મનોરંજન

ખુબ જ સુંદર છે સાઉથના આ સુપરસ્ટાર અભિનેતાની પત્ની, બિઝનેસ જાણીને ઉડી જશે હોશ

પત્નીની સાથે ખુબ જ રોમેંટિક થયા પ્રિયંકા ચોપરાના ‘હીરો’ રામચરણ, નસીબદાર છે કે આવી ખુબસુરત પત્ની મળી- જુઓ PHOTOS

એવું બહુ ઓછું જોવા મળતું હોય છે કે બોલિવૂડ સુપરસ્ટાર્સ જેટલા ફેમસ હોય છે તેમના છોકરા તેટલા ફેમસ નથી થઇ શકતા. જેમકે મિથુનનો પુત્ર  મહાક્ષય, જીતેંદ્રનો પુત્ર તુષાર કે પછી અમિતાભનો પુત્ર અભિષેક હોય આ બધા તેમના પિતા જેટલી સ્ટારડમ મેળવી શક્યા નથી. પરંતુ સાઉથ ઇન્ડિયન ફિલ્મોના સુપરસ્ટાર ચિરંજીવીનો પુત્ર રામચરણ તેમના પિતાની જેમ જ ફેમસ છે.

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર ચિરંજીવીનો પુત્ર રામચરણ તેમના પિતાની જેમ હિટ સાબિત થયા છે. રામચરણ એક સફળ અભિનેતા જ નહિ પરંતુ નિર્માતા, નિર્દેશકની સાથે એક બિઝનેસમેન પણ છે. જણાવી દઈએ કે રામચરણના પરિવારમાંથી ઘણા મેમ્બર્સ ઇન્ડસ્ટ્રીમાં તેમનું નામ સ્થાપિત કરી ચુક્યા છે. જેમ કે અલ્લુ અર્જુન, વરુણ તેજ અને સાઈ ધર્મ તેજ બધા જ તેમના કઝીન છે.

વાત કરીએ રામચરણની પત્નીની તો અભિનેતાની પત્ની  ખુબ જ સુંદર દેખાય છે. સાઉથ ઇન્ડિયન સિનેમાના સ્ટાર અભિનેતા રામચરણની પત્ની ઉપાસના કામિનેની સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. ઉપાસનાની ઓળખ મશહૂર અભિનેતાની સાથે સમાજ સેવિકાના કારણે પણ મળી છે.

તેના સોશિયલ મીડિયા દ્વારા ઉપાસના લોકો સાથે જોડાયેલી રહે છે. લોકોને રામચરણ અને ઉપાસનાની જોડી ખુબ પસંદ આવે છે.સાઉથ ઇન્ડિયન અભિનેતા રામચરણ અને ઉપાસના કામિનેનીના લગ્ન 14 જૂન 2012માં થયા હતા. ઉપાસના અને રામચરણની જોડીને લોકો ખુબ પસંદ કરે છે. ઉપાસના કામિનેની બિઝનેસમેનની પુત્રી છે. તેમના દાદાજીનું નામ ડૉ.પ્રતાપ સી.રેડ્ડી છે જે અપોલો હોસ્પિટલના ચેરમેન છે.

ઉપાસના અપોલો ચેરિટી અને બી પોઝિટિવ મેગેઝીનની વાઇસ પ્રેસિડન્ટ છે. ઉપાસના અને રામચરણ જે ઘરમાં રહે છે તેની કિંમત લગભગ 90 કરોડ કહેવામાં આવી રહી છે. સાથે જ તેમના ઘરમાં બધી વસ્તુઓ ઈમ્પોટેડ છે. રામચરણ અને ઉપાસના વિશે એક વાત પ્રખ્યાત છે કે લગ્ન પછી તેમની વજન ઘટાડવાની સફર. મીડિયા રિપોર્ટ અનુસાર લગ્ન બાદ ઉપાસનાએ 14 કિલો વજન ઘટાડ્યું હતું.

રામચરણ 2007માં ફિલ્મ ‘ચિરૂથા’થી કારકિર્દીની શરૂઆત કરી હતી. રામચરણ ડાન્સર, પ્રોડ્યૂસર અને બિઝનેસમેન પણ છે. રામચરણે બોલિવૂડમાં પણ કામ કરેલું છે. પ્રિયંકા ચોપરા સાથે રામચરણે ફિલ્મ ‘ઝંઝીર’માં કામ કર્યું હતું.

રામચરણને ઓળખ ફિલ્મ ‘મગધીરા’થી મળી હતી. આ રામચરણના કારકિર્દીની બીજી ફિલ્મ હતી અને તે બ્લોકબસ્ટર રહી હતી. રામચરણને ફિલ્મોમાં શાનદાર પ્રદર્શન માટે નંદી એવોર્ડ, સાઉથ ફિલ્મ ફેર એવોર્ડ, સિનેમા એવોર્ડ અને સંતોષમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે.

દિગ્ગજ દક્ષિણના સુપર સ્ટાર રામચરણ (Ram Charan) અને ઉપાસના (Upasna) સાઉથના સૌથી ફેમસ જોડીમાંની એક છે. બંનેની લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મ સ્ટોરીથી ઓછી નથી. એક્ટરની વાઈફ ઉપાસનાનો સ્ટ્રોન્ગ બિઝનેસ કનેક્શન છે અને બંને એક સ્પોર્ટ્સ ક્લબમાં મળ્યા હતા. પહેલા તો બંને વચ્ચે ખુબ લડાઇ હતી. જો કે, બંને લડતા એકબીજાની નજીક આવી ગયા હતા. તે બંને એક બીજાને ખૂબ જ પ્રેમ કરે છે તે સમજવામાં લગભગ 5 વર્ષનો સમય લાગ્યો.

જ્યારે રામને કોલેજના અભ્યાસ માટે ફોરેન જવું પડ્યું હતું, ત્યારે તે અંતરે તે બંનેના મનમાં પ્રેમની લાગણી પ્રગટ કરી હતી. એજ્યુકેશન પૂર્ણ થયા પછી રામે અભિનયમાં કારકિર્દી બનાવવા માટેની તૈયારીઓ કરી. ફિલ્મ મગધિરા હિટ બન્યા પછી બંને એકબીજા સાથે વધુ ગંભીર બન્યા. રામ તેમના પ્રોફેશનલ લાઈફની સાથે સાથે અંગત જીવનમાં પણ આગળ વધી રહ્યા હતા. ત્યારબાદ બંનેએ તેમના પરિવારજનોને સંબંધ વિશે જણાવ્યું હતું અને ત્યારબાદ પરિવારોએ આ બંનેના લગ્નની તૈયારી શરૂ કરી દીધી હતી. રામ અને ઉપાસનાએ 14 જૂને લગ્ન કર્યા હતા.