મનોરંજન

રામાયણના રામે શેર કરી 33 વર્ષ જૂની તસ્વીર, એક જ તસ્વીરમાં જોવા મળ્યો આખો રામાયણનો પરિવાર

આજકાલ રામાયણ આજે ચારે બાજુ છે. રામાયણના પ્રસંગોને લઈને તેના કલાકારોના 33 વર્ષ બાદ બતાવવામાં અનુભવો પણ આ દર્શકોને પસંદ આવી રહ્યા છે. આજેપ પણ લોકો એટલા જ ઉમળકાથી રામાયણ જુએ છે.

આ વચ્ચે રામાનંદ સાગરની રામાયણમાં રામની ભૂમિકા ભજવનાર અભિનેતા અરૂણ ગોવિલનું ટ્વિટર એકાઉન્ટ વેરીફાઈ થઇ ગયું છે. આ પ્રસંગે અરુણે રામાયણની કાસ્ટ અને ક્રૂ સાથે 33 વર્ષ જૂનો ફોટો શેર કર્યો છે. આ તસ્વીરમાં રામાનંદ સાગરની સાથે અન્ય તમામ સાથીઓ નજરે પડે છે. તેને દારા સિંહથી અન્ય તમામ કલાકારો એકઠા થઈ તસ્વીર ખેંચાવી હતી.

જણાવી દઈએ કે, આજકાલ અરુણ ગોવિલ ટ્વીટરથી લોકો સાથે જોડાયેલા રહે છે. અરુણ ગોવિલ શેર કરતા લખ્યું હતું કે હતું કે, ટેલિવિઝનના ઇતિહાસ સૌથી ગૌરવશાળી કીર્તિમાન બનાવનારી ટિમ. રામાનંદ સાગરજીના નેતૃત્વમાં સિનેમા જગતમાં સૌથી વિલક્ષણ, પ્રતિભાવન અને ભાગ્યવાન કલાકાર.

જણાવી દઈએ કે,લોકડાઉન દરમિયાન ટીવી ચેનલ ડીડી નેશનલ સૌથી વધુ ચર્ચામાં રહી છે. દૂરદર્શને હાલમાં જ તેની જાણીતી 2 સિરિયલ ફરી રિલીઝ કરી છે. હાલ દૂરદર્શનમાં તે ‘રામાયણ’ અને ‘મહાભારત’ ફરી ચાલુ થઇ છે. સોશિયલ મીડિયા પર આ બંને ટીવી શોનો જોરદાર ક્રેઝ હતો. લોકો આ શો દ્વારા જૂના યુગને યાદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Arun Govil (@arungovil_ram) on

બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ એટલે કે ‘બાર્ક’ એ 28 મી માર્ચથી 3 એપ્રિલ સુધીના 13માં અઠવાડિયામાં સૌથી વધુ જોવાયેલી ટીવી ચેનલોનો અહેવાલ બહાર પાડ્યો હતો. આ અહેવાલ મુજબ, ડીડી નેશનલને 28 માર્ચથી 3 એપ્રિલ સુધીમાં 1.5 મિલિયનથી વધુ રિચ મળી છે. દૂરદર્શને બધી ચેનલને પછાડીને ઇતિહાસ રચાવ્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.