કૌશલ બારડ ફિલ્મી દુનિયા લેખકની કલમે

દૂરદર્શન પર રામાયણ સમાપ્ત, રાવણવધની લોકોએ ઘરમાં રહીને ઉજવણી કરી!

રામાનંદ સાગરની દૂરદર્શન પર રિ-ટેલિકાસ્ટ થયેલી ‘રામાયણ’ રામ દ્વારા રાવણનો વધ થયો એ સાથે પૂર્ણ થઈ ગઈ છે. ભારતીય દર્શકો દ્વારા આ સિરીયલને ધાર્યા કરતા અનેકગણો વધારે પ્રતિસાદ મળ્યો છે. એમાંયે ‘રાવણવધ’ના એપિસોડ વિશે તો સોશિયલ મીડિયામાં પણ ખુબ ચર્ચા થઈ રહી છે.

ટ્વિટર પર રામાયણનું પ્રસારણ શરૂ થયું એ વખતથી જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે – રામાયણ વિશે ચર્ચાનો. લોકોએ રામાયણના છેલ્લા એપિસોડ વિશે પણ ચર્ચાઓ કરી હતી. પ્રભુ શ્રીરામ લંકાપતિ રાવણનો વધ કરે છે અને માતા સીતાજીને મુક્ત કરે છે. લંકામાં વિભીષણનું રાજ આવે છે.

Image Source

રામાયણને મળી રહેલ ભવ્ય પ્રતિસાદ પછી દૂરદર્શને ‘ઉત્તર રામાયણ’ પણ પ્રસારિત કરવાની જાહેરાત કરી છે. રામ-સીતા અને લક્ષ્મણ અયોધ્યા પાછા ફરે એ પછી જે ઘટનાક્રમ ચાલે છે તેનો સમાવેશ ઉત્તર રામાયણમાં કરાયો છે. આ પ્રસારણને ‘લવ-કુશ’નાં નામે પણ ઓળખવામાં આવે છે. ઉત્તર રામાયણ પણ રામાનંદ સાગર દ્વારા જ ડિરેક્ટ કરવામાં આવેલ છે.

કોરોના વાઇરસને લીધે લોકો ઘરમાં બેઠા છે ત્યારે દૂરદર્શને ૩૩ વર્ષ પહેલા બનેલા રામાયણનું પુન:પ્રસારણ કરીને ઉત્તમ કક્ષાનું મનોરંજન પૂરું પાડ્યું છે. દૂરદર્શનની ટીઆરપી પણ આ સમલે એકદમ ઉચ્ચ સ્થાને રહી છે.

Image Source

ત્રણેક દાયકા પહેલા રામાયણનું પ્રસારણ થયું હતું તે વખતે લોકો ઘરમાં પૂરાઈ જતા અને ટીવીની સામે ગોઠવાઈ જતા. સ્વયંભૂ કર્ફ્યુની સ્થિતી લદાઈ જતી. આ સિરીયલ આજના કપરા કાળમાં પ્રસારિત થઈ ત્યારે પણ તેની લોકપ્રિયતામાં ફરક નથી પડ્યો, ઉલ્ટાની વધી પડી છે! આ તથ્યની સાબિતી આ વાતે મળે છે : ‘રાવણવધ’ના સીન બાદ લોકોએ ઘરોમાં રહીને ઉજવણી કરી છે! અમુક લોકોએ તો દીપક પણ પ્રગટાવ્યા છે!

જો કે, પાછલા થોડા દિવસોમાં દૂરદર્શન પર વધારે પડતી જાહેરાતો આપવા બાબતે, એક એપિસોડના બીજી વાર પ્રસારણ બાબતે અને અમુક સીન કાપી નાખવા બાબતે રામાયણને લઈને લોકો સોશિયલ મીડિયા પર થોડીઘણી નારાજગી પણ બતાવી રહ્યા છે. આનાથી સાબિત થાય છે, કે લોકોને રામાયણ જોવામાં કેટલો રસ છે!

ઘરમાં રહો, સુરક્ષિત રહો!

Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.