મને ફ્રેન્ડ સર્કલમાંથી ખબર પડી કે નફીસાના સંબંધો અન્ય યુવકો સાથે પણ છે, સંબંધ પણ….

અમદાવાદના રમીઝ શેખે લૂલો બચાવ કરતાં કહ્યું કે નફીસાને બીજા યુવક સાથે સુખ….જાણો સમગ્ર મામલો

હાલમાં ગુજરાતમાં વડોદરા નફીસા આપઘાત કેસ ઘણો ચર્ચામાં છે. ત્યારે રમીઝ શેખની પોલિસે ધરપકડ પણ કરી છે. જો કે, ધરપકડ બાદ થયેલ પૂછપરછમાં રમીઝે તેનો લૂલો બચાવ કર્યો છે. તેણે પોલિસ સમીક્ષ એવી કબૂલાત કરી હતી કે નફીસાના અન્ય યુવક સાથેના સંબંધો હોવાને કારણે તેણે લગ્નનો વિચાર માંડી વાળ્યો હતો. રમીઝે જણાવ્યુ હતુ કે, કોમન ફ્રેન્ડ દ્વારા તે બંને લગભગ 5 વર્ષ પહેલા મળ્યા હતા અને ત્યારબાદ એક ખાનગી કંપનીમાં આણંદ પોસ્ટિંગ થતા ગત ઓક્ટોબર મહિનાથી નફીસા સાથેના તેના સંબંધો વધુ ગાઢ બન્યા હતા.

આણંદ પોસ્ટિંગ થતા તે વડોદરા વધારે આવવા લાગ્યો અને આ દરમિયાન બંને વચ્ચે સંબંધો પણ બંધાયા હતા. રમીઝે પોતાનો લૂલો બચાવ કરતા કહ્યુ કે, તેને નફીસાના ફ્રેન્ડ સર્કલમાંથી માર્ચ-એપ્રિલ મહિનામાં એવી જાણ થઇ હતી કે તેના અન્ય યુવક સાથે સંબંધ છેચ જે બાદ તેણે નફીસાને કહ્યુ હતુ કે તારે અન્ય યુવકો સાથે સંબંધ પણ છે પછી હું તારી સાથે કેવી રીતે લગ્ન કરું? નફીસાએ કહ્યુ હતુ કે, તે તે સંબંધો તોડી નાખશે. જો કે, રમીઝને નફીસાના અન્ય યુવક સાથેના સંબંધો ગમ્યા નહિ એટલે તેણે વાત કરવાનું બંધ કરી દીધુ.

જો કે, હાલ તો રમીઝની વધુ પૂછપરછ ચાલી રહી છે. જો તેની સાથે કોઇ મદદ કરનાર હશે તો તેની પણ ધરપકડ કરવામાં આવશે. રમીઝે એવું પણ જણાવ્યુ હતુ કે નફીસા જે ઘરમાં રહેતી તેનુ ભાડુ પણ ચૂકવતો. તેણે એવું કહ્યુ કે, શબનમ અને નફીસાને એ સવાલ સતાવતો કે જો બ્રેકઅપ થયુ તો ભાડુ કોણ ચૂકવશે. જેના કારણે શબનમ નફીસાને પેચઅપ કરવા પણ જણાવતી હતી.

શુક્રવારના રોજ રાત્રે રમીઝ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યા બાદ તેના માતા-પિતાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને ત્યારે પોલીસે કહ્યું હતું કે, જો રમીઝ હાજર નહીં થાય તો તમારી સામે પણ કાર્યવાહી થશે. જે બાદ તેના માતા-પિતાએ રમીઝના ખાસ મિત્રને જાણ કરી અને તે બાદ જમાલપુરમાં મિત્રને ત્યાં રહેતો રમીઝ પોલીસ સમક્ષ હાજર થવા તૈયાર થયો હતો.

Shah Jina