વીરપુરમાં જલારામ બાપાના આગ્રહથી 3 અરબીએ જમ્યા પણ પછી ખુબ શરમ આવી અને… વાંચો અદ્ભુત સ્ટોરી અને એક જલારામ બાપનો કિસ્સો

આજે પણ જલારામબાપા પાસે શ્રદ્ધા પૂર્વક પ્રાર્થના કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે. આજે પણ એમના આશીર્વાદ આપણી સાથે જ છે. શ્રી રામભક્ત સંત જલારામ બાપાનો જન્મ 1799 માં ગુજરાતના રાજકોટ જિલ્લાના વિરપુરમાં થયો હતો. તેના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઇ હતું. જલારામબાપાની માતાજી એક ધાર્મિક મહિલા હતી. જેઓ સાધુ-સંતોને ખૂબ સેવા કરતા હતા.

તેઓની સેવાથી પ્રસન્ન થઈને સંત રઘુવીર દાસએ બાપાના માતાજીને આશીર્વાદ આપ્યા કે એમના બીજા પુત્ર જલારામ એ સાધુ સંતોની સેવા કરીને લોકોને સમાજને ભક્તિ અને સેવાનો નવો માર્ગ બતાવશે. સોળ વર્ષની ઉંમરે જલારામ બાપાના લગ્ન વીરબાઈ સાથે થયા પરંતુ શ્રી જલારામ સંસારી જીવનમાંથી દૂર થઈને સમાજની સેવા કરવા ઇચ્છતા હતા. જ્યારે જલારામબાપાએ તીર્થયાત્રામાં જવા માટેનો વિચાર કર્યો ત્યારે પત્ની વીરબાઇએ તેમને અનુસરણ કરવામાં ખૂબ જ રુચિ બતાવી. જલારામબાપાના બધા જ કાર્યોમાં મદદ કરવા માટે ખૂબ તત્પર હતા.

૧૮ વર્ષની ઉંમરે જલારામબાપાએ ફતેહપુરના ભોજલરામને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા. ગુરુએ તેમને રામ નામનો મંત્ર આપી , ગુરુ માળા પહેરાવીને તેમને સેવા કાર્યમાં આગળ વધવા માટે પ્રેરીત કર્યા. તરત જ જલારામ બાપાએ સદાવ્રત નામની ભોજનશાળા બનાવી જ્યાં ૨૪ કલાક સાધુ-સંતો તથા જરૂરિયાતવાળા લોકોને જમવાનું આપવામાં આવતું હતું વિનામૂલ્યે. જ્યારે જલારામબાપા વીસ વર્ષના થયા ત્યારે તેમની ખ્યાતિ ચારે દિશામાં પ્રસરી ગઇ હતી. જ્યારે લોકોને જલારામબાપાની સેવા અને શ્રદ્ધાની ખબર પડી ત્યારે લોકો તેમને અલગ અલગ રીતે ચકાસવા લાગ્યા. તેમની ધીરજની સેવાની અને ભક્તિની પરીક્ષા થવા લાગી અને આ પરીક્ષામાં ખૂબ જ અવ્વલ નંબરે તેઓ સફળ થયા.

આથી લોકોનું મન સંત જલારામ બાપામાં લાગ્યું અને તેમની માટે ખૂબજ સન્માન થવા લાગ્યું.બાપાના આશીર્વાદથી લોકોના જીવનમાં ચમત્કાર થવાનું શરૂ થઇ ગયું હતું. જેમાં તેમના આશીર્વાદથી બાળકોની બીમારીમાંથી બહાર આવવું, ગરીબ લોકોની સ્થિતિ સારી બનાવી, આર્થિક રીતે નબળા લોકોને પણ બાપા ના આશીર્વાદ સક્ષમ બનાવતા અને આજે પણ બનાવે છે. હિન્દુ-મુસલમાન બધા જ લોકો બાપા નું ભોજન અને આશીર્વાદ લેતા હતા એટલા માટે સર્વધર્મ સમભાવની ભાવના પણ તેમને પ્રગટ કરી હતી.

