દિવાળી ઉત્સવનો તહેવાર શરૂ થઇ ગયો છે. ત્યારે સામાન્ય માણસથી લઈને બોલીવુડના સેલેબ્રિટીઓમાં પણ ચમક દમક જોવા મળી રહી છે. બૉલીવુડ સેલેબ્સ પણ પોતાના ઘરે દિવાળીની તૈયારીમાં લાગી ગયા છે. તો પ્રિ દિવાળી સેલિબ્રેશન પણ શરૂ થઇ ગયું છે. જાણીતા પ્રોડ્યુસર રમેશ તોરાનીએ ગત રાત્રે દિવાળીની પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બોલીવુડના કલાકારોએ હાજરી આપી હતી.
આ પ્રસંગે સલમાન ખાન પણ નજર આવ્યો હતો. આ ઉજવણીમાં સલમાન ખાનની ઘણી બધી તસવીરો પણ સામે આવી હતી. આ તસ્વીરોમાં જોઈ શકાય છે કે સલમાન ખાન તેની અકડ બતાવતા ગુસ્સામાં નજર આવી રહ્યો છે. તે છતાં પણ તેને ફોટોગ્રાફરને પોઝ આપ્યા હતા. આ દરમિયાન તેને કાળા રંગના કપડાં પહેરી રાખ્યા હતા, તેની દાઢી હતી અને હાથમાં મોબાઈલ હતો.
સલમાન ખાન સાથે આ પાર્ટીમાં તેની કથિત ગર્લફ્રેન્ડ યુલિયા વંતૂર પણ નજર આવી હતી. યુલિયા આ દરમિયાન પ્રિન્ટેડ સાડીમાં નજર આવી હતી. તેને પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા.
આ પ્રસંગે એકતા કપૂર પણ નજર આવી હતી. આ ઉજવણીમાં પહોંચેલી એકતા કપૂરે પીળા રંગનો ચમકદાર સૂટ કેરી કર્યો હતો. મેકઅપ વગર નજર આવનારી એકતા કપૂરે તેના વાળ ખુલ્લા રાખ્યા હતા અને તે ખુબ જ ખુશ પણ નજર આવી રહી હતી.
બોબી દેઓલ, સુનિલ શેટ્ટી અને માના શેટ્ટી પણ તોરાનીની દિવાળી પાર્ટીમાં પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમને પણ ફોટોગ્રાફરને ખુબ જ પોઝ આપ્યા હતા.
પુલકિત સમ્રાટ અને કીર્તિ ખરબંદા પણ પાર્ટીમાં જોવા મળ્યા હતા. પુલકિતે રેડ કલરનો પાયજામા કુર્તો પહેર્યો હતો તો કીર્તિ ગ્રે કલરની સાડીમાં જોવા મળી હતી.
ડિરેક્ટર કબીર ખાન પત્ની મિની માથુર સાથે જોવા મળ્યો હતો. આ કપલ ઓવરઓલ ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યું હતું. તેમને પણ કેમેરા સામે જોઈને પોઝ પણ આપ્યા હતા.
પાર્ટી દરમિયાન પુલકિત સમ્રાટ, અતુલ અગ્નિહોત્રી અને આયુષ શર્માએ ફોટોગ્રાફર્સ માટે પોઝ આપ્યા હતા. ત્રણેય ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે આયુષની ફિલ્મ “અંતિમ” આ મહિને રીલિઝ થવા જઈ રહી છે.
રમેશ તૌરાનીએ પાર્ટીમાં પુલકિત સમ્રાટ, યુલિયા વંતુર અને કીર્તિ ખરબંદા સાથે પોઝ આપ્યો હતો. આ દરમિયાન બધા જ લોકો ખૂબ જ ખુશ દેખાતા હતા.
પાર્ટીમાં આફતાવ શિવદાસાની ઈન્ડો વેસ્ટર્ન લુકમાં ખૂબ જ હેન્ડસમ અંદાજમાં જોવા મળ્યો હતો.
મીઝાન જાફરી અને તુષાર કપૂરે પણ દિવાળીની પાર્ટીમાં હાજરી આપી હતી. જ્યારે મીઝાને લાલ કુર્તા અને ધોતી પહેરી હતી, ત્યારે તુષાર ચમકતો કુર્તા-પાયજામા પહેરેલો જોવા મળ્યો હતો.