મનોરંજન

સલમાનની એક્ટ્રેસ રંભા બોલીવુડથી દૂર કેનેડામાં રહી પરિવાર સાથે કરે છે સમય પસાર

૧૬ વર્ષની ઉંમરમાં રંભાએ ફિલ્મમાં કરી હતી એન્ટ્રી, અત્યારે છે ત્રણ-ત્રણ બાળકોની સાથે હવે જીવી રહી છે જિંદગી- જુઓ

બોલીવુડમાં અમુક એવા સ્ટાર્સ એવા છે જેઓએ ખુબ મહેનત કરીને પોતાના જીવનમાં પણ અને ફિલ્મોમાં પણ તેઓને ખુબ સકસેસ મળેલી છે. પણ બીજી બાજુ કઈક એવા સ્ટાર્સ પણ છે જેઓ સફળ તો થયા પણ તેના ગ્લેમરને તેઓને બોલીવુડમાંથી ક્યારે વિદાય લઇ લીધી તેબી ખબર જ ન પડી.

Image source
Image source

તેઓમાની એક એક્ટ્રેસનું નામ છે ‘રંભા’. જે એક સમયે સલમાન જેવા સુપરસ્ટારનાં ઓપોઝીટમાં જોવા મળી હતી. પણ આજના સમયમાં તે એટલી બદલાઈ ગઈ છે કે તેને ઓળખવું પણ મુશ્કેલ છે.

બૉલીવુડની સુપરહિટ ફિલ્મ ‘જુડવા’માં સલમાન ખાન ની સાથે નજરમાં આવેલી 40 વર્ષની એક્ટ્રેસ રંભાએ સપ્ટેમ્બરમાં એક દીકરાને જન્મ આપ્યો છે. રંભા ત્રીજી વાર માં બની હતી. તેની પહેલા તેની બે દીકરીઓ છે. આ વાતની જાણકારી ખુદ રંભાના પતિ ઇન્દ્રણ પથ્થમાનાથને રંભાના ઈનસ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આપી છે.

જાણકારી ના અનુસાર 23 સપ્ટેમ્બર ના ટોરેન્ટો ના માઉન્ટ સિનાઈ હોસ્પિટલ માં રંભાએ દીકરા ને જન્મ આપ્યો. બંને માં-દીકરો એકદમ સ્વસ્થ છે. તમને જણાવી દઈએ કે ફિલ્મોથી દૂર રહ્યા પછી રંભા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તેની પુરી કોશિશ હોય છે કે સોશિયલ મીડિયા દ્વારા તે પોતાના ચાહનારાઓ સાથે જોડાઈને રહે.

થોડા સમય પહેલા રંભાની ગોદભરાઈ થઇ હતી. રંભા એ ખુદ જાતે આ ફંક્શનની ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર શેયર કરી હતી. ફંક્શન ના દરમિયાન રંભા ખુબ જ સુંદર અને ખુશ નજરમાં આવી રહી હતી. આ સિવાય રંભાએ બેબી બમ્પની સાથે આ ફંક્શનમાં ડાન્સ પણ કર્યો હતો.

તેમણે માત્ર 16 વર્ષની ઉંમરમાં જ ફિલ્મી દુનિયામાં પોતાનો પગ મુક્યો અને રંભાની પહેલી ફિલ્મ 1995માં ‘જલ્લાદ’ આવી હતી. તેલગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં 1992માં ‘આ ઓકટ્ટી અડકકુ’ થી પ્રવેશ કર્યો હતો.

17 બોલીવુડ અને 100 થી વધુ સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરી ચુકેલી રંભા હાલમાં ગ્લેમરની દુનિયાથી ખુબ જ દુર રહેવા લાગી છે. સાથે જ તે પોતાની દીકરીઓના પરવરીશમાં ખુબ જ વ્યસ્ત છે. રંભાનું નામ પણ તે બાકી સ્ટાર્સમાં આવે છે. જેઓએ ખુબ જ નાની ઉમરમાં બોલીવુડમાં પોતાના કેરિયરની શરૂઆત કરી હતી.

રંભાએ ‘દાનવીર’, ‘જંગ’, ‘કહર’, ‘જુડવા’, ‘બેટી નંબર વન’, સજના, ઘરવાલી બહારવાલી, બંધન, મૈં તેરે પ્યાર મૈં પાગલ,’દિલ હી દિલ મેં’, અને અન્ય ઘણી ફિલ્મોમાં કામ કરેલું છે.

અને સલમાન સિવાય ‘રજનીકાંત’, ‘ગોવિન્દા’, ‘અક્ષય કુમાર’, ‘અજય દેવગન’, ‘મિથુન’ જેવા મોટા ફિલ્મ સ્ટાર્સની સાથે કામ કરેલું છે. જોકે રંભા ખુબ સમયથી ગાયબ છે. છેલ્લી વાર તેમણે 2011 માં આવેલી મલયાલી ફિલ્મ ‘ફિલ્મસ્ટાર’ માં કામ કર્યું હતું.