એકવાર 3 અરબી યુવાનોએ શ્રી જલારામબાપાના આગ્રહથી વીરપુરમાં જવાનું સ્વીકાર્યું હતું. જમ્યા પછી યુવાનોને ખુબ શરમ આવી, કેમ કે એમણે પોતે એમના બેગમાં પક્ષીઓ રાખ્યા હતા. બાપાના કહેવા ઉપર જ્યારે તેમણે બેગ ખોલી તો તે પક્ષીઓ પાંખો ફફડાવીને ઉડી ગયા, બાપા તે યુવાનો ઉપર ગુસ્સે ના થયા પરંતુ તેમને આશીર્વાદ આપીને તેમની મનોકામના પૂરી થશે તેવી પ્રાર્થના કરી. બાપા માનતા હતા કે પ્રભુએ એમને સેવાનું કાર્ય સોંપ્યું છે એટલા માટે હંમેશા બધી જ વ્યવસ્થા બરાબર થાય એનું ભગવાન ધ્યાન રાખતા હતા.

તે સમયે જ્યારે ખૂબ જ ભયંકર અકાળ પડ્યો હતો, દુકાળના સમયમાં તેમની પત્ની વીરબાઈ તેમના માતાજી અને સ્વયં જલારામબાપાએ ૨૪ કલાક લોકોને જમાડીને તેમની સેવા કરી હતી. જલારામ બાપાએ પ્રાર્થના કરતાં કરતાં પોતાનો નશ્વર શરીરનો ત્યાગ 1881 માં કર્યો હતો. આજે પણ જલારામબાપાના આશીર્વાદ આપણા વચ્ચે જ છે આજે પણ બાપાની શ્રદ્ધા પૂર્વક પ્રાર્થના કરીએ છીએ તો બધી જ ઈચ્છા પૂરી થાય છે. આવો આપણે પણ સમાજમાં સેવા કરીએ બીજા માટે પ્રાર્થના કરીએ. સહુ ભક્તજનોને જય જલારામ. લેખક – નિરાલી હર્ષિત

ગુજરાતની ધરતી પર આવેલી વિદેશની દીકરીએ કહ્યું આ ફોટાવાળા વ્યક્તિ ક્યાં છે, મારે એમને મળવું છે, વાંચોં એક સત્ય ઘટના રુવાડા ઉભા કરી દેશે ….

દોસ્તો, દુનિયામાં જેમ હવા, વાતાવરણ,લાગણી વગેરેને આપણે જોઈ નથી શકતા પણ હર પળ, હર ઘડી એ આપણી આસપાસજ રહે છે. પણ હા, આપણે તેનો અનુભવ જરૂર કરી શકીએ છીએ. એવી જ રીતે ભગવાન પણ બધેજ આપળી આસપાસ ઉપસ્થિત છે જેને આપણે જોઈ નથી શકતા. પણ તે આપણને બધાને કોઈને કોઈ સ્વરૂપમાં પોતાનો હોવાનો અનુભવ જરૂર કરાવે છે જરૂર છે તો માત્ર તેને પારખવાની અને સમજવાની.

તમને તો ખબરજ હશે કે વીરપુર શહેર નાં જલારામ બાપાનું મંદિર કે જ્યાં લાખો લોકો કોઈ પણ પ્રકારના દાન વગરજ પ્રસાદ લઇ શકે છે. ગુજરાતનો કોઈ વેઓ વ્યક્તિ નહિ હોય કે જે જલારામ બાપામાં માનતો ન હોય. જલારામ બાપા કે જેનો આશીર્વાદ રૂપી હાથ દરેકનાં માથા પર રહે છે અને હંમેશા તેની કૃપા બની રહે છે.

એવી જ એક સત્ય ઘટના અમે તમને કહેવા જઈ રહ્યા છીએ, કે જેના પર જલારામ બાપાએ પોતાની કૃપા વરસાવી હતી. પછી આપણા ગુજરાતી લોકો દુનિયાના કોઈ પણ ખૂણે કેમ ન હોય. સાથે જ વ્યક્તિ ગુજરાતી હોય કે કોઈ અંગ્રેજી, જલારામ બાપાની કૃપા તો એક સમાનજ દરેક પર વરસે છે. બસ જરૂર છે તો માત્ર બે ઘણી જલારામ બાપાને મનથી યાદ કરવાની.

વાંચો અહી જલારામ બાપાની સત્ય ઘટના..

