિતેશ દેશમુખે ફરી એકવાર તેમના ક્યૂટ ટ્વિનિંગથી નેટીઝન્સને પ્રભાવિત કર્યા છે. જેનેલિયાએ સફેદ રંગનું સુંદર ગાઉન પહેર્યું હતું. રિતેશે પણ સ્ટાઇલિશ સૂટમાં ફેશન બતાવી હતી.
નુસરત ભરૂચા અને હુમા ખુરેશિ પણ આવ્યા નજર :
નુસરત ભરૂચા નારંગી રંગની ડીપનેક લેહેંગા ચોલી પહેરીને દિવાળી પાર્ટીમાં ગ્લેમરનો સ્પર્શ ઉમેરતી જોવા મળી હતી. હુમા કુરેશીએ સૂટ પહેરેલા તેના પંજાબી કુડી દેખાવથી ચાહકોને પ્રભાવિત કર્યા.
સુસ્મિતાએ પકડ્યો એક્સ બોયફ્રેન્ડનો હાથ :
ગઈકાલે સાંજે એક ઈવેન્ટમાં સુષ્મિતા સેને તેના એક્સ બોયફ્રેન્ડ રોહમન શાલનો હાથ પકડીને ક્લિક કર્યા હતા. આ ઈવેન્ટમાં સુષ્મિતા સેન પિંક બોર્ડરવાળી બ્લેક સાડી પહેરીને પહોંચી હતી.
View this post on Instagram