આપળો એક ગુજરાતી વ્યક્તિ કે જે નોકરી કરવા માટે લંડનની એક કંપનીમાં કામ કરે છે. આ કંપની પુરા જોશમાં આગળ વધી રહી હતી. આ ગુજરાતી પણ જલારામ બાપામાં વિશ્વાસ રાખનારો. હર રોજ નાં રૂટીન પ્રમાણે તે ઓફિસે જાય ત્યારે પોતાના ડેસ્ક પર રહેલા જલારામ બાપાના ફોટાને નમન કરે, પ્રાર્થના કરે અને પછીજ પોતાનું કામ આગળ વધારે. પણ રોજનું આ સીન જોઇને ત્યાના ધોળીયાઓ ખુબ મજાક, મસ્તી કરતા અને કહેતા કે માત્ર આ એક ફોટાને નમન કરવા કરતા કામમાં ધ્યાન આપીશું તો કંપનીની તરક્કી વધારે થાશે. સાથે જ કહેતા કે તારો આ ફોટાવાળો બાપો કરી શું શકે?

ત્યારે આપણા ગુજરાતી એ બહુ સરસ જવાબ આપ્યો અને કહ્યું કે, આ બાપો શું કરી શકે એ તો ખબર નહિ પણ મુસીબત નાં સમયમાં સાથ જરૂર આપે છે. થોડાજ સમયમાં કંપનીનું વર્ક ડાઉન થવા લાગ્યું, અને ઓર્ડરો પણ કેન્સલ થવા લાગ્યા. જે કંપની આટલા સમય સુધી જોશમાં આગળ વધી રહી હતી તેના પર અચાનકજ આવો સંકટ આવી પડયો. અને કંપનીને બંધ કરી દેવાની નોબત આવી ગઈ, અને કંપનીને બંધ કરી દેવાની ઘોષણા પણ જાહેર કરી દેવામાં આવી.

ત્યારે આપણા ગુજરાતીએ માત્ર પોતાના શેઠને એકજ વાત કહી કે, ચાલો આપણે બધા મળીને જલારામ બાપાને પ્રાર્થના કરીએ. સવાલ તમારા માનવાનો કે ન માનવાનો નથી પણ સવાલ એ લોકોની રોજી રોટી નો છે કે જે આ કંપનીમા કામ કરે છે અને રોજી રોટી કમાઈ છે. જો આ કંપની બંધ થઈ જશે તો લાખો લોકોને પોતાની રોજી રોટી કમાવામાં સમસ્યા સર્જાશે.

બસ આજ વાક્ય સાંભળતા તેના સેઠ અને સાથેજ બાકીના કર્મચારીઓ પ્રભાવિત થઈ ગયા અને બધાએ મળીને બાપા જલારામનું ધ્યાન અને પ્રાર્થના કરી. માત્ર એક-બે મહિના બાદજ કંપની ફરીથી આગળ વધવા લાગી અને ઓર્ડરો જે કેન્સલ થયા હતા એ પણ ફરીથી આવવા લાગ્યા. સાથે જ પહેલા કરતા પણ વધારે જોશમાં કંપની આગળ વધવા લાગી.

ત્યારે તેના શેઠને સમજાયું કે આ બધું પેલા ફોટાવાળા બાપાને લીધે જ થયું છે. શેઠ ગુજરાતીને કહે છે કે, આ કામ માટે તારા બાપાને કેટલા પાઉંડ ચૂકવવાના રહેશે. તો ગુજરાતી કહે છે કે આ બાપા ને કોઈ પણ ધન કે પાઉંડ ચુકવવાની જરૂર નથી, માત્ર ભારત એક વાર જઈને આ બાપાના મંદિરે દર્શન કરી માત્ર એક શ્રીફળ વધારવાની જ જરૂર છે.

કંપની ફરીથી આગળ વધતા શેઠ પોતાની આ માનતા વિશે જાણે કે ભૂલીજ ગયા, જ્યારે ગુજરાતીએ તેને યાદ અપાવ્યું તો કહ્યું કે, ‘i have no time right now’. આપણે તેની બાદમાં ડિસ્કસ કરીશું. દોસ્તો જ્યારે ધન,દૌલત આવે ત્યારે લોકો પોતાના ગરીબી કે કસ્ટદાઈ દીવસો ભૂલી જતા હોય છે.

પણ તે છતાં પણ ખુબ સમય વીતી જતા શેઠે કહ્યું કે આ માનતા કોઈ બીજું પૂરી કરી આવે તો ચાલે કે નહિ? એમ પણ તેમની દીકરીને ભારત ફરવાની ઈચ્છા છે, તો તે ત્યારે માનતા પૂરી કરી લેશે.ગુજરાતીએ આ બાબતની હા પાડી. એટલે પોતાના શેઠ ની દીકરી માનતા માટે અને ભારત ફરવા માટે વિઝા કરાવે છે અને ભારત માટે રવાના થાય છે.

રાજકોટ પહોંચતાજ આ વિદેશી દીકરી વેરાવળ સુધીની બસમાં બેસે છે. તેમેને વચ્ચે વીરપુર સ્ટેશન પર ઉતરવાનું હતું. પણ થાકને લીધે તેની ઊંઘ ઉડી નહિ અને સીધા વેરાવળ પહોંચી ગઈ. ત્યાં જઈને તે એક વ્યક્તિને પૂછે કે જલારામ મંદિર ક્યા છે? સામે વાળો વ્યક્તિ કહે છે કે, મંદિર તો પાછળ રહી ગયું છે માટે ચાલો હુજ તમને મૂકી જાવ.

મધરાતના સમયમાં વિદેશની એકલી રુળી રૂપાળી છોકરી જોઇને પેલો મવાલી આકર્ષિત થવા લાગ્યો અને મનમાં કાઈક અલગ વિચારો આવવા લાગ્યા. બિચારી વિદેશી યુવતીને શું ખબર કે પેલો મવાલી તેને કાઈક અલગ જ ધારણાથી પોતાની સાથે લઇ જાય છે. આગળ ચાલવાની સાથે જ એક દાદાએ વિદેશી દીકરીનો હાથ પકડી લીધો અને તેને તે મવાલી સાથે જાવા માટેની નાં પાડી. છોકરી સમજી ગઈ કે આ મવાલી સાથે જાવું હિતાવહ નથી અને દાદા શું કહેવા માંગે છે તેની પણ પરખ થઈ ગઈ.

અંતે તે દાદા તેમને રાતે વીરપુર મૂકી આવે છે અને ધર્મશાળામાં રહેવા માટેની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી.બીજા દિવસે સવારે વિદેશી યુવતી માનતા માટે મંદિર પહોંચે છે અને બાજુમાંથી શ્રીફળ,આરતીની થાળી વગેરે ખરીદે છે અને મંદિરમાં જાય છે. દોસ્તો, તમે અહી સુધી કહાની તો વાંચી પણ ખરો ચમત્કાર તો હવે શરુ થાય છે.

મંદિરમાં યુવતીએ પૂજા કરી અને શ્રીફળ વધાર્યું. યુવતી પુજારીને કહે છે કે, ‘આ ફોટાવાળા વ્યક્તિ ક્યા છે મારે તેમણે મળવું છે’. એટલું કહેતા પુજારીએ જવાબ આપ્યો કે, બેટા આ તો એક પરમાત્માના સ્વરૂપ છે, જે સ્વર્ગમાં રહીને દરેકનું ધ્યાન રાખે છે, આ વ્યક્તિ માત્ર ફોટા સ્વરૂપે જ છે તે કોઈ જીવિત વ્યક્તિ નથી’. આટલું  કહેતા જ યુવતીના હાથમાંથી આરતીની થાળી પડી જાય છે, અને કહે છે કે એવું નાં બની શકે, આજ દાદાને તો હું કાલે રાતે જ મળી હતી ને પેલા મવાલીના ગલત ઈરાદાથી પણ બચાવી હતી.

તો તમે સમજી શકો કે, આપણા આ બાપા વિદેશીને પણ મદદ કરે છે, તો આપણે લોકો શા માટે લોકોમાં ભેદભાવ કરીએ છીએ. જલારામ બાપા તો હર એક ઘડી, દુનિયાના કોઈ પણ ખૂણે તમારી સાથે છે , બસ જરૂર છે તો માત્ર શ્રદ્ધા અને વિશ્વાસની. એક વાર માની તો જુઓ, તમારા જીવનમાં બદલાવ ન આવે તો કહેજો. જય જલારામ બાપા.. સ્ટોરી: સાઈરામ દવે

આ લેખ વાંચીને અવશ્ય બોલજો જય જલારામ …!!!

નીચે અમે વિડિઓ બનાવ્યો છે ખાસ સાંભળો વીરપુરના જલારામ બાપાના પરચાઓ અને તેમના જીવન વિશે

YC